આ 6 બોલીવુડ જોડીની લગ્નની પહેલી તસવીર કદાચ તમે પણ નહિં જોઈ હોય, જુવો અહીં

બોલિવુડ

સિનેમા જગતમાં એવી ઘણી રિયલ લાઈફ જોડી છે, જેની એક ઝલક જોવા માટે ચાહકો ઉત્સાહિત રહે છે. તે જ સમયે, જ્યારે વાત આ સ્ટાર્સના લગ્નની તસવીરની આવે છે, તો પછી ચાહકોના હૃદયમાં તેમના વિશે એક અલગ જ ઉત્તેજના રહે છે. આજની આ ખાસ પોસ્ટમાં, અમે તમને બોલિવૂડ દુનિયાના કેટલાક પ્રખ્યાત લગ્નો વિશે જણાવી રહ્યા છીએ, જેની તસવીર ખૂબ ઓછા લોકોએ જોઇ હશે. ચાલો જોઈએ બોલીવુડની 6 જોડીઓ અને તેના લગ્નની પહેલી તસવીર…

એશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન

જણાવી દઈએ કે 20 એપ્રિલ 2007 ના રોજ બોલીવુડ અભિનેત્રી એશ્વર્યા રાય અને અભિનેતા અભિષેક બચ્ચને લગ્ન કર્યા હતાં. ચારેય બાજુ દંપતીના લગ્નની ઘણી ચર્ચા થઈ હતી અને લગ્નની તસવીર અને વીડિયોએ બધાને દિવાના કરી દીધા હતા. લગ્નના ઘણા વર્ષો પછી પણ ચાહકો તેમના લગ્નની તસવીરો ખૂબ જુસ્સાથી જોવી પસંદ કરે છે. તેમના લગ્ન પછીની પહેલી તસવીર ત્યારે સામે આવી હતી જ્યારે અભિષેક અને એશ્વર્યા તેના લગ્ન પછી તરત જ તેમની લગ્ન પછીની પૂજા માટે ‘તિરૂપતિ’ ગયા હતા. આ પહેલો મોકો હતો જ્યારે નવ પરણિત કપલે મિસ્ટર અને મિસિજ બચ્ચનના રૂપમાં તસવીર માટે પોજ આપ્યો હતો. એશ્વર્યાએ લાલ રંગની સાડી પહેરી હતી અને તેના કપાળ પર સિંદૂર અને ગળામાં મંગળસૂત્ર હતું. અને આ પ્રસંગે અભિષેકે સફેદ કુર્તો પહેર્યો હતો.

કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન

જાણાવી દઈએ કે એકબીજા સાથે ડેટિંગ કર્યાના 4 વર્ષ પછી, બંનેએ 16 ઓક્ટોબર, 2012 ના રોજ લગ્ન કર્યા, ચાહકોને તેમની ઝલક લગ્નની નોંધણી કર્યા પછી જોવા મળી હતી. આ પ્રસંગે કરીના મહેંદી રંગના સૂટમાં હતી, જેની સાથે તેને લાલ રંગનો દુપટ્ટો પણ રાખ્યો હતો. સૈફે ગ્રે કલરનો કુર્તો અને સફેદ પાયજામો પહેર્યો હતો.

સોહા અલી ખાન અને કુણાલ ખેમુ

સોહા અને તેના બોયફ્રેન્ડ કુણાલના લગ્ન સોહાના મુંબઇ વાળા  ઘરે થયા હતા, જેમાં ફક્ત ખાસ લોકોને જ બોલાવવામાં આવ્યા હતા. પછી લગ્નની નોંધણી કરવામાં આવી હતી. બંને પહેલા લિવ-ઇન રિલેશનશિપમાં હતાં અને પેરિસમાં કુણાલના પ્રપોઝ પછી સોહાએ હા પાડી હતી. લગ્ન કર્યા પછી, આ કપલે મિસ્ટર અને મિસિજ પોઝ આપ્યો ત્યારે જ ચાહકોને તેમનો લગ્ન પછીનો પહેલો લુક જોવા મળ્યો હતો.સોહાએ નારંગી દુપટ્ટા સાથે સબ્યસાચીની ડિઝાઇનનો લહેંગો પહેર્યો હતો અને સોનાના ઘરેણા પહેર્યા હતા. કુણાલે સફેદ શેરવાની અને ગોલ્ડન રેશમી કાપડનો સાફો પહેર્યો હતો.

મીરા રાજપૂત કપૂર અને શાહિદ કપૂર

2015 માં શાહિદ કપૂરે 21 વર્ષીય દિલ્હીની યુવતી મીરા રાજપૂત સાથે લગ્ન કર્યા હતા અને તે સમયે બંને વચ્ચે ઉંમરના મોટા તફાવત અંગે ઘણી ચર્ચાઓ થઈ હતી, પરંતુ બંનેએ લગ્ન કર્યા. લગ્ન પછી જ્યારે ‘શટરબગ’ પોઝ આપ્યો, તો ચાહકો તેમના આ લુકના દિવાના થઈ ગયા. આ દરમિયાન મીરાએ ક્યૂટ લહેંગો પહેર્યો હતો. શાહિદે નેકપીસ થ્રેડ-વર્ક વાળી શેરવાની પહેરી હતી.

બિપાશા બાસુ અને કરણસિંહ ગ્રોવર

બોલિવૂડ અભિનેત્રી બિપાશા બાસુએ 30 એપ્રિલ, 2016 ના રોજ અભિનેતા કરણ સિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા. લગ્નમાં, બિપાશાએ ટ્રેડિશનલ લાલ સબ્યસાચીના કપડાની પસંદગી કરી હતી, જેને તેણીએ ભારે ચોકર નેકપીસ, દામણી, નાથ અને કાનની બુટ્ટી સાથે કૈરી કર્યા હતા. બિપાશાનો બ્રાઇડલ લુક ખૂબ જ સુંદર હતો, બીજી તરફ કરણે વ્હાઇટ કલરની શેરવાની પહેરી હતી. લગ્ન પછી પહેલી વાર ‘શટરબગ’ નો પોઝ આપતી વખતે ચાહકોને આ કપલની પહેલી ઝલક મળી હતી.

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ

અભિનેતા રણવીર સિંહ અને અભિનેત્રી દીપિકા પાદુકોણને લગ્ન પછી તેમના ચાહકો તેમને ‘દીપવીર’ કહે છે. 14-15 નવેમ્બર 2018 ના રોજ બંને એકબીજા સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગયા હતા. લગ્ન ઇટાલીમાં થયા હતા અને એક ખાનગી સમારોહ હતો. આથી જ ચાહકોને આ નવા પરિણીત કપલની પહેલી તસવીર ત્યારે મળી જ્યારે લગ્ન પછી બંને મુંબઇ પાછા આવી રહ્યા હતા.બંનેએ તેમના ચાહકો માટે મુંબઇ એરપોર્ટ પર ‘શટરબગ’ પોઝ આપ્યો હતો. આ દરમિયાન જ્યારે દીપિકાએ લાલ દુપટ્ટા સાથે ક્યૂટ સૂટ પહેર્યું હતું, ત્યારે રણવીરે કુર્તો-પાયજામો અને જેકેટ પહેર્યું હતું.

Leave a Reply

Your email address will not be published.