યામી ગૌતમના લગ્નની ઈનસાઈડ તસવીરો પર ચાહકોએ ખૂબ લૂટાવ્યો પ્રેમ, જમીન પર બેસીને પહેરી પાયલ…

બોલિવુડ

ગઈકાલે હિન્દી સિનેમાની એક અન્ય જાણીતી અને સુંદર અભિનેત્રી યામી ગૌતમે પોતાનું ઘર વસાવી લીધું છે. કાલે યામીએ લગ્ન કરી લીધા છે. જણાવી દઈએ કે યામીએ ફિલ્મ નિર્દેશક આદિત્ય ધર સાથે સાત ફેરા લીધા છે. આદિત્ય ધાર બોલીવુડની બ્લોકબસ્ટર ફિલ્મ ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈકનું નિર્દેશન કરી ચુક્યા છે. આ ફિલ્મમાં યામી ગૌતમ અને વિકી કૌશલ મુખ્ય ભૂમિકામાં હતા. યામી પોતાની જ ફિલ્મના ડિરેક્ટર સાથે લગ્ન બંધનમાં બંધાઈ ગઈ છે.

લગ્નના બંધનમાં બંધાયા પછી યામી ગૌતમે લગ્નની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તેના ચાહકોને અભિનેત્રીએ સોશિયલ મીડિયા દ્વારા તેના લગ્ન વિશે માહિતી આપી હતી. યામી દ્વારા લગ્નની તસવીરો શેર કરતાની સાથે જ યામી અને આદિત્યને અભિનંદન આપનારા લોકોની લાઈન લાગી ગઈ છે.

જણાવી દઈએ કે યામી ગૌતમની સોશિયલ મીડિયા પર જોરદાર ફેન ફોલોઇંગ છે. તેણે જેવી પોતાના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી. જોત જોતામાં તે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગઈ. ચાહકોની સાથે બોલીવુડ કલાકારોએ પણ આ કપલને લગ્નની શુભેચ્છા પાઠવી છે.

યામીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી લગ્નની તસવીર શેર કરી છે. તસવીર શેર કરતા તેણે લખ્યું છે કે, ‘તમારા પ્રકાશમાં મે પ્રેમ શીખ્યો છે – રૂમી. અમારા પરિવારોના આશીર્વાદ સાથે આજે અમે લગ્ન કર્યા છે. અમે આ ઉત્સવ માત્ર અમારા પરિવાર સાથે જ ઉજવ્યો છે. અમને તમારા પ્રેમ અને શુભેચ્છાઓની જરૂર છે.’ આજ સુધી આ તસવીરને 12 લાખથી વધુ લાઈક્સ મળી ચુકી છે. યામીના લગ્નની તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. બીજી તરફ યામીના લગ્નની કેટલીક ઈનસાઈડ તસવીરો વાયરલ થઈ છે.

યામી દ્વારા પોતાના લગ્નની તસવીર શેર કર્યા પછી હવે અભિનેત્રીના લગ્નની અન્ય તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. આ તસવીરોમાં જોઇ શકાય છે કે લગ્નમાં ધાર્મિક વિધિ કરવામાં આવી રહી છે. તેની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર વૂંપલા દ્વારા શેર કરવામાં આવી છે.

એક તસ્વીરમાં, જોઇ શકાય છે કે કોઈ યામી ગૌતમને પાયલ પહેરાવી રહ્યું છે. અભિનેત્રી જમીન પર બેઠી છે અને તે લગ્ન માટે તૈયાર થઈ રહી છે. જ્યારે અન્ય તસ્વીરોમાં યામી અને આદિત્ય અગ્નિની સામે બેઠા છે. લગ્નનાં લાલ આઉટફિટમાં યામી ખૂબ જ સુંદર લાગી રહી હતી. અને આદિત્યએ આ સમયે સફેદ શેરવાની પહેરી હતી.

યામી ગૌતમ અને આદિત્ય ધરને તેમના લગ્ન માટે દરેક બાજુથી અભિનંદન અને શુભેચ્છાઓ મળી રહી છે. જણાવી દઈએ કે આ લગ્ન ખૂબ ગુપ્ત રાખવામાં આવ્યા હતા. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને, યામી અને આદિત્યએ ગુપ્ત રીતે સાત ફેરા લીધાં. લગ્નમાં પરિવારના સભ્યો અને કેટલાક નજીકના લોકો જ શામેલ થયા હતા.

જણાવી દઈએ કે આદિત્ય ધર દિગ્દર્શકની સાથે સાથે લેખક અને ગીતકાર પણ છે. તેમના દ્વારા નિર્દેશિત પહેલી ફિલ્મ ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક હતી. તો યામી ઉરી ઉપરાંત એક્શન જેકસન, કાબિલ, સનમ રે, બત્તી ગુલ મીટર ચાલુ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.