મંગળવાર અને શનિવારે આ ખાસ ઉપાયથી કરો બજરંગબલીની પૂજા, ક્યારેય નહિં આવે પૈસાની અછત

ધાર્મિક

હનુમાન ભગવાન હિન્દુઓના એવા દેવતા છે જે હંમેશા તેમના ભક્તોની રક્ષા કરે છે. કળિયુગમાં પણ ભગવાન હનુમાન તેમના ભક્તોના તમામ દુઃખને દૂર કરે છે. જો કે દરેક દિવસ ભગવાનનો જ હોય છે, પરંતુ હિન્દુ ધર્મમાં દરેક દિવસ જુદા જુદા ભગવાનને આપવામાં આવ્યો છે, જેમાં શનિવાર અને મંગળવારને મહાબલી હનુમાનજીનો દિવસ માનવામાં આવે છે. ભગવાન હનુમાન કોઈપણ પ્રકારની મુશ્કેલીઓનું નિરાકરણ લાવે છે. તો આજે અમે તમને ભગવાન હનુમાનને પ્રસન્ન કરવા માટે કેટલાક એવા જ ઉપાય જણાવીશું, જેના દ્વારા તમે હનુમાનજીને ઝડપથી પ્રસન્ન કરી શકો છો. અને તમે તમામ પ્રકારની મુશ્કેલીથી છુટકારો મેળવી શકો છો.

હનુમાનજીને ખુશ કરવાના ઉપાય: શાસ્ત્રોમાં એક કથાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે હનુમાનજીને સિંદૂર પસંદ છે. તો આવી સ્થિતિમાં જો તમે મંગળવાર અને શનિવારે હનુમાનજીની સિંદૂરથી પૂજા કરો છો, તો તે ચોક્કસ પ્રસન્ન થશે.

આ સાથે જો તમને પૈસાથી સંબંધિત કોઈ સમસ્યા છે, તો તમે દર મંગળવારે પીપળાના ઝાડના પાંદ તોડીને ગંગા જળથી શુદ્ધ કરો અને તેને હનુમાનજીના ચરણોમાં અર્પણ કરો અને વિધિપૂર્વક તેની પૂજા કરો, તેનાથી તમારા ઘરમાં પૈસાની આવક થતી રહેશે અને પૈસા સંબંધિત બધી મુશ્કેલીઓથી છુટકારો મળશે.

હનુમાનજીને પાન પણ ખૂબ પસંદ છે, તેથી જો તમે નિયમિતપણે મહાબાલી હનુમાનજીને પાન અર્પણ કરો છો, તો તેનાથી તમારા બિઝનેસમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી નહિં આવે અને આ સાથે જે લોકો નોકરી કરે છે તેમને પ્રમોશન પણ મળશે.

આ સાથે મંગળવારે હનુમાનજીને કેવડાના અત્તર અને ગુલાબની માળા અર્પણ કરવી પણ સારું માનવામાં આવે છે. આ ઉપાય કરવાથી તમારી પૈસા સંબંધિત બધી સમસ્યાઓ દૂર થશે. આ સાથે કહેવામાં આવે છે કે હનુમાનજીને બુંદી અને બેસનના લાડુ ખૂબ પસંદ છે, તેથી જો તમે મંગળવાર અને શનિવારે વ્રત રાખો છો, તો હનુમાનજીને પ્રસાદ તરીકે દી અને બેસનના લાડુ ચઢાવો અને પ્રસાદ તરીકે લોકોને વહેંચો. તેનાથી બાળકને લગતી બધી સમસ્યાઓથી છુટકારો મળે છે.

Leave a Reply

Your email address will not be published.