સોમવારે સાંજે શિવજી સામે કરો આ 3 કામ, ટૂંક સમયમાં દરેક ઈચ્છા થશે પૂર્ણ

Uncategorized

આપણે બધા જીવનમાં ખુશ રહેવા ઈચ્છીએ છીએ. દુઃખ જેટલું દૂર રહે તેટલું જ સારું છે. આ સાથે જો જીવનમાં એશો આરામ પણ મળી જાય તો ખૂબ જ ખુશીથી જીવન પસાર થાય છે. જોકે દરેકનું નસીબ હંમેશા એટલું સારું નથી હોતું. ઘણી વખત જીવનમાં દુ: ખ અને મુશ્કેલીઓ હાથ ધોઈને પાછળ પડી જાય છે. આવી સ્થિતિમાં આપણે બધા ભગવાનના શરણમાં જઈએ છીએ. એવું કહેવામાં આવે છે કે તમારા નસીબની ચાવી ભગવાનના હાથમાં હોય છે. તેથી, જો જીવનમાં વધુ દુઃખ આવે છે તો તેમનું સ્મરણ કરવાથી દુઃખ દૂર થાય છે. જોકે હિન્દુ ધર્મમાં ઘણા દેવી-દેવતાઓ છે, પરંતુ શિવનો મહિમા અનોખો છે.

હિન્દુ પંચાંગ મુજબ સોમવારનો દિવસ ભગવાન શિવનો દિવસ છે. આ દિવસે ભોલેનાથની પૂજા-પાઠ કરવાથી તેઓ ટૂંક સમયમાં જ પ્રસન્ન થાય છે. શિવજીની પૂજા કરવાથી અનેક અવરોધો દૂર થાય છે. તેનાથી તમને ઇચ્છિત ફળ મળે છે. કુંવારી છોકરીઓને ઇચ્છિત વર પણ મળી શકે છે. તમે એ પણ જાણો છો કે સોમવારે શિવપૂજાનું પોતાનું અલગ મહત્વ હોય છે. પરંતુ આ પૂજામાં યોગ્ય પૂજા સામગ્રીનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે. આવી સ્થિતિમાં આજે અમે તમને સોમવારે શિવજીને પ્રસન્ન કરવાની ચોક્કસ રીત જણાવવા જઈ રહ્યા છીએ.

સોમવારે સવારે વહેલા ઉઠીને સ્નાન કરો. આ પછી ભગવાન શિવની સાચા મનથી પૂજા કરો. જણાવી દઈએ કે સોમવારની સવાર કરતા વધારે સાંજની પૂજાનું પોતાનું અલગ મહત્વ છે. જો સોમવારે સાંજે તમે કેટલાક ખસ કામ કરો છો તો શિવજી વધુ પ્રસન્ન થઈ શકે છે. આ કામ કર્યા પછી તમારી દરેક ઈચ્છા પૂર્ણ થશે. તો ચાલો આ કામ પર એક નજર કરીએ.

પહેલું કામ: સોમવારે સાંજે ભોલેનાથના મંદિરે જઈને ભોલેનાથને ચંદન, અક્ષત, બિલિ પત્ર, દૂધ, ગંગા જળ, ધતુરા અથવા આંકડાનાં ફૂલો વગેરે ચળાવો. કહેવામાં આવે છે કે આ બધી ચીજો શિવને ખૂબ જ પ્રિય છે. તેથી જો તમે આ ચીજો શિવજીને ચળાવો છો તો તે ટૂંક સમયમાં પ્રસન્ન થાય છે. એક વાર શિવજી તમારાથી પ્રસન્ન થઈ જાય છે તો તે તેમના આશીર્વાદ તમારા પર વરસાવવામાં કંજૂસાઈ નથી કરતા.

બીજું કામ: સોમવારે સાંજે ભોલેનાથને ઘી, ખાંડ અને ઘઉંના લોટથી બનેલો પ્રસાદ ચળાવવો જોઈએ. તેનાથી શિવજી ટૂંક સમયમાં તમારી ઈચ્છા પૂર્ણ કરશે. આ સાથે આરતી માટે દીવાની સાથે ધૂપ અને કપૂરનો ઉપયોગ પણ કરો. જો તમે આ તમારા ઘરના મંદિરમાં કરો છો, તો ઘરની બધી નકારાત્મક ઉર્જા સમાપ્ત થઈ જશે. આ સાથે ખરાબ શક્તિઓ પણ દૂર થશે. આ રીતે, તમારા કાર્યમાં કોઈ અવરોધ નહીં આવે.

ત્રીજું કામ: સોમવારે સાંજે શિવલિંગનો અભિષેક ગાયના કાચા દૂધથી કરવો જોઈએ. આ માત્ર શિવજીને પ્રસન્ન જ નહિં કરે પરંતુ તમારી ઉપર તેમના આશીર્વાદ પણ રહેશે. આ ઉપરાંત તમારી સુરક્ષા માટે સોમવારે મહામૃત્યુંજય મંત્રનો જાપ 108 વખત કરવાથી હંમેશા તમે સ્વસ્થ રહેશો.