‘ધ કશ્મીર ફાઇલ્સ’ જોયા પછી યામી ગૌતમનું છલક્યું દુઃખ, કહ્યું- કશ્મીરી પંડિતની પત્ની હોવાને કારણે..

બોલિવુડ

બોલિવૂડ ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કશ્મીર ફાઇલ્સ’ ના જલવા દિવસેને દિવસે વધી રહ્યા છે. ફિલ્મ જોયા પછી દરેક લોકો તેની પ્રસંશા કરી રહ્યા છે અને સાથે જ ફિલ્મ જોવાની લોકોને વિનંતી પણ કરી રહ્યા છે. ફિલ્મ રિલીઝ થયાના પહેલા જ દિવસથી બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે અને અત્યાર સુધીમાં તેણે લગભગ 50 કરોડની આસપાસનું કલેક્શન કરી લીધું છે.

માત્ર સામાન્ય લોકો જ નહીં પરંતુ બોલિવૂડ સેલેબ્સ પણ ‘ધ કશ્મીર ફાઇલ્સ’ની પ્રસંશા કરી રહ્યા છે. સાથે જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ફિલ્મની પ્રસંશામાં ઘણી વાતો બોલી ચુક્યા છે. હવે આ દરમિયાન બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી યામી ગૌતમે પણ ‘ધ કશ્મીર ફાઇલ્સ’ પર પોતાનું રિએક્શન આપ્યું છે. આ સાથે તેણે લોકોને આ ફિલ્મ જોવાની વિનંતી પણ કરી હતી. તેણે ટ્વીટ કરતા લખ્યું કે, આ ફિલ્મમાં તે અત્યાચારોની સ્ટોરી બતાવવામાં આવી છે જેમનો સામનો હિંદુઓ એ કર્યો હતો.

આ પહેલા અમે તમને એ જણાવવા ઈચ્છીએ છીએ કે યામી ગૌતમે પ્રખ્યાત ડાયરેક્ટર આદિત્ય ધર સાથે લગ્ન કર્યા છે. આદિત્ય ધરનો જન્મ કશ્મીરી પંડિત પરિવારમાં થયો હતો અને આ કારણથી યામી ગૌતમે કશ્મીર ફાઇલ્સ પર પોતાના કેટલાક રિએક્શન આપ્યા છે. યામીએ ટ્વીટ કરતા કહ્યું કે, “એક કશ્મીરી પંડિત સાથે લગ્ન કર્યા છે, તેથી હું જાણું છું કે આ શાંતિપ્રિય સમુદાયે કેટલો અત્યાચાર સહન કર્યો છે. પરંતુ દેશના મોટાભાગના લોકો તેનાથી અજાણ છે. અમને 32 વર્ષ અને એક ફિલ્મની જરૂર પડિ સત્ય જાણવા માટે.”

નોંધપાત્ર વાત એ છે કે સોશિયલ મીડિયા પર એવા ઘણા વીડિયો વાયરલ થયા છે જેમાં લોકો ‘ધ કશ્મીર ફાઇલ્સ’ જોયા પછી ખૂબ રડી રહ્યા છે. તેનું ઉદાહરણ આપતાં યામી ગૌતમે લખ્યું કે, “તમે કશ્મીરી પંડિતોના ઘણા વીડિયો જોયા હશે જે સિનેમાઘરોમાં ફિલ્મ #TheKashmirFiles જોયા પછી તૂટી ગયા હતા. આ ભાવના સાચી છે. તે દર્શાવે છે કે અમે કેટલા લાંબા સમય સુધી અમારા દુઃખ અને ત્રાસને છુપાવી રાખ્યું. અમારી પાસે રડવા માટે ખભા ન હતા અને અમારી અપીલ સાંભળવા માટે કોઈના કાન ખુલ્લા ન હતા.” યામી ગૌતમની સાથે તેના પતિ આદિત્ય ધરે પણ આ ફિલ્મને સમર્થન આપ્યું હતું અને તેમણે પણ લોકોને આ ફિલ્મ જોવાની વિનંતી કરી છે.

જણાવી દઈએ કે આ ફિલ્મમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, પલ્લવી જોશી અને દર્શન કુમાર જેવા કલાકારો છે. 11 માર્ચે રિલીઝ થયેલી આ ફિલ્મને બોક્સ ઓફિસ પર સારો રિસ્પોંસ મળી રહ્યો છે. વિવેક અગ્નિહોત્રીની પત્ની અને અભિનેત્રી પલ્લવી જોશીએ પણ તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે આ ફિલ્મ બનાવવા માટે તેને ઘણા લોકો દ્વારા ધમકી આપવામાં આવી હતી અને તેને ઘણા સંઘર્ષનો સામનો કરવો પડ્યો હતો.

જોકે તેમણે આ ફિલ્મ ખૂબ સારી રીતે બનાવી અને વર્ષ 1990 ના સમયના કશ્મીરી પંડિતોના તે દુઃખને જણાવ્યું જેનાથી ઘણા લોકો અજાણ હતા. સાથે જ વાત કરીએ યામી ગૌતમના વર્ક ફ્રન્ટની તો, તે ટૂંક સમયમાં ‘દાસવી’, ‘અ થર્સ્ડે’, ‘લોસ્ટ’ અને ‘ઓહ માય ગોડ’ જેવી ફિલ્મોમાં જોવા મળશે.