ઝલક દિખલા જા 10: કોઈ 20 કરોડ તો કોઈ 35 કરોડની સંપત્તિના છે માલિક, જાણો કોણ છે સૌથી અમીર સ્પર્ધક

મનોરંજન

લગભગ પાંચ વર્ષની લાંબી રાહ પછી ટીવીનો સૌથી લોકપ્રિય ડાન્સ રિયાલિટી શો ‘ઝલક દિખલા જા’ ની શરૂઆત થઈ ચુકી છે. ઝલક દિખલા જા શો સિઝન 10 સાથે પરત આવ્યો છે. આ સિઝનમાં ટીવી ઈન્ડસ્ટ્રીના ઘણા લોકપ્રિય સ્ટાર્સ જોવા મળી રહ્યા છે. આ શોને જજ કરી રહ્યા છે કરણ જોહર, માધુરી દીક્ષિત અને નોરા ફતેહી.

‘ઝલક દિખલા જા 10’માં ઘણા જાણીતા ચહેરાઓએ ભાગ લીધો છે. આજે અમે તમને આ સ્પર્ધકોની સંપત્તિ વિશે જણાવીશું. તો ચાલો જાણીએ ‘ઝલક દિખલા જા 10’ના 7 સ્પર્ધકોની કુલ સંપત્તિ વિશે.

નિયા શર્મા: નિયા શર્મા એક પ્રખ્યાત ટીવી અભિનેત્રી છે. તે પોતાના ડાન્સની કુશળતા બતાવવા માટે ‘ઝલક દિખલા જા 10’માં આવી છે. નિયા ખૂબ જ પ્રખ્યાત હોવાની સાથે જ ખૂબ જ અમીર પણ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, નિયા શર્માની કુલ સંપત્તિ 50 થી 60 કરોડની વચ્ચે છે. જણાવી દઈએ કે તે ટીવીની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાંથી એક છે.

રૂબીના દિલાઈક: રૂબીના દિલાઈક કોઈ ઓળખની મોહતાજ નથી. તે ટીવી સિરિયલોમાં કામ કરીને ખૂબ જ લોકપ્રિય બની ચુકી છે. સાથે જ ‘બિગ બોસ 14’ નો એવોર્ડ જીતીને તેની લોકપ્રિયતા ખૂબ વધી હતી. તે ‘ખતરો કે ખિલાડી’માં પણ જોવા મળી છે જ્યારે આ દરમિયાન તેણે ‘ઝલક દિખલા જા 10’માં પણ એન્ટ્રી લીધી છે. તેની કુલ સંપત્તિ 29-32 કરોડ રૂપિયાની વચ્ચે છે.

નીતિ ટેલર: અભિનેત્રી નીતિ ટેલર ટીવી સીરિયલ ‘કૈસી યે યારિયાં’માં જોવા મળી છે. આ સિરિયલમાં તેમનું કામ દર્શકોને ખૂબ પસંદ આવ્યું હતું. હવે તે પોતાના જલવા ‘ઝલક દિખલા જા 10’માં ફેલાવી રહી છે. જણાવી દઈએ કે નીતિ ટેલર 7-10 કરોડની સંપત્તિની માલિક છે.

શિલ્પા શિંદે: શિલ્પા શિંદે ટીવી સિરિયલોમાં કામ કરીને ખૂબ જ લોકપ્રિય બની ચુકી છે. જણાવી દઈએ કે તે રિયાલિટી શો ‘બિગ બોસ’નો ભાગ પણ રહી ચૂકી છે. તે માત્ર બિગ બોસમાં જોવા જ મળી નથી પરંતુ તેણે ‘બિગ બોસ 11’ પણ જીતી હતી. તે ‘ભાભી જી ઘર પર હૈ’થી પણ ખૂબ ચર્ચામાં રહી છે. આ દિવસોમાં તે ‘ઝલક દિખલા જા 10’માં જોવા મળેલી શિલ્પા શિંદેની કુલ સંપત્તિ 14-20 કરોડ રૂપિયા છે.

ગશ્મીર મહાજની: ગશ્મીર મહાજાની તાજેતરમાં જ સિરિયલ ‘ઈમલી’માં જોવા મળ્યા હતા. હવે તે શો છોડી ચુક્યા છે અને હવે તે ‘ઝલક દિખલા જા 10’માં જોવા મળી રહ્યા છે. જાણવા મળ્યું છે કે ગશ્મીર મહાજનીની કુલ સંપત્તિ 30-35 કરોડ રૂપિયાની વચ્ચે છે.

અમૃતા ખાનવિલકર: ‘ઝલક દિખલા જા 10’માં ટીવીની પ્રખ્યાત અને સુંદર અભિનેત્રી અમૃતા ખાનવિલકર પણ જોવા મળી રહી છે. વાત તેની સંપત્તિ વિશે કરીએ તો એવું કહેવાય છે કે તે 3-6 કરોડ રૂપિયાની સંપત્તિની માલિક છે.

પારસ કલનાવત: TRP લિસ્ટમાં સીરિયલ ‘અનુપમા’ હંમેશા ટોપ પર રહે છે. આ સિરિયલમાં પારસ કલનાવત કામ કરી ચુક્યા છે. થોડા દિવસો પહેલા તે શો છોડી ચુક્યા છે અને હવે તે ‘ઝલક દિખલા જા 10’માં જોવા મળી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પારસની સંપત્તિ 10-30 કરોડ રૂપિયા છે.