ઈંડિયન આર્મી સાથે છે બોલીવુડના આ 7 મોટા સ્ટાર્સનો ઉંડો સંબંધ, નંબર 6 ના તો માતા-પિતા બંને હતા સેનામાં

બોલિવુડ

દેશ આજે આઝાદીની 75 મી વર્ષગાંઠ ઉજવી રહ્યો છે. આજના દિવસે વર્ષ 1947 ના ભારતને અંગ્રેજોના શાસનથી આઝાદી મળી. વાત જ્યારે પણ દેશની આવે છે, તો સૌથી પહેલા આપણા મનમાં સરહદ પર રક્ષા માટે ઉભા રહેતા સૈનિકોની છબી ઉભરી આવે છે. દેશના સાચા હીરો તરીકે આપણે માત્ર અને માત્ર તેમને જ જોઈએ છીએ. તે જોકે ફિલ્મી હીરો તો પડદા પર માત્ર તેમના પાત્રમાં જોવા મળે છે. જોકે બોલિવૂડમાં ઘણા એવા સ્ટાર્સ છે જે આર્મી બેકગ્રાઉન્ડ સાથે સંબંધ ધરાવે છે. તેમાં ઘણા મોટા નામ શામેલ છે. ચાલો આજે તમને આ ખાસ તક પર કેટલાક આવા જ ફિલ્મી સ્ટાર્સ વિશે જણાવીએ.

અક્ષય કુમાર: હિન્દી સિનેમાના સુપરસ્ટાર અક્ષય કુમાર તેમની દેશભક્તિ માટે જાણીતા છે. તેમણે હિન્દી સિનેમામાં ઘણી એવી ફિલ્મો કરી છે જ્યાં તે દેશભક્તિના રંગમાં રંગાયેલા જોવા મળ્યા છે. સાથે જ દેશ માટે અક્ષય અન્ય ફિલ્મી સ્ટાર્સની તુલનામાં હંમેશા આગળ રહે છે. અક્ષયના સ્વર્ગસ્થ પિતા હરિ ઓમ ભાટિયા ભારતીય સેનામાં સૈનિક હતા. જો કે પછી હરિ ઓમ ભાટિયાએ ભારતીય સેનાની નોકરી છોડી દીધી અને પંજાબથી દિલ્હી આવીને તેમણે યુનિસેફમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કર્યું. અક્ષયનું કહેવું છે કે તેના પિતા આર્મીમાં હોવાને કારણે તેના જીવનમાં આટલી શિસ્ત છે.

સુષ્મિતા સેન: હિન્દી સિનેમાની જાણીતી અને સુંદર અભિનેત્રી સુષ્મિતા સેન પણ આર્મી બેકગ્રાઉન્ડ સાથે સંબંધ ધરાવે છે. જણાવી દઈએ કે સુષ્મિતાના પિતા વિંગ કમાન્ડર શુબીર સેન ઈંડિયન એયરફોર્સમાં નોકરી કરતા હતા. તે હવે પોતાની આ નોકરીથી રિટાયર્ડ થઈ ચુક્યા છે.

પ્રીતિ ઝિન્ટા: હિન્દી સિનેમાની ડિમ્પલ ગર્લ એટલે કે પ્રીતિ ઝિંટાના પિતા આજે આ દુનિયામાં નથી. પ્રીતિના પિતા દુર્ગાનંદ ઝિન્ટા એક ભયાનક માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. અભિનેત્રીના પિતા આર્મીમાં ઓફિસર હતા. જોકે જ્યારે પ્રીતિ માત્ર 13 વર્ષની હતી ત્યારે તેના પિતાએ દુનિયા છોડી દીધી હતી. સાથે જ તમને જણાવી દઈએ કે પ્રીતિનો ભાઈ દિપાંકર પણ ઈંડિયન આર્મીમાં અધિકારી છે.

અનુષ્કા શર્મા: અભિનેત્રી અનુષ્કા શર્માએ પિતા આર્મીમાં હોવાને કારણે દેશના ઘણા ભાગમાં પોતાનું બાળપણ પસાર કર્યું છે. તેમના પિતાની દેશભરમાં ઘણી જગ્યાએ બદલી કરવામાં આવી હતી. અનુષ્કાના પિતા અજય શર્મા હવે નિવૃત્ત થઈ ચુક્યા છે, જોકે તેઓ એક સમયે કર્નલ પોસ્ટ પર હતા.

પ્રિયંકા ચોપરા: બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક પ્રિયંકા ચોપરાની માતા અને પિતા બંને ઈંડિયન આર્મીમાં ડોક્ટરની પોસ્ટ પર હતા. પ્રિયંકાના પિતા અશોક ચોપરા હવે આ દુનિયામાં નથી, જ્યારે પ્રિયંકા ઘણીવાર તેની માતા મધુ ચોપરા સાથે જોવા મળે છે.

એશ્વર્યા રાય બચ્ચન: એશ્વર્યા રાય બચ્ચનના દિવંગત પિતા કૃષ્ણરાજ રાય પણ ભારતીય સેનામાં રહીને દેશની સેવા કરી ચુક્યા હતા.

લારા દત્તા: અભિનેત્રી લારા દત્તાના પિતા એલ કે દત્તાએ ઈંડિયન એયરફોર્સમાં વિંગ કમાન્ડર તરીકે કામ કરી ચુક્યા છે. આટલું જ નહીં લારા દત્તાની બહેનોએ પણ ઈંડિયન એયરફોર્સમાં રહીને દેશની સેવા કરી છે.

નિમરત કૌર: અભિનેત્રી નિમરત કૌરના પિતા ભૂપેન્દ્ર સિંહ ભારતીય સેનામાં મેજર તરીકે કામ કરી ચુક્યા છે. તે સેનામાં એન્જિનિયર હતા. જોકે દુર્ભાગ્યની વાત છે કે અભિનેત્રીના પિતાનું વર્ષ 1994 માં આતંકવાદીઓએ અપહરણ કર્યું હતું અને અન્ય આતંકવાદીને છોડવાની માંગ કરી હતી. પરંતુ આવું ન થવા પર ભૂપેન્દ્ર સિંહની આતંકવાદીઓએ હત્યા કરી હતી. આ ખુલાસો અભિનેત્રી પોતે તેના ઇન્ટરવ્યૂમાં કરી ચુકી છે. જણાવી દઈએ કે નિમરત કૌરે લંચ બોક્સ અને એરલિફ્ટ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

ગુલ પનાગ: હિન્દી સિનેમાની કેટલીક ફિલ્મોમાં જોવા મળી ચૂકેલી અભિનેત્રી ગુલ પનાગ પણ આર્મી બેકગ્રાઉન્ડ સાથે સંબંધ ધરાવે છે. તેમના પિતા હરચરણજીત સિંહ પનાગ ભારતીય સેનાના નિવૃત્ત અધિકારી છે. દેશ માટે આપેલા પોતાના યોગદાનને જોઈને અભિનેત્રીના પિતાને પરમ વિશિષ્ટ સેવા મેડલથી પણ સમ્માનિત કરવામાં આવ્યા છે.