આ છે “યે રિશ્તા ક્યા કહલાતા હૈ” શો ના 12 કલાકારના રિયલ લાઈફ પાર્ટનર્સ, જુવો તસવીરો

મનોરંજન

નાના પડદાની ઘણી એવી સિરિયલો છે જે લોકોની વચ્ચે ખૂબ જ લોકપ્રિય છે. તેમાંથી એક, સ્ટાર પ્લસ પર પ્રસારિત થતો “યે રિશ્તા ક્યા કહલાતા હૈ” શો દર્શકોની પહેલી પસંદ બનેલો છે. છેલ્લા ઘણા વર્ષોથી આ શો દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોમાં ભુમિકા નિભાવનાર ઘણા પાત્રો એવા છે, જેમણે પોતાની એક્ટિંગથી દર્શકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે અને દર્શકોને તેનું પાત્ર ખૂબ પસંદ પણ આવે છે. જોકે જોવામાં આવે તો યે રિશ્તા ક્યા કહેલાતા હૈ શોમાં ઘણા સંબંધો બન્યા તો ઘણા બગડ્યા પણ. આજે અમે તમને આ પોસ્ટ દ્વારા યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ટીવી સિરિયલના કેટલાક કલાકારોના રિયલ લાઈફ પાર્ટનરની તસવીર બતાવવા જઈ રહ્યા છીએ.

પૂજા જોશી: પૂજા જોશીએ આ શોમાં વર્ષા મહેશ્વરીની ભુમિકા નિભાવી હતી અને તેનું પાત્ર પણ દર્શકોને ખૂબ જ પસંદ આવ્યું હતું. પૂજા જોશીએ નાના પડદાની બહાર મનીષ અરોરા સાથે લગ્ન કર્યા છે. મનીષ અરોરા એક બિઝનેસમેન છે. તેમનો નાના પડદા સાથે દૂર દૂર સુધી કોઈ પણ સંબંધ નથી. પૂજા જોશી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે પોતાની પર્સનલ લાઈફ સાથે જોડાયેલી કોઈને કોઈ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

ક્ષિતિ જોગ: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ સીરિયલમાં, ક્ષિતિ જોગે અક્ષરાની સાસુ એટલે કે દેવયાની ગોયંકાની ભૂમિકા નિભાવી હતી. તેના પતિ નાના પડદા સાથે નહિં પરંતુ તમિલ સિનેમા સાથે જોડાયેલા છે. ક્ષિતિ જોગના પતિનું નામ હેમંત ધોમે છે, જે મરાઠી અભિનેતા છે.

શિરીન સેવાની: શિરીન સેવાની ટીવીની પ્રખ્યાત સીરીયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં જસમીત કૌર મહેશ્વરીની દમદાર ભૂમિકા નિભાવતા જોવા મળે છે. આ શોમાં જસમીત કૌર મહેશ્વરી અક્ષરાના નાના ભાઈ અંશુની પત્ની હતી. તમને જણાવી દઈએ કે શિરીન સેવાનીના પતિ નાના પડદા સાથે જોડાયેલા નથી, પરંતુ તે એક પાયલટ છે. હા, શિરીન સેવાનીના પતિ ઉદયન સચાન એર ઈન્ડિયામાં પાઈલટ છે.

મોહના સિંહ: યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં કિર્તીની દમદાર ભુમિકા મોહિના સિંહ નિભાવતી હતી પરંતુ લગ્નના બંધનમાં બંધાયા પછી તે શોમાંથી બહાર થઈ ગઈ હતી. મોહના સિંહે તાજેતરમાં સુયશ રાવત સાથે લગ્ન કર્યા છે.

સચિન ત્યાગી: આ શોમાં સચિન ત્યાગી મનીષ ગોયંકાનું પાત્ર નિભાવી રહ્યા છે. તેમની પત્નીનું નામ રક્ષંદા ખાન છે. રક્ષંદા ખાન પણ ટીવી ઈન્ડસ્ટ્રીની પ્રખ્યાત પર્સનાલિટી રહી છે.

પારુલ ચૌહાણ: આ શોમાં સ્વર્ણા મનીષ ગોયંકાનું પાત્ર પારુલ ચૌહાણે નિભાવતી હતી. પારુલે ટીવી અભિનેતા ચિરાગ ઠક્કર સાથે લગ્ન કર્યા છે.

ચારુ અસોપા: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ સિરિયલની સ્નેહા ચારુ અસોપાએ અભિનેતા રાજીવ સેન સાથે લગ્ન કર્યા છે. રાજીવ સેન બોલીવુડ ઈંડસ્ટ્રીની પ્રખ્યાત અભિનેત્રી અને ભૂતપૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેનના ભાઈ છે.

અલી હસન: અલી હસન આ શોમાં અખિલેશ ગોયંકાનું પાત્ર નિભાવે છે. તેમની પત્ની સબા છે.

લતા સભરવાલ: આ શોમાં રાજશ્રીનું પાત્ર નિભાવનાર અભિનેત્રી લતા સભરવાલના પતિનું નામ સંજીવ સેઠ છે, જે આ શોમાં તેના પતિની ભૂમિકા નિભવતા જોવા મળતા હતા. રિયલ લાઈફમાં પણ તે જ તેના પતિ છે.

નિધિ ઉત્તમ: નિધિ ઉત્તમ આ શોમાં નંદની સિંઘાનિયાનું પાત્ર નિભાવતી હતી. તેના પતિનું નામ મોહિત પાઠક છે, જે વ્યવસાયે એક સિંગર છે.

પંખુરી અવસ્થી: આ શોમાં વેદિકાના રોલમાં પંખુરી અવસ્થી જોવા મળી હતી. તેમણે અભિનેતા ગૌતમ રોડે સાથે લગ્ન કર્યા છે.

વિશાલ ઢીંગરા: આ શોમાં નૈતિકની ભૂમિકા વિશાલ ઢીંગરા નિભાવતા જોવા મળ્યા હતા. તેમની પત્નીનું નામ અદિતિ વાહી છે.