શરદ પૂનમના દિવસે કરો આ ઉપાય, પૈસાની અછતથી મળશે છુટકારો અને મળશે માતા લક્ષ્મીના આશીર્વાદ

ધાર્મિક

આસો મહિનાના શુક્લ પક્ષની પૂનમના દિવસે શરદ પૂનમ ઉજવવામાં આવે છે. જણાવી દઈએ કે તેને રાસ પૂર્ણિમા, કોજાગીરી પૂર્ણિમા અથવા કૌમુદી વ્રતના નામથી પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ચંદ્ર તેની સોળ કળાઓથી ભરેલો હોય છે અને આ વખતે શરદ પૂનમ 19 ઓક્ટોબરે છે. માન્યતા છે કે શરદ પૂનમની રાત્રે માતા લક્ષ્મી પૃથ્વી પર ભ્રમણ કરે છે. તેથી આ દિવસે કેટલાક ખાસ ઉપાય કરીને નસીબ બદલી શકાય છે. તેનાથી પૈસાની અછત દૂર થવાથી લઈને દરેક મુશ્કેલીઓથી છુટકારો મળે છે.

આટલું જ નહીં આ દિવસે ચાંદની રાતમાં દૂધથી બનેલી ચીજોનું ચાંદીના વાસણમાં સેવન કરવું જોઈએ. કહેવાય છે કે ચાંદીમાં રોગપ્રતિકારક શક્તિ વધારે છે, તેનાથી વાયરસ દૂર રહે છે. શરદ પૂનમની ઠંડી ચાંદનીમાં ખીર રાખવાનો નિયમ છે, ખીરમાં મિશ્રિત દૂધ, ખાંડ અને ચોખાના કારક પણ ચંદ્ર છે, તેથી તેમાં ચંદ્રની અસર સૌથી વધુ રહે છે. 3-4 કલાક સુધી ખીર પર જ્યારે ચંદ્રના કિરણો પડે છે તો આ ખીર અમૃત સમાન બની જાય છે, જેને પ્રસાદ તરીકે ગ્રહણ કરવાથી વ્યક્તિ વર્ષ ભર નિરોગી રહે છે.

તેમનું શરીર મજબૂત અને ઉર્જાવાન બને છે. પ્રાકૃતિક ચિકિત્સાલયોંમાં તો આ ખીરનું સેવન કેટલીક ઔષધીઓ મિક્સ કરીને અસ્થમાના દર્દીઓને પણ કરાવવામાં આવે છે. આ ખીર પિત્તશામક, ઠંડી, સાત્વિક હોવાની સાથે વર્ષ ભર પ્રસન્નતા અને સ્વાસ્થ્યમાં મદદરૂપ સાબિત થાય છે. તેનાથી મનને શાંતિ મળે છે અને સાથે જ પિત્તથી થતા તમામ રોગોનો પ્રકોપ પણ શાંત થઈ જાય છે. તો ચાલો આજે અમે તમને જણાવીએ કે તમે એવા ક્યા-ક્યા ઉપાય કરો, જેનાથી તમારી દરેક સમસ્યાઓ દૂર થઈ જાય.

જણાવી દઈએ જો તમારી પાસે પૈસા ટકતા નથી, તો શરદ પૂનમની રાત્રે માતા લક્ષ્મીની પૂજા કરતા સમયે તેમના ચરણો પાસે પાંચ અથવા સાત કોડીઓ રાખી દો. રાતભર તેને ત્યાં જ રહેવા દો. હવે સવારે આ કોડીઓને કોઈ લાલ અથવા પીળા રેશમી કાપડમાં બાંધીને પોતાની તિજોરી અથવા પૈસા રાખવાની જગ્યા પર રાખી દો. આમ કરવાથી માતા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તમારા પર રહેશે.

શરદ પૂનમે ચાંદની રાત હોય છે. માનવામાં આવે છે કે આ દિવસે આકાશમાંથી અમૃત વરસે છે. તેથી રાત્રે ચંદ્રના પ્રકાશમાં ખીર રાખો. તેને ચાંદીના વાસણમાં રાખો. રાતભર તેને ત્યાં જ રહેવા દો. જો ઘરમાં કોઈ બીમાર છે તો તેને આ ખીર ખવડાવો તેનાથી વ્યક્તિ રોગ મુકત બનશે.

પૈસાની અછતથી છુટકારો મેળવવા માટે શરદ પૂનમના દિવસે માતા લક્ષ્મીને સોપારી ચળાવવી જોઈએ. તેને ‘લાલ મોલી’ સાથે બાંધો. હવે તેના પર ચોખા અને કુમકુમ લગાવો. લક્ષ્મી પૂજા કર્યા પછી, બીજા દિવસે સવારે તેને પોતાના પૈસા રાખવાની જગ્યા પર રાખી દો. તેનાથી આર્થિક મુશ્કેલીઓ દૂર થશે.

પ્રગતિ અને સુખ માટે શરદ પૂનમની રાત્રે હનુમાનજીની સામે ચાર મુખવાળો દીવો પ્રગટાવવો પણ શુભ માનવામાં આવે છે. તેનાથી તમારી આસપાસ હાજર નકારાત્મક શક્તિઓ દૂર થઈ જશે.

નવા કામ અથવા ધંધામાં સફળતા મેળવવા માટે શરદ પૂનમના દિવસે માતા લક્ષ્મીની પૂજા ભગવાન વિષ્ણુ સાથે કરો. તેમને એક ચોકીમાં લાલ આસન પાથરીને બેસાડો. ત્યાર પછી ગંગાજળ છાંટીને તુલસી પત્ર ચળાવો. આમ કરવાથી તમારી સફળતા માટે નવા રસ્તા ખુલશે.