માત્ર આટલી જ સેકેંડમાં આ મહિલા 325 રીતે પહેરાવી શકે છે સાડી, દીપિકાથી લઈને નીતા અંબાણી છે તેની ચાહક, જાણો કોણ છે તે મહિલા

વિશેષ

ભારતીય સંસ્કૃતિ એવી સંસ્કૃતિ છે જેમાં સાડી પહેરવાને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. સાડી એક એવો પોશાક છે જેને ભારતના લગભગ દરેક રાજ્યોમાં પહેરવામાં આવે છે. સાડી ભારતની સંસ્કૃતિને દર્શાવે છે. ભલે ભારતના અલગ-અલગ રાજ્યોમાં સાડી પહેરવાની રીત અલગ હોય અથવા સાડીની ડિઝાઇન અલગ હોય, પરંતુ સાડી પહેરવા પાછળ દરેક મહિલાઓના મનમાં એકસરખું જ સમ્માન હોય છે. સાડી ભારતનો ધાર્મિક પોશાક છે. અને સાડી એક એવો પોશાક છે જે કોઈપણ સ્ત્રીની સુંદરતામાં વધારો કરે છે.

આ કારણોસર આજે ભારતમાં ઘણી મોટી સાડી બ્રાન્ડ છે જેમાં સબ્યાસાચી અને તરુણ તહિલયાની પોતાની ડિઝાઇનર સાડીઓ માટે પ્રખ્યાત છે. તમને એ જાણીને પણ નવાઈ લાગશે કે આ બ્રાન્ડની સાડી 1000-2000માં નહીં પરંતુ લાખોમાં મળે છે. પરંતુ એ વાત પણ સાચી છે કે જો કોઈ મહિલાને સાડી પહેરતા ન આવડતું હોય તો તેના માટે આટલી કિંમતની સાડી ખરીદવાનું કોઈ મહત્વ નથી. સાડી પહેરવી પણ પોતાનામાં એક કુશળતા છે તે દરેકને નથી આવડતું. આવી સ્થિતિમાં આજે અમે તમને આ પોસ્ટ દ્વારા એક એવી મહિલા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે સાડી પહેરાવવામાં નિષ્ણાંત છે.

આટલું જ નહીં તેમણે પોતાની સાડી પહેરાવવાની કુશળતાથી ઘણા મોટા-મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા છે અને આ સાથે જ પોતાની આ કુશળતાના આધારે કરોડો રૂપિયાની કમાણી પણ કરે છે. માહિતી માટે જણાવી દઈએ કે અહીં અમે વાત કરવા જઈ રહ્યા છીએ ડોલી જૈન વિશે જેમણે માત્ર 18 સેકન્ડમાં સાડી પહેરાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.

નોંધપાત્ર છે કે તમે જ્યારે પણ કોઈ બોલિવૂડ અભિનેતત્રીને સાડી પહેરેલી જોશો તો તમારા મગજમાં એ વાત જરૂર આવતી હશે કે આ બોલિવૂડ અભિનેતત્રી આટલી પ્રોફેશનલ રીતે સાડી કેવી રીતે પહેરી લે છે. તો માહિતી માટે તમને જણાવી દઈએ કે આ અભિનેત્રી પોતે સાડી નથી પહેરતી, પરંતુ આ માટે તે ડોલી જૈન જેવા સ્ટાઈલિશની મદદ લે છે.

જો આપણે ડોલી જૈન વિશે વાત કરીએ, તો તેમણે પોતાની આ કળા દ્વારા ઘણા મોટા-મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા છે, જેમ કે તે એક સાડીને 325 રીતે અલગ-અલગ સ્ટાઈલમાં પહેરાવી શકે છે. અને તેની આ કુશળતાના કારણે દેશના સૌથી અમીર પરિવારોમાં ગણાતો અંબાણી પરિવાર પણ તેમની આ કળાનો દિવાનો છે.

તમારામાંથી ખૂબ ઓછા લોકો જાણતા હશે કે નીતા અંબાણીથી લઈને બોલિવૂડની ઘણી હસ્તીઓએ પણ ડોલી જૈન પાસે સાડી પહેરાવી ચુકી છે. માહિતી માટે જણાવી દઈએ કે ડોલી જૈન ઘણા લગ્ન સમારોહમાં બોલિવૂડની મોટી-મોટી હસ્તીઓને સાડી પહેરાવતા જોવા મળી ચુકી છે.

જો આપણે ડોલી જૈનની પર્સનલ લાઈફ વિશે વાત કરીએ તો તેનો જન્મ અને ઉછેર બેંગ્લોરમાં થયો હતો. અને તે એક ખૂબ જ સાધારણ પરિવાર સાથે સંબંધ ધરાવે છે. અને પોતાની સાડી પહેરાવવાની કળાથી, ડોલી જૈને સાબિત કર્યું છે કે જો તમારી પાસે નાની કળામાં પણ નિપુણતા હોય, તો તમે તેનાથી પણ સફળતા મેળવી શકો છો. અને આ વાતનું એક ઉદાહરણ ડોલી જૈન પોતે પણ છે.