KGF સ્ટાર યશ બે બાળકોના છે પિતા, જુઓ KGF સ્ટાર યશની પરિવાર સાથેની સુંદર તસવીરો

બોલિવુડ

ટોલીવુડના સુપરસ્ટાર રોકી ભાઈના લાખો લોકો એટલા દીવાના છે કે તેમની ક્ષણ-ક્ષણ અપડેટ્સ જોવા અને જાણવા ઈચ્છે છે. આટલું જ નહીં, અભિનેતા પણ તેમના ચાહકો સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેમની સાથે પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ સાથે જોડાયેલી માહિતી શેર કરતા રહે છે.

હાલના સમયમાં KGF સ્ટાર યશ અને તેમના લાડલા પુત્ર યથર્વનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ખરેખર આ વીડિયોને યશની પત્ની રાધિકા પંડિતે તેના ઈન્સ્ટા હેન્ડલ પરથી શેર કર્યો છે, જેમાં પિતા-પુત્રની ખાટી-મીઠી નોકજોક જોવા મળી રહી છે. આ વીડિયોમાં રોકી ભાઈ પોતાના જુનિયર યશને સવાલ પૂછે છે કે પાપા કોણ છે? જેના પર યથર્વ તેને ‘બેડ બોય’ કહે છે.

KGF સ્ટાર યશને પુત્ર એ કહ્યું ‘બેડ બોય’: ત્યાર પછી યશ તેને પૂછે છે કે તમારી માતા કોણ છે, તો ખૂબ જ ક્યૂટનેસ સાથે યથર્વ જવાબ આપે છે કે ‘મમ્મા ઈઝ ગુડ ગર્લ’. જો કે, યશ તેની પાસે સતત પ્રસંશા કરાવવાના પ્રયત્નોમાં લાગી રહે છે પરંતુ તેને સફળતા મળતી નથી.

 

View this post on Instagram

 

A post shared by Radhika Pandit (@iamradhikapandit) 

રોકિંગ સ્ટાર યશની પત્ની રાધિકા પંડિતે પુત્ર યથર્વનો ખૂબ જ ક્યૂટ વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં યથર્વ અને યશ વચ્ચેની વાતચીત ખૂબ જ ફની છે. સોશિયલ મીડિયા પર ચાહકોને યશ અને તેના પુત્રનો આ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

આ ક્યૂટ વીડિયોને શેર કરતા રાધિકાએ કેપ્શનમાં લખ્યું છે કે, ‘નિર્ણય આવી ગયો છે’. યશની પત્ની રાધિકા કન્નડ સિનેમાની પ્રખ્યાત અભિનેત્રી છે. તેની યશ સાથે મુલાકાત વર્ષ 2007માં એક ટીવી શોના સેટ પર થઈ હતી. આ બંનેએ લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા પછી વર્ષ 2016માં લગ્ન કર્યા હતા.

નોંધપાત્ર છે કે ફિલ્મોમાંથી બ્રેક પર રહેલા સાઉથ સુપરસ્ટાર યશ આ દિવસોમાં પોતાના પરિવાર સાથે નવરાશનો સમય પસાર કરી રહ્યા છે. આ દરમિયાન, યશની પત્ની રાધિકા પંડિતે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં યશ તેના પુત્ર યથર્વને પૂછતા જોવા મળે છે કે તેના પિતા કોણ છે.

તેના પર જુનિયર યશ તેને બેડ બોય કહી રહ્યો છે. ત્યાર પછી યશ તેને પૂછે છે કે તમારી માતા કોણ છે, તો ખૂબ જ ક્યૂટ સ્ટાઈલમાં યથર્વ કહે છે કે મમ્મા ઈઝ ગુડ ગર્લ. યશના સવાલોનો આ સિલસિલો સતત ચાલુ રહે છે, પરંતુ યથર્વ તેના જવાબોથી બિલકુલ ટસથી મસ થતો નથી. સોશિયલ મીડિયા પર જુનિયર યશનો આ વીડિયો ખૂબ જ છવાયેલો છે.

આ કપલના ઘરે વર્ષ 2018 માં પુત્રી અને 2019 માં પુત્રનો જન્મ થયો. યશને તેના પરિવાર સાથે સમય પસાર કરવો ખૂબ પસંદ છે, તેથી તે તેના પરિવાર સાથે સમય પસાર કરવા માટે કામમાંથી સમય કાઢી લે છે.