ગુરૂવારે આ વૃક્ષની કરો પૂજા, ભગવાન વિષ્ણુ થશે પ્રસન્ન, મળશે સુખ, સમૃદ્ધિ, શાંતિના આશીર્વાદ

ધાર્મિક

કુદરતે આપણને ઘણા એવા વૃક્ષ આપ્યા છે જેની મદદથી વ્યક્તિના જીવનની અનેક મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. આ વૃક્ષોમાંથી એક કેળાનું વૃક્ષ છે. હિન્દુ ધર્મમાં કેળાના ઝાડને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. આથી કેળાના ઝાડની પૂજા કરવામાં આવે છે. કોઈ પણ પ્રકારના મંગલિક કામમાં કેળાના ઝાડના પાન અને કેળાના ઝાડની પૂજા કરવાનો નિયમ છે. જો આપણે ધાર્મિક માન્યતાઓ અનુસાર જોઈએ, તો તમારે ગુરુવારે કેળાના વૃક્ષની પૂજા કરવી જોઈએ, કારણ કે જો ગુરુવારે કેળાના ઝાડની પૂજા કરવામાં આવે છે, તો તેનાથી જગતના પાલનહાર ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળે છે, આટલું જ નહિં પણ ગુરુવારે કેળાના ઝાડની પૂજા કરવાથી ઘરમાં ધન-સંપત્તિ આવે છે. ઘરમાં ક્યારેય પણ પૈસાની સમસ્યાઓ આવતી નથી. આજે અમે તમને કેળાના ઝાડના કેટલાક સરળ ઉપાય જણાવી રહ્યા છીએ જેને તમે ગુરુવારે કરો તો તે તમારી અનેક પ્રકારની સમસ્યાઓ દૂર કરશે.

 

ભગવાન વિષ્ણુ કેળાના ઝાડમાં કરે છે વાસ: ધાર્મિક શાસ્ત્રો અનુસાર એવું કહેવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ ઉપર ભગવાન વિષ્ણુની કૃપા હોય તો તે વ્યક્તિના જીવનની ઘણી મુશ્કેલીઓ દૂર થાય છે. માન્યતા અનુસાર જો ગુરુવારે કેળાના ઝાડની પૂજા કરવામાં આવે તો ભગવાન વિષ્ણુજી ખૂબ પ્રસન્ન થાય છે અને ભક્તોને સુખ, સમૃદ્ધિ અને શાંતિના આશીર્વાદ આપે છે. હિન્દુ ધર્મમાં કેળાના ઝાડને શુભ અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે, તેથી ભક્તોએ ગુરુવારે કેળાના ઝાડની પૂજા કરવી જોઈએ.

લગ્નજીવનમાં આવતી અડચણો દૂર કરવા માટે: ઘણીવાર જોવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિની કુંડળીમાં ગુરુ ગ્રહની સ્થિતિ ખરાબ ચાલી રહી છે, તો તેના કારણે લગ્નમાં અવરોધ આવવા લાગે છે. જો તમે પણ આ પ્રકારની સમસ્યામાંથી પસાર થઈ રહ્યા છો, તો પછી તમે કોઈ પણ જ્યોતિષની સલાહ લો અને બૃહસ્પતિ દેવનું વ્રત રાખો અને કેળાના ઝાડની પૂજા કરો. આ કરવાથી, તમારી કુંડળીમાં ગુરુ ગ્રહ મજબૂત બનશે અને લગ્નના અવરોધો દૂર થશે.

કેળાના ઝાડની નીચે દીવો પ્રગટાવો: જો તમે પણ ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવા માંગતા હોય તો ગુરુવારે કેળાના ઝાડ નીચે દીવો પ્રગટાવો. જો તમે ગુરુવારે પીળા કપડા પહેરીને કેળાના ઝાડ નીચે દીવો પ્રગટાવો છો, તો તેનાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળે છે.

ગુરુવારે ભૂલથી પણ ન કરો આ કામ: ગુરુવારે વાળ ધોવા ન જોઈએ. આ દિવસે સાબુ અથવા શેમ્પૂનો ઉપયોગ ન કરવો. એવું માનવામાં આવે છે કે ગુરુવારે દૈનિક સફાઈ સિવાય કોઈ પણ સફાઇ ન કરવી જોઈએ.

ગુરુવારે આ કામથી અટકેલા પૈસા મળશે પાછા: જો તમે ગુરુવારે કોઈ કાળી ગાયને પીળો લાડુ ખવડાવશો, તો તેનાથી તમારા અટકેલા પૈસા પાછા મળશે, એટલું જ નહીં, જો તમારો મિલકત અંગે કોઈ વિવાદ ચાલી રહ્યો છે તો તેનાથી પણ છૂટકારો મળશે.

Leave a Reply

Your email address will not be published.