યુઝવેંદ્ર ચહલ પાસે છે અઢળક ધન-સંપત્તિ, જાણો કેવી રીતે બન્યા ચેસ ખેલાડીથી ઈંટરનેશનલ ક્રિકેટ ખેલાડી

રમત-જગત

મિત્રો, ભારતીય ક્રિકેટ ટીમના દમદાર બોલર યુઝવેન્દ્ર ચહલ કોઈ ઓળખના મોહતાજ નથી. તેણે ક્રિકેટના મેદાન પર પોતાની દમદાર બેટિંગથી લાખો લોકોને પોતાના દિવાના બનાવી દીધા છે. તેમને ક્રિકેટના મેદાનમાં પોતાની દમદાર બેટિંગના જલવા ફેલાવતા તો તમે બધા લોકોએ જોયા જ હશે. પરંતુ શું તમે બધા જાણો છો કે યુઝવેન્દ્ર ચહલ ક્રિકેટ ખેલાડી નહીં પરંતુ ચેસ પ્લેયર બનવા ઈચ્છતા હતા. આટલું જ નહીં તે ચેસમાં પોતાની કારકિર્દી પણ બનાવી ચુક્યા હતા અને તે હરિયાણા તરફથી નેશનલ લેવલ પર ચેસ રમવામાં લાગી ગયા હતા. પછી કંઈક એવું બન્યું કે યુઝવેન્દ્ર ચહલે ચેસ છોડીને ક્રિકેટમાં કારકિર્દી બનાવી અને આજે કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે. પોતાની આ પોસ્ટ દ્વારા, તમને ભારતીય ક્રિકેટ ટીમના આ બોલરની સંપૂર્ણ સ્ટોરી જણાવવા જઈ રહ્યા છીએ અને સાથે જ એ પણ જણાવશું કે તે કેટલી સંપત્તિના માલિક છે તો ચાલો જાણીએ.

યુઝવેન્દ્ર ચહલનું જીવન: માહિતી માટે તમને બધાને જણાવી દઈએ કે ચહલનો જન્મ 1990માં ભારતના હરિયાણા રાજ્યના જીંદ જિલ્લામાં થયો હતો. તેમના પિતા હરિયાણા હાઈકોર્ટમાં એડવોકેટ તરીકે કામ કરતા હતા. વિજેન્દ્ર ચહલનો તેના માતા-પિતાએ સંપૂર્ણ સાથ આપ્યો છે. યુઝવેન્દ્ર ચહલ ચેસની રમતમાં નેશનલ લેવલના ખેલાડી બની ચુક્યા હતા, પરંતુ ચેસની રમત રમવા માટે પૈસાની જરૂર પડે છે. આ કારણસર એક વખત ખેલાડીને 50 લાખની જરૂર હતી પરંતુ તે જરૂરિયાત પૂરી થઈ શકી નહીં. જેના કારણે તે મજબૂરીમાં ચેસની રમત છોડીને ક્રિકેટ તરફ વળવા મજબૂર થયા હતા.

ક્રિકેટ જગતમાં એંટ્રી: નોંધપાત્ર છે કે ચહલે ક્રિકેટ ટીમમાં પણ સારું પ્રદર્શન કર્યું છે, આ કારણે તેને હરિયાણાની અંડર 13, અંડર-15, અંડર-19, અંડર 25 સુધીની ટીમમાં ખૂબ જ સરળતાથી જગ્યા મળી હતી. પછી આગળ જઈને યુઝવેન્દ્ર ચહલે રણજી ટ્રોફી પોતાના નામે કરી લીધી. જેના કારણે ખેલાડીને IPLમાં પહેલી વખત મુંબઈ ઈન્ડિયન તરફથી રમવાની તક મળી, પરંતુ ત્યાર પછી તે બેંગ્લોરની ટીમમાં રમ્યા અને ત્યારથી લઈને આજ સુધી તે IPLમાં બેંગ્લોરની ટીમ માટે રમી રહ્યા છે. IPLમાં સુંદર પ્રદર્શન કરવાની સાથે જ યુઝવેંદ્ર ચહલને ભારતીય ક્રિકેટ ટીમમાં જગ્યા મળી.

કેટલી લે છે ફી: માહિતી માટે જણાવી દઈએ કે યુઝવેન્દ્ર ચહલ એક ટી-20 મેચ રમવા માટે 2 લાખ, એક વનડે મેચ રમવા માટે 2 લાખ અને એક ટેસ્ટ મેચ રમવા માટે 5 લાખ ફી ચાર્જ કરે છે. સાથે જ IPL ટીમમાં રમવા માટે 2 કરોડ રૂપિયાથી પણ વધુ ફી ચાર્જ કરે છે.

આટલી સંપત્તિના માલિક છે ચહલ: વર્ષ 2021ના રિપોર્ટ મુજબ ચહલ કુલ 50 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક હતા. તેમની કમાણીનો સ્ત્રોત ભારતીય ક્રિકેટ ટીમ તરફથી મળતી ફી અને આઈપીએલથી મળતી ફી ઉપરાંત બ્રાન્ડની જાહેરાત પણ છે. એક બ્રાન્ડને પ્રમોટ કરવા માટે ખેલાડી 5 કરોડ રૂપિયા ફી ચાર્જ કરે છે. આ ઉપરાંત દમદાર બોલર પાસે શ્રેષ્ઠ ગાડીનું પણ કલેક્શન છે, જેમાં BMW થી લઈને Audi જેવી શ્રેષ્ઠ કારના નામ શામેલ છે.