સ્ત્રીઓએ ક્યારેય ન ફોડવું જોઈએ શ્રીફળ, જાણો તેની પાછળનું કારણ

ધાર્મિક

શ્રીફળને હિન્દુ ધર્મમાં એક શુભ ફળ માનવામાં આવે છે, ઘણીવાર લોકો કોઈ કામની શરૂઆત કરે છે, ત્યારે સૌ પ્રથમ તેઓ શ્રીફળ ફોડીને કામની શરૂઆત કરે છે. શ્રેફળને નારિયેળ તરીકે પણ ઓળખવામાં આવે છે. એવી માન્યતા છે કે જ્યારે ભગવાન વિષ્ણુજીએ પૃથ્વી પર અવતાર લીધો હતો, ત્યારે તે તેમની સાથે ત્રણ ચીજો લાવ્યા હતા – લક્ષ્મી, નારિયેળનું વૃક્ષ અને કામધેનુ, તેથી નાળિયેરના ઝાડને શ્રીફળ પણ કહેવામાં આવે છે.

શ્રી નો અર્થ છે લક્ષ્મી એટલે કે શ્રીફળ લક્ષ્મી અને વિષ્ણુનું ફળ. શ્રીફળમાં ત્રિદેવ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ માનવામાં આવે છે. શ્રીફળ એ ભગવાન શિવનું પ્રિય ફળ છે. માન્યતા અનુસાર, નાળિયેરમાં બનેલી ત્રણ આંખો ત્રિનેત્ર તરીકે જોવામાં આવે છે. શ્રીફળ ખાવાથી શારીરિક નબળાઇ દૂર થાય છે.

ભગવાનને શ્રીફળ ચઢાવવાથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. ભારતીય પૂજા પદ્ધતિમાં શ્રીફળણનું મહત્વનું સ્થાન છે. કોઈપણ વૈદિક અથવા દૈવી પૂજા પદ્ધતિ શ્રીફળના બલિદાન વગર અધૂરી માનવામાં આવે છે. તે પણ એક તથ્ય છે કે મહિલાઓ શ્રીફળ ફોડતી નથી. શ્રીફળ એક બીજ સ્વરૂપ છે, તેથી તેને ઉત્પાદન એટલે કે પ્રઝનન નું પરિબળ માનવામાં આવે છે.

શ્રીફળને પ્રઝનન ક્ષમતા સાથે જોડવામાં આવ્યું છે. સ્ત્રીઓ બીજ રૂપથી બાળકને જન્મ આપે છે અને તેથી સ્ત્રી માટે બીજ રૂપી શ્રીફળ ફોડવું અશુભ માનવામાં આવે છે. દેવી-દેવતાઓને શ્રીફળ ચઢાવ્યા પછી પુરુષો જ તેને ફોડે છે. શનિની શાંતિ માટે શ્રીફળન જળથી શિવલિંગ પર રુદ્રાભિષેક પણ કરવામાં આવે છે. ભારતીય વૈદિક પરંપરા મુજબ શ્રીફળને શુભ, સમૃદ્ધિ, સન્માન, પ્રગતિ અને સૌભાગ્યનું સૂચક માનવામાં આવે છે. કોઈના સન્માન માટે ઉનની શાલ સાથે શ્રીફળ પણ ભેટ તરીકે આપવામાં આવે છે. ભારતીય સામાજિક રીતરિવાજોમાં પણ શુભ શુકન તરીકે શ્રીફળની ભેટ આપવાની પરંપરા યુગોથી ચાલી રહી છે.

લગ્ન સુનિશ્ચિત કરવા માટે, એટલે કે, તિલક સમયે શ્રીફળ ભેટ તરીકે આપવામાં આવે છે. વિદાય સમયે શ્રીફળ ભેટ તરીકે આપવામાં આવે છે. અંતિમ સંસ્કાર સમયે પણ ચિતા સાથે શ્રીફળ રાખવમાં આવે છે. ધાર્મિક વિધિઓમાં શ્રીફળ હવનમાં હોમવામાં આવે છે.

શ્રીફળ ઉર્જાથી ભરપૂર હોય છે. તેની તાસીર ઠંડી હોય છે. તેમાં ઘણા પોષક તત્વો હોય છે. તેમાંથી જે પાણી નિકળે છે તેને નીરા કહેવામાં આવે છે. તે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેને સૂતી વખતે પિવાથી ઉંઘ પણ સારી આવે છે. આ પાણીમાં પોટેશિયમ અને કલોરિન હોય છે જે માતાના દૂધ સમાન છે. જે બાળકો દૂધને પચાવી શકતા નથી તેમને દૂધ સાથે નારિયેળ પાણી મિક્સ કરીને પીવડાવવું જોઈએ. ડી-હાઇડ્રેશન થાય ત્યારે નાળિયેર પાણીમાં લીંબુ મિક્સ કરીને પીવું જોઇએ. તેની મલાઈ ખાવાથી શક્તિ વધે છે. સાકર સાથે શ્રીફળનું સેવન કરવાથી પ્રેગ્નેંટ સ્ત્રીની શારીરિક નબળાઈ દૂર થાય છે.