શાહરૂખ-સલમાન વિશે આવું વિચારે છે KGF સ્ટાર યશ, કહ્યું- તે બંને મારા…..

બોલિવુડ

કન્નડ સિનેમાના સુપરસ્ટાર યશ આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ KGF ચેપ્ટર 2 ને લઈને ખૂબ જ ચર્ચામાં છે. આ ફિલ્મની ચાહકો પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તાજેતરમાં યશ પોતાની આગામી ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કરી રહ્યા છે. ફિલ્મની ટીમ પણ અભિનેતાની સાથે પ્રમોશનમાં વ્યસ્ત ચાલી રહી છે.

નોંધપાત્ર છે કે યશને ફિલ્મ KGF ચેપ્ટર 1 થી મોટી અને ખાસ ઓળખ મળી હતી. વર્ષ 2018માં આવેલી આ ફિલ્મ એ 250 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી અને યશને સુપરસ્ટાર બનાવ્યો હતો. યશની તેની શ્રેષ્ઠ એક્ટિંગ માટે ખૂબ પ્રસંશા કરવામાં આવી હતી. સાથે જ ત્યાર પછી તેની સરખામણી બોલીવુડના મોટા સ્ટાર્સ સાથે પણ થઈ રહી છે.

36 વર્ષના યશની સરખામણી ઘણા પ્રસંગો પર બોલિવૂડના બે મોટા સુપરસ્ટાર સલમાન ખાન અને શાહરૂખ ખાન સાથે કરવામાં આવે છે. જો કે હવે યશે આ બાબત પર પોતાની વાત કહી છે. હિન્દી સિનેમાના પ્રખ્યાત કલાકારો સાથે પોતાની સરખામણી પર યશે શું કહ્યું? ચાલો તમને તેના વિશે જણાવીએ.

શાહરૂખ અને સલમાન સાથે પોતાની સરખામણી થવા પર યશે તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “હું સિનેમા કિડ છું. હું તેમની ફિલ્મો જોઈને મોટો થયો છું. હું તમને એ પણ જણાવી દવ કે અહીં કોઈ પણ પરમેનેંટ નથી. તે સુપરસ્ટાર છે અને તેમનો અનાદર કરવો અને તેમની સરખામણી કરવી ખોટું છે. આ બંને અભિનેતા બનવા માટે મારી પ્રેરણા છે. આ બંને ઈંડસ્ટ્રીના પિલર્સ છે.”

8 જાન્યુઆરી 1986ના રોજ કર્ણાટકના હાસનમાં જન્મેલા યશ એક સમયે મધ્યમવર્ગીય પરિવાર સાથે સંબંધ ધરાવતા હતા. મૈસૂરમાં તેમનું બાળપણ પસાર થયું છે અને ત્યાં તેમનો અભ્યાસ પણ થયો છે. તેમના પિતા BMTC બસ ડ્રાઈવર હતા. કહેવાય છે કે યશ શરૂઆતથી જ અભિનેતા બનવા ઈચ્છતા હતા અને હવે દેશ અને દુનિયામાં તેમનું નામ છે.

પોતાના એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે, “મને એક્સ્ટ્રા અટેંશન પસંદ હતું જે અભિનેતાને મળે છે, સીટી વગાડવી અને બીજું બધું. હું ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરતો હતો અને ડાંસ કરતો હતો. તેનાથી મને ખૂબ જ ખુશી મળતી હતી અને આ રીતે બધું શરૂ થયું અને આજે હું અહીં આવ્યો”.

યશ છેલ્લા 15 વર્ષથી ફિલ્મોમાં કામ કરી રહ્યા છે, જોકે KGF 1 તેની કારકિર્દીમાં એક સીમાચિહ્નરૂપ સાબિત થઈ. આ ફિલ્મ એ તેને દેશ અને દુનિયામાં લોકપ્રિય બનાવ્યો હતો. આ ફિલ્મ ત્યારે 250 કરોડની કમાણી કરનાર પહેલી કન્નડ ફિલ્મ બની હતી. વર્ષ 2007માં તેની પહેલી ફિલ્મ જાંભદા હુદુગી આવી હતી પરંતુ તેમાં તેણે મુખ્ય ભૂમિકા નિભાવી ન હતી. પરંતુ તે સહાયક ભૂમિકામાં જોવા મળ્યા હતા.

યશ ત્યારથી લઈને આજ સુધી ઘણી ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. હવે તેમની ફિલ્મ ‘KGF ચેપ્ટર 2’ મોટા પડદા પર 14 એપ્રિલે રિલીઝ થવા જઈ રહી છે. ફરી એકવાર દર્શકો યશને મોટા પડદા પર દમદાર ભૂમિકામાં જોવા મળશે. જણાવી દઈએ કે તાજેતરમાં જ આ ફિલ્મનું ટ્રેલર સામે આવ્યું છે જેને જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો છે.

માનવામાં આવી રહ્યું છે કે KGF ચેપ્ટર 2 KGF 1 કરતાં પણ વધુ લોકપ્રિય અને સફળ થવાની છે. ફિલ્મને લઈને દર્શકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જણાવી દઈએ કે યશ આ ફિલ્મમાં ફરીથી રોકીનું પાત્ર નિભાવી રહ્યા છે. તેની સાથે મુખ્ય ભુમિકામાં સંજય દત્ત, રવિના ટંડન, શ્રીનિધિ શેટ્ટી, પ્રકાશ રાજ પણ જોવા મળશે.

યશે આ ફિલ્મ માટે લગભગ 25 થી 27 કરોડ રૂપિયા જેટલી મોટી ફી વસૂલ કરી છે. સાથે જ સંજય દત્તને આ ફિલ્મ માટે લગભગ 9 કરોડ રૂપિયા ફી તરીકે મળી રહ્યા છે જ્યારે રવિના ટંડનને 1 થી 2 કરોડ રૂપિયા ફી તરીકે મળી રહ્યા છે. સંજય ‘અધીરા’ જ્યારે રવિના રમિકા સેનના પાત્રમાં જોવા મળવાની છે.