100 વર્ષ જૂના આ મંદિરમાં થાય છે ‘પૂતના’ ની પૂજા, વાંચો આ મંદિર સાથે જોડાયેલી પ્રાચીન કથા

ધાર્મિક

પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લામાં એક એવું મંદિર આવેલું છે. જ્યાં રાક્ષસી પુતનાની પૂજા કરવામાં આવે છે. આ મંદિરમાં 100 વર્ષથી રાક્ષસી પુતનાની પૂજા કરવામાં આવી રહી છે અને જન્માષ્ટમી દરમિયાન અહીં એક વિશેષ મેળાનું આયોજન પણ કરવામાં આવે છે. જન્માષ્ટમીના તહેવાર પર દૂર -દૂરથી લોકો આ મંદિરમાં આવીને રાક્ષસી પુતનાની પૂજા કરે છે. આ મંદિર હુગલીના ચંદન નગરના લીચુપટ્ટી વિસ્તારના રાધા ગોવિંદબાડીમાં છે અને તે રાધાગોવિંદ મંદિર તરીકે ઓળખાય છે. આ એક પ્રાચીન મંદિર છે.

લીચુપટ્ટી વિસ્તારના રાધા ગોવિંદબાડીમાં અધિકારી પરિવારની ચાર પેઢીઓ વર્ષોથી અહીં પૂજા કરી રહી છે. આ પરિવારના લોકો મુજબ રાક્ષસી પૂતના તેમના પૂર્વજોના સપનામાં આવી હતી. ત્યાર પછી મંદિરમાં મુર્તિની સ્થાપના કરવામાં આવી હતી. અધિકારી પરિવારના વરિષ્ઠ સભ્ય ગૌર અધિકારીના જણાવ્યા મુજબ ચંદનનગરમાં ફારસી શાસનની સ્થાપનાથી લગભગ 100 વર્ષ પહેલા તેમના પૂર્વજોએ મહાભારત કાળની રાક્ષસી પુતનાની મુર્તિની અહીંસ્થાપના કરી હતી. પહેલા આ મૂર્તિ નાની હતી, પરંતુ પછી તેને બદલવામાં આવી હતી અને અહીં મોટી મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી.

રાધાગોવિંદ મંદિરમાં પ્રવેશ કરતાની સાથે જ તમને એક મોટી રાક્ષસીની મૂર્તિ જોવા મળશે. આ મૂર્તિ જોઈને ડર લાગે છે. મૂર્તિની આંખો ખૂબ ભયંકર રીતે બનાવવામાં આવી છે. જ્યારે મૂર્તિના દાંત ખૂબ મોટા છે. મૂર્તિના ખોળામાં ભગવાન કૃષ્ણ પણ છે, જે દૂધ પી રહ્યા છે. ચંદનનગરના અધિકારી પરિવાર દ્વારા અહીં મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. આ મૂર્તિ મંદિરના પ્રવેશદ્વાર પર જ લગાવવામાં આવી છે. આ મૂર્તિ ઉપરાંત મંદિરની અંદર ભગવાન રાધાગોવિંદ, જગન્નાથ, બલરામ, સુભદ્રાની મૂર્તિઓ પણ છે. અહીંના લોકોના જણાવ્યા મુજબ મંદિરમાં આવીને પૂજા કરવાથી દરેક ઈચ્છા પૂરી થાય છે.

કોણ હતી પૂતના: એકવાર કંસે પુતના નામની રાક્ષસીને બાળ કૃષ્ણનો વધ કરવા કહ્યું હતું. કંસના કહેવાથી પુતના એક સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કરીને કૃષ્ણજીનો વધ કરવા માટે નીકળી ગઈ. જો કે રાક્ષસી પુતનાને આ વાતની માહિતી ન હતી કે કૃષ્ણજીનું ઘર ક્યાં છે. આવી સ્થિતિમાં ગોકુળ પહોંચીને ઘરે-ઘરે જઈને તે કૃષ્ણ નો શોધ કરવા લાગી. પુતના દરેકને પૂછવા લાગી કે ગામમાં આઠમની તિથી ના દિવસે કયા બાળકે જન્મ લીધો છે. જ્યારે પુતનાને ખબર પડી કે યશોદાએ બાળકને આ દિવસે જન્મ આપ્યો છે. તેથી તે યશોદાના ઘરે પહોંચી ગઈ.

કાન્હાને જોઈને પૂતનાએ તેને પોતાના ખોળામાં ઉઠાવી લીધો. જો કે કૃષ્ણજી ને ખબર પડી કે તે એક રાક્ષસી છે. જે વધ કરવા માટે આવી છે. પૂતના કૃષ્ણને પોતાના ખોળામાં ઉઠાવીને પોતાનું ઝેરી દૂધ પીવડાવવા લાગી જાય છે. પરંતુ ભગવાન કૃષ્ણ થોડા સમય પછી દૂધ પીતા-પીતા જ રાક્ષસીનો જીવ ખેંચવા લાગે છે. પીડાને કારણે રાક્ષસી પુતના કૃષ્ણને આકાશ તરફ લઈને ઉડી જાય ​​છે અને નજીકના જંગલમાં કાન્હા સાથે પડી જાય છે. જેના કારણે તે મરી જાય છે. જો કે ભગવાન શ્રીકૃષ્ણને કંઈ થતું નથી અને તેઓ એકદમ સલામત રહે છે.