નવી નવેલી દુલ્હનના લુકમાં એયરપોર્ટ પહોંચી યામી ગૌતમ, દેશી લુકે બધાને કર્યા ઈમ્પ્રેસ, જુવો તસવીરો

બોલિવુડ

બોલિવૂડ અભિનેત્રી યામી ગૌતમે જૂન મહિનામાં ફિલ્મમેકર આદિત્ય ધર સાથે લગ્ન કર્યા હતા અને આજ સુધી તેમની ઉપરથી નવી દુલ્હનનો રંગ ઉતર્યો નથી. યામી ગૌતમ નવી દુલ્હનની જેમ લાલ સૂટમાં મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. લાલ રંગના સૂટમાં તે ખૂબ સુંદર લાગી રહી હતી. યામીના આ ટ્રેડિશનલ લુકને લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવ્યો અને તેની વાયરલ થઈ રહેલી તસવીરોને ખૂબ લાઈક મળી રહી છે.

યામીએ જે સૂટ પહેર્યું હતું તેના પર હેંડ એમ્બ્રોડરી વર્ક હતું. જે રેશમી દોરા વડે કરવામાં આવ્યું હતું. સૂટ પર દોરાની મદદથી પાંદડીઓ બનાવવામાં આવી હતી અને તેના ઉપર સુંદર વર્ક કરવામાં આવ્યું હતું. સૂટનું ગળું રાઉન્ડ નેકલાઈનનું હતું અને ફુલ સ્લીવ્સની બાજૂ હતી.

મુંબઈ એરપોર્ટ પહોંચેલી યામીના હાથમાં લાલ રંગની બંગડી હતી અને માથા પર તેમણે લાલ રંગની બિંદી લગાવી હતી. એટલે કે તે સંપૂર્ણ રીતે નવી દુલ્હનના લુકમાં એયરપોર્ટ પર પહોંચી હતી. તેણે કાનમાં બ્લેક કલરની લાંબી એરિંગ્સ પહેરી હતી જે તેના પર ખૂબ સરસ લાગી રહી હતી. જ્યારે પગમાં તેણે સિલ્વર હીલ્સ પહેરી હતી.

લગ્ન પછી યામીએ ટ્રેડિશનલ લુક અપનાવ્યો છે. આ પહેલા પણ તેને રેડ સૂટમાં સ્પોટ કરવામાં આવી હતી અને તે દરમિયાન પણ તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. નોંધપાત્ર વાત છે કે અભિનેત્રી યામી ગૌતમે આ વર્ષે જૂન મહિનામાં ફિલ્મમેકર આદિત્ય ધર સાથે લગ્ન કર્યા હતા. યામીએ તેના વતન હિમાચલ પ્રદેશમાં સાદગી સાથે લગ્ન કર્યા હતા. કોરોનાને કારણે તેમના લગ્નમાં માત્ર પરિવારના સભ્યો હાજર હતા.

યામીએ પોતાના હિમાચલ વાળા ઘરેથી જ લગ્ન કર્યા હતા. આ લગ્ન હિમાચલી રિવાજો સાથે થયાં. લગ્નના દિવસે યામીએ લાલ રંગની સાડી પહેરી હતી. લગ્ન પછી યામીએ જણાવ્યું હતું કે તેમણે પોતાની માતાની સાડી પહેરી હતી અને પોતાનો મેકઅપ પણ જાતે જ કર્યો હતો. યામીને લગ્ન કરવામાં તેની બહેન સુરીલી ગૌતમે પણ તેની મદદ કરી હતી અને દરેક જરૂરિયાતનું ધ્યાન રાખ્યું હતું.

સાડી ઉપરાંત યામીએ પહેરેલા ઘરેણાં પણ ખાનદાની હતા. યામીએ સેમી સિલ્કની મરૂન સાડી પહેરી હતી. સાડીની સાથે સોનાનો માંગ ટીકો, હાર, એક લંબો હાર અને મોટી નથ પહેરી હતી. આ ઘરેણા યામીને તેની માતા અને નાનીએ આપ્યા હતા.

યામીએ લગ્ન પછીના આ લુકનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે તેની સાડી 33 વર્ષ જૂની હતી. જે તેની માતાની હતી. સાડીની સાથે જે માથા પર દુપટ્ટો તેમણે લીધો હતો અને જે નથ પહેરી હતી તે તેની નાનીએ તેને આપી હતી. યામી ગૌતમના કહેવા મુજબ નાનીએ ઘણા સમય પહેલા આ પહાડી નથ ખાસરીતે તૈયાર કરાવી હતી. તે ઈચ્છતી હતી કે હું તેને લગ્નમાં પહેરુ. આ ખાસ અને અલગ લુકમાં યામી લગ્નના દિવસે ખૂબ જ સુંદર લાગી રહી હતી. જ્યારે તેણે સોશિયલ મીડિયા પર તેની તસવીરો શેર કરી ત્યારે તે વાયરલ થઈ ગઈ હતી. દરેકને યામીનો આ લુક ખૂબ પસંદ આવ્યો હતો.