શાસ્ત્રો અનુસાર સૂર્યાસ્ત પછી ન કરો આ 5 કામ, તેનાથી માતા લક્ષ્મી થાય છે નારાજ, ઘરમાં આવે છે ગરીબી

ધાર્મિક

શાસ્ત્રોમાં કેટલીક એવી ચીજોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેનું પાલન જરૂર કરવું જોઈએ. શાસ્ત્રો અનુસાર જે લોકો આ બાબતોનું પાલન કરતા નથી. તેમને જીવનમાં ખરાબ સમયનો સામનો કરવો પડે છે. શાસ્ત્રોમાં સૂર્યાસ્ત પછી એવી પાંચ ચીજોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેને ભૂલથી પણ ન કરો.

ન લગાવો ચંદન: સૂર્યાસત પછી ક્યારેય પણ માથા પર ચંદન ન લગાવો. શાસ્ત્રો મુજબ રાતના સમયે કપાળ પર ચંદન લગાવવાથી તમારું સ્વાસ્થ્ય ખરાબ થાય છે. તેથી રાત્રે સૂતી વખતે તમારા માથા પર ચંદનનો લેપ ન લગાવો. જો રાત્રે ચંદન લગાવવા સાથે જોડાયેલા વૈજ્ઞાનિક કારણ પર ધ્યાન આપવામાં આવે તો, સૂતી વખતે માથા પર ચંદન લગાવવાથી ચંદન સૂકાઈ ગયા પછી આંખોમાં પડી શકે છે અને તેનાથી આંખોને નુક્સાન પહોંચી શકે છે.

સાદૂ દૂધ ન પીવો: દૂધ પીવું સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે અને ઘણા લોકો રાત્રે સૂતી વખતે દૂધ જરૂર પીવે છે. પરંતુ શાસ્ત્રો મુજબ રાત્રે સૂતી વખતે દૂધ પીવું નુકસાનકારક છે અને દૂધ પીવાથી શરદી અને ખાંસીની સમસ્યા થઈ શકે છે. ખરેખર દૂધની તાસીર ઠંડી હોય છે અને રાત્રે દૂધ પીવાથી શરદી અને ખાંસી થવાનું જોખમ વધુ રહે છે. શાસ્ત્રો મુજબ રાત્રે હંમેશા કેસર અને હળદરનું દૂધ પીવું જોઈએ. દૂધમાં કેસર અને હળદર મિક્ષ કરવાથી સ્વાસ્થ્ય પર સારી અસર પડે છે અને શરીર બીમાર નથી થતું.

રાત્રે કપડા ન ધૂઓ: રાત્રે કપડાં ધોવા એ યોગ્ય માનવામાં આવતું નથી. એવું કહેવામાં આવે છે કે રાત્રે કપડા ધૂવે છે તે લોકોના ઘરમાં હંમેશા લડાઈ થતી રહે છે. તેથી તમારે ક્યારેય રાત્રે કપડા ધોવા ન જોઈએ. આ ઉપરાંત એવી પણ માન્યતા છે કે રાત્રે કપડાં ધોવાથી અને રાત્રે ટેરેસ પર કપડા સુકવવાથી કપડામાં નેગેટિવ ઉર્જા પ્રવેશ કરે છે અને જે વ્યક્તિના તે કપડા હોય છે તેના જીવનમાં મુશ્કેલી આવવા લાગે છે. તેથી તમે ક્યારેય પણ રતરે કપડા ન ધૂવો અને ટેરેસ પર ન સૂકાવો.

હંમેશા ખોરાકને ઢાંકીને રાખો: રાત્રે સુતા પહેલા હંમેશા ખોરાક ઢાંકીને રાખો. ખોરાકની જેમ દૂધને પણ ક્યારેય ખુલ્લું ન છોડો. શાસ્ત્રો મુજબ રાત્રે ખોરાક અને દૂધને ખુલ્લું રાખવાથી ખોરાકમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે અને તે ખોરાકનું સેવન કરવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે આ ઉપરાંત એ પણ માનવામાં આવે છે કે ખોરાકને ઢાંક્યા વગર ઘરમાં અનાજની અછત થવા લાગે છે.

વાળ ન કાપો: સૂર્યાસ્ત પછી ક્યારેય તમારા વાળ ન કાપો અને ન હજામત કરો. ઘણા લોકો સૂર્યાસ્ત પછી વાળ કાપે છે અથવા શેવિંગ કરે છે. જેને શાસ્ત્રોમાં ખોટું માનવામાં આવે છે. આ કરવાથી જીવન પર નકારાત્મક અસર થાય છે અને પૈસાનું નુક્સાન થાય છે.