બોલિવૂડના આ સ્ટાર્સની કમાણી છે આટલી અધધ, જાણીને તમે પણ ચોંકી જશો

બોલિવુડ

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના સ્ટાર્સ એક ફિલ્મથી કરોડોની કમાણી કરે છે. જેટલું વધું આ સ્ટાર્સ નામ કમાય છે એટલા જ વધારે આ સ્ટાર્સ પૈસા પણ કમાય છે. જો માત્ર ફિલ્મોની કમાણીની વાત કરીએ તો તે કમાણી કરોડોમાં છે, પરંતુ આ સ્ટાર્સની ફિલ્મો સિવાય પણ કરોડો રૂપિયાની કમાણી બ્રાન્ડમાંથી થાય છે. ખરેખર આ સ્ટાર્સ તેમની બ્રાંડ વેલ્યુને કારણે કરોડો રૂપિયાની કમાણી કરે છે. આજે અમે તમને તે જ 6 સ્ટાર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેઓ આ લિસ્ટમાં ટોચ પર આવે છે. ચાલો જાણીએ તે સ્ટાર્સ વિશે.

વિરાટ કોહલી: ક્રિકેટર વિરાટ કોહલીને તો તમે જાણતા હશો, તે ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન છે. દુનિયાભરમાં સૌથી વધુ ફોલો કરવામાં આવતા ક્રિકેટરોમાંથી એક કોહલી મેદાન પર પણ લાજવાબ રહ્યો છે. જ્યારે મેદાનમાં તેમનું નામ ઉંચું છે, તો મેદાનથી દૂર કોહલીની બ્રાંડ વેલ્યુ પણ વધી રહી છે. તમને જણાવી દઈએ કે વિરાટ કોહલીની બ્રાન્ડ વેલ્યૂ ગયા વર્ષની તુલનામાં 39% વધી છે અને આંકડાની દ્રષ્ટિએ તેમની વાર્ષિક બ્રાન્ડ વેલ્યુ 1691 કરોડ છે. આ લિસ્ટમાં વિરાટ કોહલી સૌથી ઉપર છે. ક્રિકેટરોમાં પણ તે સર્વોચ્ચ છે.

અક્ષય કુમાર: જોકે બોલિવૂડમાં સૌથી વ્યસ્ત એક્ટરોમાંથી એક અક્ષય કુમાર 744 કરોડ રૂપિયાની બ્રાન્ડ વેલ્યુ સાથે બીજા નંબરે છે. એક્ટરોમાં અક્ષય કુમાર આ લિસ્ટમાં સૌથી ઉપર છે. અક્ષય કુમાર ખૂબ જ પ્રખ્યાત એક્ટર છે. તાજેતરમાં જ તેણે બીયર ગ્રીલ સાથે આંતરરાષ્ટ્રીય શો પણ કર્યો છે.

દીપિકા પાદુકોણ: બોલિવૂડની પ્રખ્યાત એક્ટ્રેસ અને એક્ટર રણવીર સિંહની પત્ની એક્ટ્રેસ દીપિકા પાદુકોણની બ્રાન્ડ વેલ્યુ 665 કરોડ છે. જણાવી દઇએ કે એક્ટ્રેસમાં દીપિકા આ ​​લિસ્ટમાં પહેલા નંબર પર આવે છે.

રણવીર સિંહ: પોતાની એક્ટિંગ અને ફની ડ્રેસિંગ સેન્સ માટે પ્રખ્યાત રણવીર સિંહની બ્રાન્ડ વેલ્યુ 665 કરોડ છે. રણવીર સિંહ ખૂબ પ્રખ્યાત એક્ટર છે અને લોકો તેમને ખૂબ પસંદ કરે છે.

શાહરૂખ ખાન: ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને પોતાના ચાહકોની વચ્ચે કિંગ ખાન તરીકે પ્રખ્યાત શાહરૂખ ખાન હવે કોઈ નવો પ્રોજેક્ટ કરી રહ્યો નથી. અને તેમની બ્રાંડ વેલ્યુ હાલમાં 470 કરોડ છે. જણાવી દઈએ કે, શાહરૂખ ખાન સૌથી વધુ કમાણી કરનારા બોલિવૂડ એક્ટરના લિસ્ટમાં આવે છે.

સલમાન ખાન: ભાઈ જાન તરીકે ઓળખાતા સલમાન ખાન 397 કરોડની બ્રાન્ડ વેલ્યુ સાથે છઠ્ઠા ક્રમે છે. તે ટૂંક સમયમાં જ બિગ બોસ સીઝન 14 ને હોસ્ટ કરતા જોવા મળશે. સલમાન ખાનને તેના ચાહકો ખૂબ પસંદ કરે છે.

આલિયા ભટ્ટ: બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની ચૂલબલી એક્ટ્રેસ કહેવાતી આલિયા ભટ્ટની બ્રાન્ડ વેલ્યુ 326 કરોડ છે. આલિયા આ લિસ્ટમાં સાતમા ક્રમે આવે છે. જણાવી દઈએ કે એક્ટ્રેસ આલિયા ભટ્ટ ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટની પુત્રી છે. આલિયા ભટ્ટને ચાહકો ખૂબ પસંદ કરે છે. તેનો ચુલબલો અને બાળપણ વાળો વ્યવહાર ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published.