જાણો કેવું છે ‘કાવ્યા’ ના પાત્રને લઈને સાસુ યોગિતા બાલીનું રિએક્શન, મદાલસા શર્મા એ પોતે કર્યો ખુલાસો….

બોલિવુડ

રૂપાલી ગાંગુલી, સુધાંશુ પાંડે અને મદલસા શર્મા અભિનીત અનુપમાને દર્શકોનો ભરપૂર પ્રેમ મળી રહ્યો છે. આ અઠવાડિયે અનુપમાએ ફરીથી સૌથી વધુ ટીઆરપી મેળવીને રેકોર્ડ તોડ્યો છે. જણાવી દઈએ કે જ્યારથી અનુજ કપાડિયા ઉર્ફ ગૌરવ ખન્નાની એન્ટ્રી થઈ છે અનુપમાની ટીઆરપી આકાશને સ્પર્શી રહી છે. અનુપમાના કોલેજ ફ્રેંડ તરીકે અનુજની એંટ્રી થઈ છે. શોના ચાહકો અનુપમા અને અનુજની બોન્ડિંગને શોમાં ખૂબ પસંદ કરી રહ્યા છે. બીજી બાજુ અનુપમાની સૌથી સારી વાત એ છે કે દરેક પાત્રને દર્શકોએ પસંદ કર્યું છે.

અનુપમા હોય, વનરાજ હોય, અનુજ હોય કે પછી કાવ્યા, દરેક પાત્ર એ શોને ખાસ બનાવ્યો છે. જોકે શોમાં કાવ્યાની ભુમિકા નિભાવનાર મદલસા શર્માને તેની નેગેટિવ ભૂમિકાને કારણે ખૂબ અપમાનજનક કમેંટ મળી છે.

જણાવી દઈએ કે મદલસા શર્માએ તાજેતરમાં જ એ જણાવ્યું છે કે અનુપમા તેના ગ્રેડ શેડ પાત્ર પર મિથુન ચક્રવર્તી અને તેની પત્ની યોગિતા બાલીનું કેવું રિએક્શન રહ્યું છે. મદાલસા શર્માએ જણાવ્યું કે, “મારી સાસુને મને શોમાં જોવામાં મજા આવે છે. તે મારા પાત્રને તે રીતે જુવે છે જે રીતે હું તેને જોવ છું. મને લાગે છે કે કાવ્યા સ્વતંત્ર છે અને તે જે ઈચ્છે છે તેને મેળવવા માટે દરેક શક્ય પ્રયત્ન કરે છે.”

અનુપમા સ્ટાર મદાલસા જણાવે છે કે મને લાગે છે કે રિયલ લાઈફમાં આપણે બધા આવા જ છીએ અને કાવ્યા ની ભુમિકા ખૂબ જ રિલેવંટ છે. મારા માતાપિતા અને મારા સાસરિયા વાળા બંને મને જોવી પસંદ કરે છે. મારા પતિ (મીમોહ)ને પણ આવું જ લાગે છે. મદલસાએ એ પણ કહ્યું કે ઘર પર તેનો પરિવાર કામ ઉપરાંત અન્ય ચીજો વિશે વાત કરવી વધુ પસંદ કરે છે.

નોંધપાત્ર છે કે થોડા મહિના પહેલા મદલસા શર્માના સસરા મિથુન ચક્રવર્તી અનુપમા ટીમને સરપ્રાઈઝ આપવા માટે સેટ પર ગયા હતા. તે ફિલ્મ સિટીમાં એક પ્રોજેક્ટનું શૂટિંગ કરી રહ્યા હતા અને મદલસા માટે અનુપમાના સેટ પર આવી પહોંચ્યા હતા. મદલસા શર્માએ જણાવ્યું હતું કે તેને ખબર ન હતી કે તે ફિલ્મસિટીમાં શૂટિંગ કરી રહ્યા હતા અને તેણે સેટ પર જવાની યોજના બનાવી હતી. મિથુન ચક્રવર્તી અને તેની પત્ની યોગિતા બાલીએ મદાલસાને આશ્ચર્યચકિત કર્યા હતા અને દરેક તેનાથી ખુશ હતા.

છેલ્લે એક ખાસ વાત છે. જણાવી દઈએ કે ટીવી સિરિયલ ‘અનુપમા’ માં ‘કાવ્યા’ નું પાત્ર પહેલા કોઈ અન્ય અભિનેત્રીને ઓફર કરવામાં આવ્યું હતું. પરંતુ કોવિડ પોઝિટિવ હોવાને કારણે અભિનેત્રીએ ટીવી સિરિયલમાં કામ કરવાની મનાઈ કરી હતી. ત્યાર પછી આ પાત્ર મદલસાને ઓફર કરવામાં આવ્યું હતું.

મદાલસાએ એક લીડિંગ મીડિયા હાઉસને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, “કામ સાથે જોડાયેલી વાતો હું પોતાના પતિ અને સસરાને પણ પુછતી રહું છું. જ્યારે ટીવી સિરિયલની મને ઓફર મળી ત્યારે એક વખત મારા મનમાં વિચાર આવ્યો કે ફિલ્મો છોડીને ટીવી સિરિયલ કરવી કેટલું યોગ્ય રહેશે. આ વિશે મેં મારા પતિ અને સસરાને પણ પૂછ્યું ત્યારે તેમણે જ મને સલાહ આપી કે આ સિરિયલ મારે કરવી જોઈએ. ત્યાર પછી કાવ્યાનું પાત્ર સાંભળીને મને વધુ મજા આવી. આ ખૂબ જ ચેલેંજિંગ ભૂમિકા છે. તેને કરવામાં મને ખૂબ સારું લાગી રહ્યું છે.”