નાની ઉંમરે જ થઈ રહ્યા છે તમારા વાળ સફેદ તો તેને અટકાવવા અપનાવો આ ખૂબ જ સરળ અને દેશી ઉપાય

હેલ્થ

કેટલીક સમસ્યાઓ એવી હોય છે જે વધતી ઉંમર સાથે દેખાવા લાગે છે, પરંતુ આજના સમયમાં લોકોમાં ભાગદૌડ અને સમયનો અભાવ તથા વધારે કામ છે જેના કારણે ઘણી સમસ્યાઓ અકાળે આવવા લાગે છે, જેમાની સૌથી ગંભીર સમસ્યા છે વાળનું અકાળે સફેદ થવું. સામાન્ય રીતે, લોકો નાની ઉંમરમાં થઈ રહેલા તેમના સફેદ વાળને છુપાવવા માટે ડાય અથવા કલરનો ઉપયોગ કરે છે, પરંતુ જણાવી દઈએ કે ડાય અથવા કલર કરવાથી તમારા વાળના મૂળ નબળા થવા લાગે છે.

નાની ઉંમરે સફેદ વાળ થવા એ આજે લગભગ એક સામાન્ય વાત બની ગઈ છે, જેના કારણ ઘણા છે, જેમ કે અનિયમિત દિનચર્યા અથવા સમયસર આહાર ન લેવો અથવા પૂરતી ઉંઘ ન લેવી વગેરે. એવું પણ કહેવામાં આવે છે કે જો તમે વિવિધ પ્રકારની દવાઓનો ઉપયોગ કરો છો અથવા તમને કોઈ વ્યસન છે અથવા તમે વધારે ટેંશન લો છો તો તમે સફેદ વાળની સમસ્યાથી પીડિત થઈ શકો છો. આ સિવાય પ્રદૂષણ પણ એક કારણ છે કે જેનાથી નાની ઉંમરે જ તમારા વાળ સફેદ થવા લાગે છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે જો તમે પણ અકાળે સફેદ વાળની સમસ્યાથી પરેશાન છો, તો અહીં જણાવેલ કેટલાક ઉપાયોની મદદથી તમે આ સમસ્યાથી કાયમ છૂટકારો મેળવી શકો છો.

કાળા વાળ મેળવવા માટે દેશી ઉપય: જો તમે પણ અકાળે થતા સફેદ વાળની સમસ્યાથી પરેશાન છો, તો પછી તમારા વાળને રોજ દેશી ઘીથી મસાજ કરો. આ કરવાથી, સફેદ વાળ ઓછા થવા લાગશે. જણાવી દઈએ કે સફેદ વાળને કાળા કરવા માટે ડુંગળી પણ ખૂબ જ મદદગાર છે. તેના માટે સૌપ્રથમ તમે ડુંગળીની પેસ્ટ બનાવો અને તેને તમારા વાળમાં લગાવો, તેથી તમારા વાળને ખૂબ ફાયદો થાય છે. આ ઉપાય તાત્કાલિક પરિણામ નથી આપતો પરંતુ કેટલાક મહિના સુધી આ ઉપાય કરવાથી તમને જરૂર પરિણામ મળે છે. વાળ સફેદ થવાનું કારણ ખોટા ખોરાક પણ હોઈ શકે છે, આવી સ્થિતિમાં જો તમે દરરોજ બદામ, અખરોટ, લીલા શાકભાજી વગેરેનું સેવન કરશો તો તમે આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

જો તમે પણ સફેદ વાળની સમસ્યાથી પરેશાન છો, તો પછી તમારા વાળને કાળા કરવા માટે, સૌ પ્રથમ મહેંદીના પાઉડરમાં 5 ગ્રામ આંબળા અને અરીઠા પાઉડર મિક્સ કરો, ત્યાર પછી તેમાં લીંબૂનો રસ, બે ચમચી દહિં થોડી માત્રામાં નારિયેળનું તેલ મિક્સ કરો. જ્યારે આ પેસ્ટ તૈયાર થઈ જાય ત્યારે તેને 8 કલાક માટે છોડી દો અને પછી તેને બ્રશથી તમારા વાળમાં લગાવો અને લગભગ એક કલાક પછી વાળ ધોઈ લો. આ કરવાથી એક મહિના પછી તમારા સફેદ વાળ કાળા થવા લાગશે.

Leave a Reply

Your email address will not be published.