જીવનમાં ક્યારેય પણ નહિં આવે દુઃખ, બસ આચાર્ય ચાણક્યની આ 5 વાતો રાખો ધ્યાનમાં

ધાર્મિક

આ દુનિયામાં કોઈ ઘર એવું નથી કે જેમાં કોઈ કલંક ન હોય. અહીં કોણ એવું છે જે કોઈપણ રોગ અથવા દુઃખથી મુક્ત છે? સુખ હંમેશા કોની સાથે રહે છે?” આ અનમોલ વચન આચાર્ય ચાણક્યના છે. તેમના આ વાક્યથી તમે પણ રિલેટ કરી શકો છો. સુખ અને દુ:ખ બંને એક જ સિક્કાની બે બાજુ છે. તે સમયાંતરે આવે છે અને જાય છે. આ દુનિયામાં ભાગ્યે જ કોઈ વ્યક્તિ હશે જેણે દુ:ખનો ચહેરો ન જોયો હોય. આચાર્ય ચાણક્ય પણ આ વાત સારી રીતે જાણતા હતા.

આચરણથી સમાપ્ત થઈ શકે છે દરેક દુઃખ: આચાર્ય ચાણક્યનું એ પણ માનવું હતું કે જો વ્યક્તિ ઈચ્છે તો પોતાના વર્તનમાં ફેરફાર કરીને તમામ પ્રકારની મુશ્કેલીઓને જીવનમાં આવતા રોકી શકે છે. વર્તનને યોગ્ય રાખવાથી દુ:ખને ઘણી હદ સુધી ઘટાડી શકાય છે. આ સંબંધમાં આચાર્યએ પોતાના ગ્રંથ ચાણક્ય નીતિમાં વિસ્તારથી જણાવ્યું છે. આવી સ્થિતિમાં આજે અમે તમને આચાર્ય ચાણક્ય દ્વારા કહેવામાં આવેલી 5 ખાસ વાતો જણાવવા જઈ રહ્યા છીએ. જો તમે આ બાબતોને સારી રીતે સમજો છો, તો તમારા જીવનમાં દુ:ખ સરળતાથી દસ્તક નહીં આપી શકે.

1. આચાર્ય ચાણક્ય મુજબ વ્યક્તિના પરિવારનું સમ્માન તેના વર્તનથી જ થાય છે. બોલચાલ દ્વારા તેમના દેશની પ્રતિષ્ઠા વધે છે. પ્રેમથી જીવનમાં માન-સન્માનમાં વધારો થાય છે. સાથે જ ભોજનથી શરીરનું બળ વધે છે. આવી સ્થિતિમાં વ્યક્તિએ આ બધી ચીજોને હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ અને તે મુજબ તેણે પોતાના આચરણ અને વર્તનમાં પરિવર્તન લાવવું જોઈએ.

2. આચાર્ય ચાણક્ય કહે છે કે દાન અને તપથી તમને તરત જ યોગ્યતા મળે છે. પરંતુ અહીં આ વાતનું ધ્યાન રાખો કે આ દાન કોઈ સુપાત્ર (લાયક અથવા જરૂરિયાતમંદ)ને જ મળવું જોઈએ. સુપાત્રને કરેલા દાનથી અન્યને પણ લાભ થાય છે. આ પ્રકારના પુણ્ય તમારી સાથે લાંબા સમય સુધી રહે છે. તેથી જ્યારે પણ દાન કરો તો કોઈ સુપાત્રને જ કરો.

3. આચાર્ય ચાણક્ય મુજબ જે વ્યક્તિ જન્મથી અંધ હોય છે તે પોતાની મજબૂરીના કારણે જોઈ શકતો નથી. પરંતુ જે વ્યક્તિ વાસના હેઠળ છે, અહંકારી છે અને પૈસાની પાછળ દોડે છે, તે પોતાને અંધ બનાવી લે છે. આ પ્રકારના લોકો જે પણ કાર્ય કરે, તેમને પાપ દેખાતું નથી. આવી સ્થિતિમાં આપણે પોતાને આ ભાવથી બચાવીને રાખવા જોઈએ.

4. આચાર્ય ચાણક્ય કહે છે કે જો તમે કોઈ લોભી વ્યક્તિને સંતુષ્ટ કરવા ઈચ્છો છો, તો તેને ભેટ આપો. કઠોર વ્યક્તિને સંતુષ્ટ કરવા માટે તેમને હાથ જોડો. મૂર્ખને સંતુષ્ટ કરવા છે તો તેને સમ્માન આપો. સાથે જ વિદ્વાનને સંતુષ્ટ કરવા માટે હંમેશા સત્ય બોલો.

5. આચાર્ય ચાણક્યના મતે હાથની સુંદરતા ઘરેણાંથી નહીં, પરંતુ દાન કરવાથી થાય છે. સ્વચ્છતા જળથી સ્નાન કરવાથી આવે છે ચંદનનો લેપ લગાડવાથી નહીં. વ્યક્તિ ભોજન ખવડાવવાથી નહીં, પરંતુ માન આપવાથી સંતુષ્ટ થાય છે. પોતાને સજાવવાથી બુદ્ધિ નથી મળતી, તેથી તમારે આધ્યાત્મિક જ્ઞાનને જગાડવું પડે છે. જો તમે આચાર્ય ચાણક્યની આ 5 વાતની ગાંઠ બાંધી લેશો તો તમારા જીવનમાં દુ:ખ આવી શકશે નહીં.