કેએલ રાહુલ-આથિયા સાથે વેકેશન એન્જોય કરી રહ્યા છે વિરાટ-અનુષ્કા, જુવો તેમની વેકેશનની તસવીરો

રમત-જગત

વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્મા બંને તેમના ક્ષેત્રની મોટી હસ્તીઓ છે અને આજકાલ આ બેસ્ટ કપલ પુત્રી વામિકા સાથે ઇંગ્લેન્ડમાં વેકેશન એન્જોય કરી રહી છે. જણાવી દઈએ કે આ વેકેશનમાં તેમને ટીમ ઈન્ડિયાના ક્રિકેટરો અને તેમના પાર્ટનરનો પણ સાથ મળ્યો છે. તાજેતરમાં આ વેકેશનની કેટલીક તસવીરો પણ સામે આવી છે.

અનુષ્કા શર્મા અને વિરાટ બંને સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. અનુષ્કા શર્માએ તાજેતરમાં જ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી ડરહમમાં વેકેશન એન્જોય કરતા એક સુંદર ગ્રુપ તસવીર શેર કરી છે. આટલું જ નહિં આ તસવીર સાથે ક્રિએટિવ કેપ્શન આપતા અનુષ્કાએ લખ્યું કે, “ડર હમ સાથ સાથ હૈ.” નોંધપાત્ર વાત એ છે કે આ તસવીરમાં વિરાટ-અનુષ્કા અને વામિકા સાથે, કેએલ રાહુલ, તેની રૂમર્ડ ગર્લફ્રેન્ડ અથિયા શેટ્ટી, ઇશાંત શર્મા, પ્રતિમા સિંહ, ઉમેશ યાદવ અને તેની પત્ની તાન્યા વાધવા પણ ગ્રુપ તસવીરમાં પોઝ આપતા જોવા મળી રહ્યા છે.

જ્યારથી અનુષ્કાએ સોશિયલ મીડિયા પર આ ગ્રુપ તસવીર શેર કરી છે. ત્યારથી તેના પર મોટા-મોટા સેલિબ્રિટીઝ પણ કમેંટ કરી રહ્યા છે. જણાવી દઈએ કે પોસ્ટ પર કમેન્ટ કરનારાઓમાં અથિયા શેટ્ટી, પિતા સુનીલ શેટ્ટી, વિરાટ કોહલી સહિત ઘણા સેલેબ્સ શામેલ છે.

આ ઉપરાંત ક્રિકેટર કેએલ રાહુલે પણ તાજેતરમાં જ ડરહમથી પોતાની ટીમ સાથે એક સુંદર તસવીર શેર કરી હતી, જેની સાથે તેણે એ પણ બતાવ્યું હતું કે આ ગ્રુપ તસવીર માટે આથિયા શેટ્ટી અને અનુષ્કા શર્મા તેની ફોટોગ્રાફર બની છે.

જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા થોડા સમય પહેલા જ ટેસ્ટ સીરીઝ માટે ઈંગ્લેન્ડ રવાના થઈ છે. જ્યાં 5 ઓગસ્ટથી મેચ શરૂ થવા જઈ રહી છે. આ દરમિયાન ભારતીય ક્રિકેટરોને તેમના પાર્ટનરનો સાથ મળ્યો છે. તાજેતરમાં એવા સમાચાર આવ્યા હતા કે કેએલ રાહુલે ઓફિશિયલ ડોક્યૂમેંટ્સમાં આથિયા શેટ્ટીને પોતાની પાર્ટનર જણાવી હતી. આથિયા એ રાહુલ સાથે ઇંગ્લેન્ડની ઉડાન ભરી હતી.

સમાચાર એ પણ હતા કે આથિયા તેની સાથે જ રોકાઈ હતી. બંનેની કેટલીક સુંદર તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી અને આથિયા શેટ્ટીના પિતા સુનીલ શેટ્ટીએ પણ પુત્રી અને કેએલ રાહુલના સંબંધો વિશે કહ્યું હતું કે, “બંને એકસાથે ખૂબ સારા લાગે છે. આટલું જ નહીં, સુનીલે રાહુલને પોતાનો ફેવરિટ ક્રિકેટર પણ જણાવ્યો હતો.

જણાવી દઈએ કે સુનીલ શેટ્ટીની લાડલી પુત્રી અથિયા શેટ્ટીએ ફિલ્મ ‘હીરો’ થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. આથિયા ફિલ્મો કરતા વધારે તેની લવ લાઈફને લઈને ચર્ચામાં છે અને લાંબા સમયથી ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ અને અથિયાના અફેરના સમાચાર આવી રહ્યા છે.