આ 5 કામ કરનાર વ્યક્તિથી દૂર થઈ જાય છે માતા લક્ષ્મી, નથી મળતા પૈસા

ધાર્મિક

દરેકની વ્યક્તિની ઈચ્છા હોય છે કે તેના ઘરમાં ક્યારેય પૈસાની અછત ન આવે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમના પર માતા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા રહે. માતા લક્ષ્મી પણ ભક્તોની ભક્તિથી પ્રસન્ન થાય છે અને તેમના પર પૈસાનો વરસાદ કરે છે. આ કારણોસર લોકો દિવસ-રાત માતા લક્ષ્મીની પૂજા કરવામાં વ્યસ્ત રહે છે, પરંતુ માતા લક્ષ્મી ખોટા કામ કરવાથી નારાજ પણ થઈ જાય છે. જો માતા લક્ષ્મી નારાજ થાય છે તો પરિવારની સુખ-શાંતિનો નાશ થાય છે. તો ચાલો જાણીએ કે ક્યા એવા કાર્યો છે જે કોઈ પણ સ્ત્રી અથવા પુરુષોએ ન કરવા જોઈએ.

ગંદા કપડા પહેરવા: માતા લક્ષ્મીને સાફ-સફાઇ ખૂબ પસંદ છે. સાંજે અથવા સવારના સમયે પ્રકાશ પહેલાં, લોકો ઘરની સફાઇ કરે છે જેથી મા લક્ષ્મીનું આગમન થઈ શકે. માત્ર ઘર જ નહીં, માતા લક્ષ્મી તે જ વ્યક્તિના ઘરે આવે છે જે પોતે પણ સ્વચ્છ રહે છે. ગરુડ પુરાણમાં પણ આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગંદા કપડા પહેરતા લોકો પાસે માતા લક્ષ્મી વાસ કરતા નથી.

તેને માત્ર આ દૃષ્ટિકોણથી ન જુઓ. જો તમે સમાજમાં રહો છો તો સ્વચ્છતાનું ધ્યાન રાખવું જરૂરી છે. જો તમે ગંદા કપડા પહેરો છો તો લોકો તમારી સાથે વાત કરવાનું પસંદ નહીં કરે. સાથે જ તમારી સાથે ઉઠવા-બેસવાનું પણ પસંદ નહિ કરે. જો સામાન્ય વ્યક્તિ તમારાથી અંતર બનાવી શકે છે તો માતા લક્ષ્મી પણ તમારાથી દૂર થઈ શકે છે.

દાંત સાફ રાખો: શરીરની સફાઈની સાથે સાથે દાંત સાફ રાખવા પણ ખૂબ જ જરૂરી છે. જે લોકોના દાંત ગંદા હોય છે અથવા દાંતનું ધ્યાન રાખતા નથી. આવા લોકો પાસે માતા લક્ષ્મી વાસ કરતા નથી. જો તમે ખૂબ આળસુ છો તો પણ માતા લક્ષ્મી તમારી પાસે વાસ કરશે નહિં. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ એવું છે કે ગંદા દાંત રાખનાર વ્યક્તિ જે પણ ચીજોનું સેવન કરે છે ત્યારે તે ગંદકી પણ તેમના પેટમાં જાય છે અને શરીર દૂષિત થઈ જાય છે. તેનાથી માતા લક્ષ્મી આવા લોકોનો ત્યાગ કરે છે.

વધારે પ્રમાણમાં ખોરાકનું સેવન કરનારા લોકો: આ જાણીને તમને આશ્ચર્ય થશે, પરંતુ વધારે પ્રમાણમાં ખોરાકનું સેવન કરતા લોકો પાસે પણ માતા લક્ષ્મી વાસ કરતા નથી. જે લોકો જરૂર કરતાં વધારે ભોજન કરે છે અથવા આળસુ હોય છે. તેઓ દિવસભર માત્ર ભોજન પર જ ધ્યાન આપે છે અને પોતાના કામમાં મહેનત કરતા નથી. આવા લોકોનો માતા લક્ષ્મી ત્યાગ કરે છે. અન્નનો બગાડ કરનારા લોકોથી પણ માતા લક્ષ્મી નારાજ થાય છે. માતા લક્ષ્મી એવા લોકો પાસે રહે છે જે લોકો પૈસા કમાવવા માટે મહેનત કરે છે.

ખરાબ બોલનાર વ્યક્તિ: માતા લક્ષ્મી તે લોકો પાસે એક ક્ષણ માટે પણ નથી રહેતા જે લોકો ખરાબ બોલે છે. હંમેશા બીજાનું ખરાબ બોલનાર વ્યક્તિ, બીજા માટે અપશબ્દ બોલનાર વ્યક્તિ પાસે માતા લક્ષ્મી વાસ કરતા નથી. માતા લક્ષ્મી તે લોકો પાસે વાસ કરે છે જે અન્ય લોકો માટે મધુર બોલે છે. જે લોકો અન્ય લોકો સાથે સારો વ્યવહાર કરે છે તેમની પાસે માતા લક્ષ્મી વાસ કરે છે.