ફિલ્મોમાં આવ્યા વગર જ ધૂમ મચાવી રહ્યા છે આ 5 સ્ટાર કિડ્સ, જુવો તેની વાયરલ તસવીરો

બોલિવુડ

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના સ્ટાર્સ હંમેશા તેમની ફિલ્મોને કારણે હેડલાઇન્સમાં રહે છે, પરંતુ ઘણા સ્ટાર્સ એવા છે જે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. બોલિવૂડના આ સ્ટાર્સ સોશિયલ મીડિયા દ્વારા પોતાનો ગ્લેમર બતાવવામાં કોઈ કસર છોડતા નથી પરંતુ બોલિવૂડ સ્ટાર કિડ્સ પણ આ બાબતમાં પાછળ નથી. જણાવી દઇએ કે ઘણા સ્ટાર કિડ્સ બોલિવૂડમાં એન્ટ્રી કરીને ખ્યાતિ મેળવી ચુક્યા છે, તો કેટલાક સ્ટાર કિડ્સ એવા પણ છે જે ફિલ્મોમાં આવ્યાં વગર જ ધૂમ મચાવી રહ્યા છે. આ દિવસોમાં બોલીવુડમાં દરેક જગ્યાએ સ્ટાર કિડ્સ છવાયેલા છે. આજે અમે તમને આ પોસ્ટ દ્વારા તે સ્ટાર કિડ્સ વિશે માહિતી આપવા જઇ રહ્યા છીએ કે જેમણે હજી સુધી ફિલ્મોમાં એન્ટ્રી નથી કરી, પરંતુ તે સોશિયલ મીડિયા પર ખૂબ જ પ્રખ્યાત છે. તેની તસવીરો અને તેમની સાથે જોડાયેલા સમાચારો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે.

નવ્યા નવેલી નંદા: બોલીવુડ ઈંડસ્ટ્રીના પ્રખ્યાત અભિનેતા અમિતાભ બચ્ચનની ભાણેજ નવ્યા નવેલી નંદા પ્રખ્યાત સ્ટાર કિડ્સ માંની એક છે. જણાવી દઈએ કે નવ્યાએ હજી સુધી બોલિવૂડમાં એંટ્રી કરી નથી, પરંતુ તે ચર્ચામાં રહે છે. નવ્યા નવેલી નંદા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે તેના ચાહકોની વચ્ચે પોતાની તસવીરો શેર કરતી રહે છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થતી રહે છે.

સુહાના ખાન: બોલિવૂડ ઈંડસ્ટ્રીના પ્રખ્યાત અભિનેતા શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાને હજી સુધી બોલિવૂડમાં એંટ્રી કરી નથી. જણાવી દઈએ કે સુહાના અત્યારે ન્યૂયોર્કમાં અભ્યાસ કરી રહી છે પરંતુ તે સોશિયલ મીડિયા પર ખૂબ જ પ્રખ્યાત છે. સુહાના ખાન સોશિયલ મીડિયા પર ચાહકોની વચ્ચે પોતાની તસવીર શેર કરતી રહે છે, જે ચાહકોને ખૂબ પસંદ આવે છે. સોશ્યલ મીડિયા પર સુહાનાના ચાહકોની કોઈ કમી નથી.

આર્યન ખાન: શાહરૂખ ખાનનો મોટો પુત્ર આર્યન ખાન પણ પ્રખ્યાત સ્ટાર કિડ્સના લિસ્ટમાં શામેલ છે. આર્યન ખાને હજી સુધી ફિલ્મોમાં પગ મુક્યો નથી, પરંતુ તેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થાય છે. તાજેતરમાં જ આર્યન ખાનની એક તસવીર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ હતી, તે તસવીરમાં આર્યન કૉફી પીતા જોવા મળી રહ્યો હતો. તેમની આ તસવીર પર યૂઝર્સના ઘણા રિએક્શન આવી રહ્યા હતા.

કૃષ્ણા શ્રોફ: ફિલ્મ અભિનેતા જેકી શ્રોફની પુત્રી કૃષ્ણા શ્રોફે હજી સુધી ફિલ્મોમાં પગ મુક્યો નથી પરંતુ તે હંમેશાં ચર્ચાનો વિષય બની રહે છે. જણાવી દઈએ કે કૃષ્ણા શ્રોફ તેના ભાઈ ટાઇગર શ્રોફની જેમ ફિટનેસ ફ્રીક છે. ક્રિષ્ના શ્રોફ સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડ અને ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે.

અહાન પાંડે: અહાન પાંડે સોશિયલ મીડિયા પર છવાયેલા રહે છે. જણાવી દઈએ કે અહાન પાંડે બોલિવૂડના જાણીતા અભિનેતા ચંકી પાંડેનો ભત્રીજો છે. અહાને હજી સુધી ફિલ્મોમાં એંટ્રી કરી નથી, પરંતુ સમાચાર મુજબ કહેવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં જ તે ફિલ્મોમાં જોવા મળી શકે છે. આહાન સોશિયલ મીડિયા પર ચાહકોની વચ્ચે પોતાની તસવીરો શેર કરતો રહે છે અને ચાહકોને પણ તેની તસવીરો ખૂબ પસંદ આવે છે.

શનાયા કપૂર: બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના અભિનેતા સંજય કપૂરની પુત્રી શનાયા કપૂર આજકાલ સોશિયલ મીડિયા પર પોતાના જલવા ફેલાવી રહી છે. જણાવી દઈએ કે શનાયાએ હજી સુધી બોલિવૂડમાં પ્રવેશ કર્યો નથી પરંતુ તે ટૂંક સમયમાં જ બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે. તેના લોન્ચિંગની ઘોષણા કરણ જોહરે કરી હતી. શનાયા સોશિયલ મીડિયા પર પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે, જે ચાહકોને ખૂબ પસંદ આવે છે.

Leave a Reply

Your email address will not be published.