રાત્રે પૂજા કરતી વખતે ન કરો આ 5 ભૂલ, દેવી દેવતાઓ થાય છે નારાજ

Uncategorized

એવું કહેવામાં આવે છે કે ભગવાનને યાદ કરવાનો કોઈ સમય નથી. તમે જ્યારે ઇચ્છો ત્યારે તેમનું નામ લઈ શકો છો અને તેમની પૂજા કરી શકો છો. જો કે જ્યારે વાત પૂજા-પાઠની આવે છે, ત્યારે તેના વિશે કેટલાક નિયમો પણ છે. આપણે કોઈપણ સંજોગોમાં તેમનું પાલન કરવું જોઈએ. ઉદાહરણ તરીકે જો તમે રાત્રે ભગવાનની પૂજા કરો છો, તો પછી કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. દિવસ અને રાતનાં પૂજાના નિયમો એકદમ અલગ છે. જ્યારે તમને દિવસ દરમિયાન ઘણી ચીજો કરવાની સ્વતંત્રતા હોય છે, તો બીજી બાજુ, રાત્રે ઘણી મર્યાદાઓ હોય છે.

શંખ ન વગાડો: પૂજા દરમિયાન શંખ વગાડીને દેવી-દેવતાઓનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરી શકાય છે. જો કે, માન્યતાઓ અનુસાર આપણે સૂર્યાસ્ત પછી શંખ ન વગાડવો જોઈએ. ખરેખર, સૂર્યાસ્ત પછી દેવી-દેવતાઓ નિંદ્રા અવસ્થામાં ચાલ્યા જાય છે. આ સમયે જો તમે શંખ વગાડો છો તો તેમની ઉંઘમાં અવરોધ ઉત્પન્ન થાય છે. આ જ કારણ છે કે સૂર્યાસ્ત પછી શંખ વગાડવો નુકસાનકારક માનવામાં આવે છે.

સૂર્યદેવની પૂજા ન કરો: જો દિવસમાં તમે કોઈ ખાસ પૂજા કરો છો, તો તેમાં સૂર્યદેવની પૂજા સાથે કરવી ફાયદાકારક માનવામાં આવે છે. જો કે આ ખાસ પૂજા તમે રાત્રે કરો છો, તો તેમાં દૂર્યદેવની પૂજા ન કરવી જોઈએ. રાત્રે સૂર્યદેવ અસ્ત થઈ જાય છે એટલે કે નિંદ્રા અવસ્થામાં પ્રવેશ કરે છે. તેથી તેમને આ સમયે યાદ કરવા યોગ્ય માનવામાં આવતું નથી.

રાત્રે તુલસીના પાન ન તોડો: જ્યારે પણ ભગવાન વિષ્ણુ, શ્રી કૃષ્ણ અથવા સત્યનારાયણજીની પૂજા ઘરે કરવામાં આવે છે ત્યારે તુલસીના પાનનો પણ ઉપયોગ કરવામાં આવે છે. હવે દિવસ દરમિયાન તમે પૂજા માટે તુલસીના પાન તોડી શકો છો, પરંતુ રાત્રે તુલસીના પાન તોડવા નુકસાનકારક માનવામાં આવે છે. તેનાથી તુલસીદેવી નારાજ થાય છે. તેથી જો રાત્રે પૂજા કરવાની છે તો દિવસે તુલસીના પાન તોડી લો.

દૂર્વાને રાત્રે તોડવાથી બચો: તુલસીની જેમ, દુર્વાનો પણ પૂજામાં ઉપયોગ કરવામાં આવે છે. તેનો ગણેશજી, શિવજી, સરસ્વતી, લક્ષ્મી અને અન્ય દેવી-દેવતાઓની પૂજામાં ઉપયોગ કરવામાં આવે છે. દૂર્વા રાત્રે તોડવી શુભ માનવામાં આવતું નથી. તેથી તેને પણ દિવસે તોડીને રાખી શકાય છે.

પૂજા સામગ્રી ન હટાવો: રાત્રે પૂજા કર્યા પછી પૂજામાં ઉપયોગ થયેલી સામગ્રી જેવી કે ફૂલો, અક્ષત વગેરે પૂજા સ્થળ પર જ રાતભર રહેવા દો. તેને રાતના સમયે ન ઉઠાવો, પરંતુ બીજા દિવસે તેને તમે ઉઠાવી શકો છો. આ નિયમ પણ રાત્રે પૂજા દરમિયાન જરૂર અપનાવવો જોઈએ.