વર્ષો પછી આમિર ખાનના ભાઈ ફૈઝલ ખાને તોડ્યું મૌન, પરિવાર પર જ લગાવ્યા આ ગંભીર આક્ષેપો

બોલિવુડ

બોલિવૂડના પરફેક્શનિસ્ટ એક્ટર તરીકે જાણીતા આમિર ખાનના ભાઈ ફૈઝલ ખાન આજકાલ હેડલાઇન્સમાં છે. ખરેખર, ફૈઝલ ખાનનું એક નિવેદન મીડિયામાં ચર્ચાનો વિષય બની ગયું છે. જેમાં ફૈઝલ પોતાના જ પરિવાર પર ઘણા ગંભીર આક્ષેપો કરી રહ્યા છે. જણાવી દઈએ કે ફૈઝલ ખાને તેના પરિવાર પર  તેમને પરેશાન કરવાનો અને તેને ઘર છોડવા માટે દબાણ કરાવા માટેના આરોપ લગવ્યા છે.

આ સાથે જ, ફૈઝલ ખાને મીડિયામાં ઘણા ચોંકાવનારા ખુલાસા પણ કર્યા છે. ફૈઝલ ખાને પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે તેના પરિવારના સભ્યો તેમને ખૂબ પરેશાન કરતા હતા. એટલું જ નહીં, પરિવાર તરફથી તેમને 1 વર્ષ સુધી દબાણપૂર્વક દવા પણ આપવામાં આવી છે. આ સિવાય ફૈઝલે કહ્યું કે તેને ઘરમાં બંધ રાખ્યો હતો અને ઘરની બહાર આવવા દેવામાં આવતો ન હતો. જો કે, પરિવારના આવા વર્તન વિશે વાત કરતા ફૈઝલે કહ્યું કે તે બધું તેના અને પરિવાર વચ્ચેની ગેરસમજને કારણે થયું છે.

આટલા માટે ફૈઝલ થયો પરિવારની વિરુદ્ધ

અહેવાલો અનુસાર, ફૈઝલ ખાનનો દાવો છે કે તેનો પરિવાર તેને હેરાન કરતો હતો, પરંતુ તેને આ બધું સહન કરવું પડ્યું કારણ કે તેને પરિવાર પર વિશ્વાસ હતો અને ફૈઝલને લાગતું હતું કે કોઈક સમયે પરિવાર તેને સમજશે. ફૈઝલે આગળ કહ્યું કે તેમને લાગ્યું કે તેણે થોડી વધારે રાહ જોવી જોઇએ જેથી તેના પરિવારજનોને વિશ્વાસ આવે કે તે પાગલ નથી.પરંતુ ધીમે ધીમે ફૈઝલ પાસેથી બધા હક છીનવ્યા પછી, તેને ખ્યાલ આવી ગયો કે તેની સાથે વધારે થઈ રહ્યું છે. ત્યાર પછી ફૈઝલે પોતાના હક માટે લડવાનું નક્કી કર્યું. જણાવી દઇએ કે ફૈઝલે તેના પરિવાર વિરુદ્ધ કોર્ટમાં અરજી કરી હતી, ત્યાર પછી કોર્ટે પણ ફૈઝલની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.

ફિલ્મ ‘મેલા’ થી મળી હતી ફૈઝલને ઓળખ

જણાવી દઈએ કે એક સમય એવો હતો જ્યારે ફૈઝલ બોલિવૂડની ફિલ્મોમાં અભિનેતા તરીકે કામ કરતો હતો. આટલું જ નહીં, ફૈઝલે ઈન્ડસ્ટ્રીમાં સારી ઓળખ પણ બનાવી હતી. પરંતુ ફૈઝલની જીંદગીમા એક એવો સમય આવ્યો જ્યારે તે ફિલ્મોથી દૂર થવા લાગ્યો અને તે માનસિક બિમારીથી પીડિત થયો. તે જ સમયે, ફિલ્મ મેલામાં ફૈઝલને સારી ઓળખ મળી. આ ફિલ્મમાં ટ્વિંકલ ખન્ના અને આમિર ખાન મુખ્ય ભૂમિકામાં હતા જ્યારે ફૈઝલે સાઈડ રોલ નિભાવ્યો હતો. આ ફિલ્મમાં ફૈઝલે આમિરના ભાઈનો રોલ નિભાવ્યો હતો. જો કે, આ ફિલ્મ દર્શકોને ખૂબ પસંદ આવી હતી અને આ ફિલ્મ ભારતીય સિનેમા જગતમાં એક સીમાચિહ્નરૂપ સાબિત થઈ હતી.

બીજી બાજુ, જો આપણે ફૈઝલ ખાનની કારકિર્દીની વાત કરીએ, તો ફૈઝલે વર્ષ 1969 માં ફિલ્મ પ્યાર કા મૌસમથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મ ફૈઝલની પ્રથમ ફિલ્મ હતી, જેમાં ફૈઝલે શશી કપૂરના બાળપણનું પાત્ર નિભાવ્યું હતું. ત્યાર પછી ફૈઝલે આમિર ખાન સ્ટારર ફિલ્મ ક્યામાત સે કયામત તકમાં વિલનનું પાત્ર નિભાવ્યું હતું, જેને દર્શકોએ ખૂબ પસંદ કર્યું હતું.ફિલ્મની સફળતા પછી ફૈઝલે ઘણી ફિલ્મોમાં કામ કર્યું. એટલું જ નહીં, ફૈઝલે જો જીતા વહીં  સિકંદર અને મદહોશ જેવી ફિલ્મોમાં પોતાની જોરદાર એક્ટિંગ બતાવી. પરંતુ ફૈઝલને કેટલીક પસંદગીની ફિલ્મો સિવાય ઇન્ડસ્ટ્રીમાં કોઈ ખાસ ઓળખ મળી નહીં.

Leave a Reply

Your email address will not be published.