સૂતા પહેલા કરી લો કેટલાક આ સરળ કામ, ચમકી જશે નસીબ, પૈસાની ક્યારેય નહિં થાય અછત

ધાર્મિક

આપણે બધા જાણીએ છીએ કે હાલના સમયમાં લોકોનું જીવન ખૂબ જ વ્યસ્ત બની ચુક્યું છે. રોજબરોજના ભાગદૌડ ભરેલા જીવનમાં આપણે સરખી રીતે જમવાનું અને ઉંઘવાનું ભૂલી ગયા છીએ, જેના કારણે અનેક શારીરિક અને માનસિક સમસ્યાઓ આપણને ઘેરવા લાગી છે. દિવસભરની ભાગદૌડ પછી, આપણે થાકીને ઘરે પરત આવીએ છીએ, તો આપણને શાંતિ ભરેલી અને આરામદાયક ઊંઘની જરૂર હોય છે. રાત્રિની ઊંઘ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. તેવી જ રીતે રાત્રે સૂવા માટે જતા પહેલાનો સમય ખૂબ જ ખાસ માનવામાં આવે છે.

એટલા માટે જો તમે રાત્રે સૂતા પહેલા કોઈ ખાસ કામ કરો, તો તેનાથી તમને જબરદસ્ત ફાયદો મળે છે. જો તમને સારી રીતે ઊંઘ આવે તો આગળનો દિવસ સુંદર રહે છે. આ સાથે જ આ કામ વાસ્તુશાસ્ત્રમાં પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે અને માતા લક્ષ્મીજી પ્રસન્ન થાય છે. રાત્રે સુતા પહેલા કરવામાં આવેલા કેટલાક કામ ઘણા લાભ આપે છે. તેનાથી સારી ઉંઘ પણ આવે છે, સાથે જ નસીબનો ભરપૂર સાથ પણ મળે છે અને જીવનમાં પૈસા સંબંધિત સમસ્યાઓ પણ દૂર થાય છે.

રાત્રે સૂતા પહેલા કરો આ કામ- 1. જો તમે રાત્રે સૂવા જઈ રહ્યા છો, તો તે પહેલા તમારા હાથ, પગ, મોં જરૂર ધોઈ લો કારણ કે તેનાથી ખરાબ સપના નથી આવતા. આ સાથે જ જે બેડ પર તમે સૂઈ રહ્યા છો તેને સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવો ખૂબ જ જરૂરી છે. બેડશીટ, ઓશીકું, ધાબળો વગેરે સાફ રાખવું જોઈએ. તમારે આ વાતનું ધ્યાન રાખવું પડશે કે જે પલંગ તૂટી ગયો હોય અથવા ખરાબ હાલતમાં હોય તેના પર ક્યારેય સૂવું નહીં.

2. રાત્રે સૂતા પહેલા તમારા બેડરૂમમાં કપૂર જરૂર સળગાવો. આમ કરવાથી રૂમમાં સકારાત્મકતા આવે છે અને જીવનસાથી સાથેનો સંબંધ પણ સારો રહે છે. આ ઉપરાંત જો તમે તમારા રૂમમાં મોરના પીંછા લગાવો છો તો તે વધુ સારું છે.

3. જ્યારે તમે સૂવો છો ત્યારે સૂતા પહેલા તમારા ઈષ્ટ દેવનું સ્મરણ જરૂર કરો. જો તમે આમ કરશો તો તમને સારી ઊંઘ આવે છે. આ સાથે જ તમારા પર દેવી-દેવતાઓની કૃપા હંમેશા જળવાઈ રહે છે.

4. રાત્રે સૂતી વખતે તમે પીવાના પાણીના સ્થાન પર દીવો જરૂર પ્રગટાવો. પરંતુ તમારે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે જ્યાં તમે દીવો પ્રગટાવો છો ત્યાં તેની આસપાસ પડદો વગેરે ન હોવો જોઈએ જેથી કરીને અકસ્માતની શક્યતા ન રહે. પીવાના પાણી પાસે દીવો પ્રગટાવવાથી માતા લક્ષ્મીના વિશેષ આશીર્વાદ મળે છે.

5. તમારે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે તમારે ક્યારેય દરવાજા તરફ પગ રાખીને સૂવું જોઈએ નહીં. આ ઉપરાંત રાત્રે ભોજન કર્યા પછી તમારે હંમેશા વાસણોને સારી રીતે સાફ કર્યા પછી જ સૂવું જોઈએ. તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે કે રસોડામાં ગંદા વાસણો ક્યારેય ન રાખવા જોઈએ. આમ કરવાથી માતા લક્ષ્મીજી નારાજ થાય છે અને ઘરમાં ગરીબી આવે છે.