આ કારણે RRR અને ‘ધ કશ્મીર ફાઈલ્સ’ જોઈ શકતા નથી યશ, સવાલ પૂછવા પર આપ્યો આ જવાબ

બોલિવુડ

કન્નડ ફિલ્મોના સુપરસ્ટાર યશ આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ KGF 2ના પ્રમોશનમાં ખૂબ જ વ્યસ્ત છે. આ ફિલ્મ બહુપ્રતીક્ષિત ફિલ્મ છે, જેની સિનેમાપ્રેમીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જણાવી દઈએ કે આ પહેલા KGF ચેપ્ટર 1 એ દેશ અને દુનિયામાં ખૂબ લોકપ્રિયતા મેળવી હતી.

KGF 1 ફિલ્મ વર્ષ 2018માં આવી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ખૂબ જ લોકપ્રિયતા અને સફળતા મેળવી હતી. ત્યાર પછી આ ફિલ્મ 250 કરોડ રૂપિયની કમાણી કરનાર પહેલી કન્નડ ફિલ્મ બની હતી. તેની અપાર સફળતા પછી તેના બીજા ભાગને લઈને ચાહકોમાં ખૂબ જ ઉત્સુકતા જોવા મળી રહી હતી.

KGF 2ની રાહ જોઈ રહેલા દર્શકોની રાહ ટૂંક સમયમાં સમાપ્ત થવા જઈ રહી છે. કારણ કે આ ફિલ્મ 14 એપ્રિલે દેશ અને દુનિયામાં રિલીઝ થવા જઈ રહી છે. હાલમાં યશ પોતાની આ ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા છે. તે સતત ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ દરમિયાન યશે તાજેતરમાં આવેલી બે ફિલ્મો ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ અને ‘RRR’ વિશે વાત કરી છે.

‘KGF 2’ના પ્રમોશન દરમિયાન એક ઈન્ટરવ્યુમાં તેણે આ વાતનો ખુલાસો કર્યો છે કે તેણે હજુ સુધી અનુપમ ખેર અને મિથુન ચક્રવર્તીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ અને જુનિયર એનટીઆર અને રામ ચરણની ફિલ્મ ‘RRR’ જોઈ નથી. આ સાથે KGF સ્ટારે તેની પાછળનું કારણ પણ જણાવ્યું છે.

KGF 2 ના યશ પોતાની ફિલ્મના પ્રમોશન માટે તાજેતરમાં જ એક ટીવી ચેનલ પર પહોંચ્યા હતા. ત્યારે તેમને ઈન્ટરવ્યુ દરમિયાન આ બંને ફિલ્મો સાથે જોડાયેલા સવાલ પૂછવામાં આવ્યા હતા. યશને પૂછવામાં આવ્યું કે, ‘શું મણે ‘RRR’ અને ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ જોઈ છે?

યશે આ સવાલનો જવાબ આપતા કહ્યું કે, ‘ના, મેં નથી જોઈ, હું જોવા ઈચ્છું છું પરંતુ અત્યારે સમય મળી રહ્યો નથી જોવાનો’. આ સાથે યશે આગળ મજાકમાં કહ્યું કે, ‘હું અત્યારે માત્ર KGF જોઈ રહ્યો છું’.

RRR અને ‘ધ કાશ્મીર ફાઇલ્સ’એ મચાવી ધૂમ: જણાવી દઈએ કે આ દિવસોમાં દરેક જગ્યાએ માત્ર બે જ ફિલ્મોની ચર્ચા થઈ રહી છે. એકનું નામ છે ‘ધ કશ્મીર ફાઇલ્સ’ અને એકનું નામ છે ‘RRR’. ‘ધ કશ્મીર ફાઇલ્સ’નું નિર્દેશન વિવેક અગ્નિહોત્રીએ કર્યું છે. કાશ્મીરી હિંદુઓ પર થયેલા અત્યાચાર પર બનેલી આ ફિલ્મ દરેકને પસંદ આવી છે. આ ફિલ્મ 11 માર્ચે રિલીઝ થઈ હતી. 14 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મ એ દુનિયાભરમાં 345 કરોડ રૂપિયાથી વધુનું કલેક્શન કર્યું છે. જ્યારે ભારતમાં ફિલ્મનું કુલ કલેક્શન 248 કરોડ રૂપિયા થઈ ગયું છે.

સાથે જ વાત હવે જુનિયર એનટીઆર અને રામ ચરણની ફિલ્મ ‘RRR’ની કરીએ તો તે ભારતીય સિનેમાની સૌથી મોટી ફિલ્મોમાંથી એક બની ચુકી છે. 550 કરોડ રૂપિયાના મોટા બજેટમાં બનેલી આ ફિલ્મનું નિર્દેશન એસએસ રાજામૌલી દ્વારા કરવામાં આવ્યું છે.

25 માર્ચે રિલીઝ થયેલી આ ફિલ્મ એ અત્યાર સુધીમાં હિન્દી વર્ઝનથી જ 200 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. સાથે જ ફિલ્મનું કુલ કલેક્શન 14 દિવસની અંદર 969 કરોડ રૂપિયાથી વધુ થઈ ગયું છે. ફિલ્મમાં અજય દેવગણ અને આલિયા ભટ્ટ પણ નાની-નાની ભુમિકામાં જોવા મળી રહ્યા છે.

KGF 2 ની વાત કરીએ તો ફરી એકવાર યશ ફિલ્મમાં રોકીની દમદાર ભૂમિકામાં જોવા મળશે. યશે પહેલા ભાગની સફળતા પછી પોતાની ફી પણ વધારી દીધી હતી. માહિતી મુજબ યશે KGF 2 માટે 25 થી 27 કરોડ રૂપિયાની ફી ચાર્જ કરી છે.

યશ સાથે ફરી એકવાર મુખ્ય ભુમિકામાં અભિનેત્રી શ્રીનિધિ શેટ્ટી જોવા મળશે. જેમને 4 કરોડ રૂપિયાની ફી મળી છે. KGF 2 માં હિન્દી સિનેમાના બે પ્રખ્યાત સ્ટાર સંજય દત્ત અને રવિના ટંડન પણ જોવા મળશે. જેમાં રવિના રાયકા સેન જ્યારે સંજય દત્ત અધીરાના પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મ હિન્દીની સાથે સાથે કન્નડ, તેલુગુ, તમિલ, મલયાલમ ભાષાઓમાં પણ રિલીઝ થશે.