મળો ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ શો ના 12 કલાકારના રિયલ લાઈફ પાર્ટનરને, જુવો તેમની તસવીરો

મનોરંજન

નાના પડદાના એવા ઘણા કલાકારો છે, જેમણે પોતાની શ્રેષ્ઠ એક્ટિંગના દમ પર દર્શકોના દિલમાં પોતાના માટે એક ખાસ જગ્યા બનાવી છે. જોકે દરેકનો કોઈને કોઈ ફેવરિટ ટીવી શો હોય છે, જેને જોવા માટે લોકો યોગ્ય સમયે ટીવીની સામે બેસી જાય છે. તે જ ફેવરિટ ટીવી શોમાંથી એક શો “યે રિશ્તા ક્યા કહેલાતા હૈ” છે, જે દર્શકોની પહેલી પસંદ બનેલો છે. આ શો છેલ્લા ઘણા સમયથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે.

શોના તમામ કલાકારોએ પોતાની ભૂમિકા ખૂબ સારી રીતે નિભાવી છે અને પોતાની શ્રેષ્ઠ એક્ટિંગથી દર્શકોના દિલ જીતી લીધા છે. આ શો દર્શકોની વચ્ચે એટલો પસંદ કરવામાં આવી રહ્યો છે કે ધીમે ધીમે તે ટીઆરપીની રેસમાં પણ આગળ વધી રહ્યો છે. આ શોમાં ઘણા સંબંધો બન્યા છે અને ઘણા બગડ્યા પણ છે. સાથે જ ચાહકો અવારનવાર પોતાના ફેવરિટ કલાકારની પર્સનલ લાઈફ સાથે જોડાયેલી દરેક વાત જાણવા માટે ખૂબ આતુર રહે છે. આજે અમે તમને ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ શોમાં કામ કરતા કલાકારોના રિયલ લાઈફ પાર્ટનર વિશે જણાવીશું.

પૂજા જોષી: આ શોમાં વર્ષા મહેશ્વરીનું પાત્ર નિભાવનાર અભિનેત્રીનું નામ પૂજા જોશી છે. તેમના આ પરિવારને દર્શકોએ ખૂબ પસંદ કર્યો છે. અભિનેત્રી પૂજા જોશીએ બિઝનેસમેન મનીષ અરોરા સાથે લગ્ન કર્યા છે. તેમનો નાના પડદા સાથે દૂર-દૂર સુધી કોઈ સંબંધ નથી. અભિનેત્રી પૂજા જોશી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે પોતાની પર્સનલ લાઈફ સાથે જોડાયેલી કોઈને કોઈ પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

ક્ષિતિ જોગ: આ શોમાં ક્ષિતિ જોગે અક્ષરાની સાસુ એટલે કે દેવયાની સિંઘાનિયાની ભૂમિકા નિભાવી હતી. ક્ષિતિ જોગે મરાઠી અભિનેતા હેમંત ધોમે સાથે લગ્ન કર્યા છે.

શિરીન સેવાની: શિરીન સેવાની આ શોમાં જસમીત કૌર મહેશ્વરીની ભૂમિકા નિભાવી રહી છે. આ શોમાં જસમીત કૌર મહેશ્વરી અક્ષરાના નાના ભાઈ અંશુની પત્ની હતી. જણાવી દઈએ કે શિરીન સેવાનીના પતિનું નામ ઉદયન સચાન છે, જેને નાના પડદા સાથે કોઈ લેવાદેવા નથી, પરંતુ તે એર ઈન્ડિયામાં પાઈલટ છે.

મોહેના સિંહ: આ શોમાં મોહેના સિંહ, કીર્તિનું પાત્ર નિભાવી ચુકી છે. મોહેના સિંહના પતિનું નામ સુયશ રાવત છે. મોહેના સિંહ લગ્નના બંધનમાં બંધાયા પછી શોમાંથી બહાર થઈ ગઈ હતી.

સચિન ત્યાગી: યે રિશ્તા ક્યા કહલાતા હૈ શોમાં મનીષ ગોયનકાની ભૂમિકા નિભાવનાર અભિનેતાનું નામ સચિન ત્યાગી છે. સચિન ત્યાગીની પત્નીનું નામ રક્ષંદા ખાન છે, જે ટીવી ઈન્ડસ્ટ્રીની પ્રખ્યાત અભિનેત્રી રહી ચુકી છે.

પારુલ ચૌહાણ: આ શોમાં અભિનેત્રી પારુલ ચૌહાણે સ્વર્ણા મનીષ ગોયનકાનું પાત્ર નિભાવ્યું હતું. પારુલ ચૌહાણે ચિરાગ ઠક્કર સાથે લગ્ન કર્યા છે, જે ટીવીના પ્રખ્યાત અભિનેતા છે.

ચારુ આસોપા: આ સિરિયલની અભિનેત્રી સ્નેહા, ચારુ આસોપાએ બોલીવુડ ઈંડસ્ટ્રીની પ્રખ્યાત અભિનેત્રી અને ભૂતપૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેનના ભાઈ રાજીવ સેન સાથે લગ્ન કર્યા છે.

અલી હસન: આ શોમાં અભિનેતા અલી હસન અખિલેશ ગોયનકાની ભૂમિકા નિભાવી રહ્યા છે. અલી હસનની પત્નીનું નામ સબા છે.

લતા સભરવાલ: શોમાં રાજશ્રીનું પાત્ર નિભાવી ચુકેલી અભિનેત્રીનું નામ લતા સભરવાલ છે. શોમાં તેના પતિનું પાત્ર નિભાવતા જે સંજીવ સેઠ જોવા મળ્યા હતા તે જ રિયલ લાઈફમાં પણ તેમના પતિ છે.

પંખુરી અવસ્થી: આ શોમાં વેદિકાનું પાત્ર નિભાવી ચુકેલી અભિનેત્રી પંખુરી અવસ્થીએ અભિનેતા ગૌતમ રોડે સાથે લગ્ન કર્યા છે.

વિશાલ ઢીંગરા: આ શોમાં નૈતિકનું પાત્ર નિભાવી ચુકેલા અભિનેતા વિશાલ ઢીંગરાની પત્ની અદિતિ વાહી છે.

નિધિ ઉત્તમ: આ શોમાં અભિનેત્રી નિધિ ઉત્તમ એ નંદિની સિંઘાનિયાનું પાત્ર નિભાવ્યું છે. નિધિ ઉત્તમના પતિ મોહિત પાઠક છે, જે સિંગર છે.