આ વૃક્ષની પૂજા કરવાથી તમારી બધી ઈચ્છા થઈ જશે પૂર્ણ, મળશે પ્રગતિ

ધાર્મિક

વૃક્ષો-છોડ આપણા પર્યાવરણને શુદ્ધ રાખવાની સાથે સાથે આસ-પાસની સુંદરતામાં પણ વધારો કરે છે. પ્રાચીન કાળથી જ ભારતીય સંસ્કૃતિમાં વૃક્ષો-છોડનું એક અલગ જ સ્થાન રહ્યું છે. અહીં વૃક્ષો-છોડને ભગવાન તરીકે પૂજવામાં આવે છે. હિંદુ શાસ્ત્રો અનુસાર વૃક્ષો-છોડની પૂજા કરવાથી મનુષ્યની ઘણી સમસ્યાઓ દૂર થઈ જાઈ છે. આ સાથે-સાથે વ્યક્તિની કુંડળીમાં જો કોઈ દોષ છે, તો તેનાથી પણ છુટકારો મળે છે. આજે અમે તમને ભારતમાં જોવા મળતા કેટલાક એવા વૃક્ષો-છોડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની પૂજા કરવાથી તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે. આ સાથે જ તમારી પ્રગતિ પણ થવા લાગે છે.

આ છોડની કરો પૂજા: લીમડાને માતા કાલીના પ્રિય વૃક્ષ તરીકે ઓળખાય છે. આ વૃક્ષની પૂજા કરવાથી ઘરમાં સુખ-શાંતિ બની રહે છે અને તમામ શારીરિક બીમારીથી પણ મુક્તિ મળે છે. આમળાના વૃક્ષને હિંદુ ધર્મમાં વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. કારતક મહિનામાં આ વૃક્ષની પૂજા કરવામાં આવે છે. આ વૃક્ષની પૂજા કરવાથી માતા લક્ષ્મી હંમેશા પ્રસન્ન રહે છે. તેનાથી સુખ આવે છે અને જીવનમાં કોઈ ચીજની અછત નથી રહેતી.

એવું કહેવાય છે કે જે લોકોના ઘરમાં તુલસીનો છોડ હોય છે, ત્યાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. તેથી દરેક ઘરમાં તુલસીનો છોડ હોવો જોઈએ. આસોપાલવનું વૃક્ષ પણ તેના ઔષધીય ગુણો માટે જાણીતું છે. આ વૃક્ષની પૂજા કરવાથી પારિવારિક જીવનમાં સુખ સમૃદ્ધિ બની રહે છે. આસોપાલવની પૂજા કરવાથી વ્યક્તિ બીમારીથી પણ દૂર રહે છે.

લાલ ચંદનના વૃક્ષની પૂજા કરવાથી સૂર્ય સાથે સંબંધ ધરાવતા ગ્રહોના દોષ દૂર થઈ જાય છે. તેનાથી વ્યક્તિને નોકરીમાં પણ પ્રગતિ મળે છે. કેળાની પૂજા ગુરુવારના દિવસે કરવામાં આવે છે. તેનાથી તમારી કુંડળીના ગુરુ સાથે સંબંધિત ગ્રહો દોષ દૂર થઈ જાય છે.

જો તમને નોકરીમાં પ્રમોશન નથી મળી રહ્યું તો બિલી વૃક્ષની પૂજા કરો, ટૂંક સમયમાં જ લાભ થશે. તેનાથી અકાળ મૃત્યુથી પણ વ્યક્તિની રક્ષા થાય છે. પીપળાના વૃક્ષની પૂજા કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને શનિ દોષથી મુક્તિ મળે