મકરસંક્રાતિના દિવસે કરો આ કાર્યો મળશે સૂર્યદેવના આશીર્વાદ અને દરેક સમસ્યા થશે દૂર

ધાર્મિક

દેશભરમાં આ વખતે મકરસંક્રાંતિનો તહેવાર 14 જાન્યુઆરી, શુક્રવારે ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસે સૂર્યદેવ ધન રાશિમાંથી મકર રાશિમાં આવે છે. આ કારણે તેને મકરસંક્રાંતિ ના નામથી ઓળખવામાં આવે છે. આ સાથે આ તહેવારને ઉત્તરાયણ ના નામથી પણ ઓળખવામાં આવે છે. આ દિવસે સૂર્યદેવ ઉત્તરાયણ થાય છે. કહેવાય છે કે મકરસંક્રાંતિ ના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી અને સૂર્યદેવની પૂજા કરવાથી વ્યક્તિને પુણ્ય મળે છે.

મકરસંક્રાંતિ પર શું કરવું જોઈએ એટલા માટે આજે આ આર્ટીકલમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે, આ દિવસે શું કરવું શુભ હોય છે અને કયા કાર્યોથી દૂર રહેવું જોઈએ. હિંદુ શાસ્ત્રોમાં માન્યતા છે કે મકરસંક્રાંતિના દિવસે નદીઓમાં સ્નાન કરવાથી વિશેષ લાભ મળે છે. જો તમે નદી પર જઈ શકતા નથી, તો તમે ઘરે પણ નાહવાના પાણીમાં ગંગા જળ મિક્સ કરીને સ્નાન કરી શકો છો. આ સાથે તમે પાણીમાં કાળા તલ નાખીને પણ સ્નાન કરી શકો છો.

તમને જણાવી દઈએ કે મકરસંક્રાંતિના દિવસે કાળા તલનું દાન કરવાનું ખૂબ મહત્વ હોય છે. આમ કરવાથી શનિદેવ અને સૂર્યદેવ પણ પ્રસન્ન થાય છે. તમને બંનેના આશીર્વાદ મળે છે. શનિ દોષ, સાઢેસતી અને ઢૈય્યામાં તમને રાહત મળે છે. આ સાથે જ આ દિવસે તલનું પાણી પીવાની, તલના લાડુ ખાવાની અને તલની પેસ્ટ લગાવવાની જૂની પરંપરા છે. આ દિવસે પ્રાચીન સમયથી ખીચડી ખાવાની પરંપરા છે. તેની એક પૌરણિક કથા પણ છે. તેમાં તમામ પ્રકારના મોસમી શાકભાજી ઉમેરવામાં આવે છે. તેનાથી સ્વાસ્થ્ય લાભ મળે છે.

મકરસંક્રાંતિ પર ભૂલથી પણ આ કાર્યો ન કરો: મકરસંક્રાંતિના દિવસે દારૂ, તામસિક ચીજો વગેરેના સેવનથી દૂર રહેવું જોઈએ. આ દિવસે સ્નાન અને દાન કરતા પહેલા ભોજન ન કરવું જોઈએ. તમે યાદ રાખો કે મકરસંક્રાંતિના દિવસે ઘરની બહાર આવેલા કોઈ ભીખારી અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને ખાલી ક્યારેય જવા ન દો. સાથે જ આ દિવસે દાન પણ કરો.

હિંદુ ધર્મ શાસ્ત્રો મુજબ મકરસંક્રાંતિના પ્રસંગ પર અન્ય ગ્રહોની શાંતિ માટે અનેક પ્રકારના ઉપાયો કરી શકાય છે. સવારે સ્નાન કર્યા પછી જે ગ્રહનો ઉપાય કરવો છે, તેની સાથે સંબંધિત ચીજોનું દાન કરો. કહેવાય છે કે આમ કરવાથી તે ગ્રહના દોષ દૂર થાય છે.

મકરસંક્રાંતિ 2022નો શુભ સમય: 14 જાન્યુઆરીએ સૂર્યદેવનું રાશિ પરિવર્તન એટલે કે સૂર્યનું મકર રાશિમાં સંક્રમણ બપોરે 02:43 વાગ્યે થશે. આ કારણે 14 જાન્યુઆરીએ ગંગામાં સ્નાન કરવાનો અને સૂર્યદેવની પૂજા કરવાનો સમય સવારે 8:43 વાગ્યાથી શરૂ કરી શકો છો.