માત્ર 13 ફિલ્મોમાં કામ કરીને રણવીર સિંહ બની ગયો આટલા અધધધ કરોડની સંપત્તિનો માલિક, 9 કરોડની તો છે માત્ર…

બોલિવુડ

બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ 36 વર્ષના થઈ ગયા છે. તેનો જન્મ 6 જુલાઈ 1985માં થયો હતો. મુંબઇમાં જન્મેલા રણવીર સિંહ સિંધી પરિવાર સાથે સંબધ ધરાવે છે. તેમના પિતાનું નામ જગજીતસિંહ ભાવનાની અને માતાનું નામ અંજુ ભાવનાની છે. જગજીતસિંહ ભાવનાની રીઅલ સ્ટેટ બિઝનેસમેન છે.

તેનો ધંધો કર્યા પછી પણ રણવીર સિંહે બોલિવૂડમાં કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું. રણવીર સિંહની પહેલી ફિલ્મ વર્ષ 2010 માં આવી હતી. જે બેન્ડ બાજા બારાત હતી. એવું કહેવામાં આવે છે કે રણવીરને 3 વર્ષ સુધી સંઘર્ષ કર્યા પછી આ ફિલ્મની ઓફર કરવામાં આવી હતી.

પોતાની 11 વર્ષની ફિલ્મી કારકીર્દિમાં રણવીર સિંહે 13 ફિલ્મોમાં કામ કર્યું છે. માત્ર 13 ફિલ્મોમાં કામ કરીને તેણે કરોડોની સંપત્તિ મેળવી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે રણવીર સિંહ 224 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે. તેમની પાસે 3 લક્ઝરી બંગલા છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ રણવીર સિંહનો ગોવામાં એક બંગલો છે. જેની કિંમત 9 કરોડ રૂપિયા છે. આ ઉપરાંત ગોરેગાંવ મુંબઇમાં તેમઓ એક ફ્લેટ છે, જેની કિંમત 10 કરોડ છે. પ્રભાદેવી, મુંબઇમાં પણ એક સી-ફેસિંગ ફ્લેટ પણ છે. જેને તેણે 15 કરોડમાં ખરીદ્યો હતો. આ ઉપરાંત રણવીર પાસે એક વિંટેજ મોટરસાયકલ છે, જેની કિંમત 6.8 લાખ રૂપિયા છે. રણવીર પાસે ઘણા શ્રેષ્ઠ મોડલની કાર છે.

તેની પાસે એસ્ટન માર્ટિન રેપિડ કાર છે જેની કિંમત 3.29 કરોડ રૂપિયા છે. આ ઉપરાંત તેમની પાસે લેન્ડ રોવર રેન્જ રોવર વોગ પણ છે. જેની કિંમત 2.05 કરોડ છે. આ ઉપરાંત તે જગુઆર એક્સજેએલના માલિક પણ છે. જેની કિંમત 1.07 કરોડ રૂપિયા છે. ટોયોટા લેન્ડ ક્રુઝર પરડો કાર પણ તેણે તાજેતરમાં જ લીધી હતી. જેની કિંમત 1.04 કરોડ રૂપિયા છે.

તે મર્સિડીઝ બેંચ GLS ના માલિક પણ છે જેની કિંમત 83 લાખ રૂપિયા છે. આટલું જ નહીં તેમની પાસે મર્સિડીઝ બેંચ ઇ ક્લાસ (70 લાખ રૂપિયા), ઓડી ક્યૂ 5 (59.78 લાખ રૂપિયા), મારુતિ સીઆઝ (10.97 લાખ રૂપિયા) જેવી કાર પણ છે.

કાર ઉપરાંત તેને કપડાં અને જૂતાનો પણ ખુબ શોખ છે. એવું કહેવામાં આવે છે કે તેની પાસે લગભગ એક હજાર જૂતા છે. જેની કિંમત 68 લાખથી વધુ છે. આ સાથે તેમની પાસે કરોડો રૂપિયાના કપડાં પણ છે.

‘બેન્ડ બાજા બારાત’થી ડેબ્યૂ કરનાર રણવીર સિંહને ફિલ્મ ‘રામ લીલા’ થી ઓળખ મળી હતી. ઘણા વર્ષો સુધી સંઘર્ષ કર્યા પછી, રણવીરે આજે એક મોટું સ્થાન મેળવ્યું છે. તેણે ‘લેડીઝ વર્સેસ રિકી બહલ’, ‘રામ લીલા’, ‘ગુંડે’, ‘દિલ ધડાકને દો’, ‘બાજીરાવ મસ્તાની’, ‘પદ્માવત’, ‘સિમ્બા’, ‘ગલી બોય’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

તેઓ એક ફિલ્મ માટે 10 કરોડથી વધુ ચાર્જ કરે છે. તેમની આગામી ફિલ્મો 83 અને જયેશભાઇ જોરાવર છે. ફિલ્મ 83 માં દીપિકા પાદુકોણે તેની પત્નીની ભૂમિકા નિભાવી છે. આ ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે.

વર્ષ 2018 માં કર્યા લગ્ન: રણવીર સિંહે અભિનેત્રી દીપિકા પાદુકોણ સાથે વર્ષ 2018 માં લગ્ન કર્યા હતા. તેમણે લગભગ 6 વર્ષ સુધી એકબીજાને ડેટ કરી હતી. ત્યાર પછી તેમણે લગ્ન કરવાનું નક્કી કર્યું. તેમના લગ્ન ઇટાલીમાં થયા હતા. આ સાથે જ તેમણે મુંબઈમાં એક પાર્ટી પણ રાખી હતી. જેમાં બોલિવૂડની તમામ હસ્તીઓ શામેલ થઈ હતી.