ફિલ્મી દુનિયામાં પ્રવેશ કરતાની સાથે જ આ અભિનેત્રીઓ એ બદલ્યા તેના નામ, જાણો પહેલા તેમનું નામ શું હતું

બોલિવુડ

દરેક વ્યક્તિની તેના ચહેરા પછી કોઈ અન્ય ઓળખ છે, તો તે તેનું નામ છે. પરંતુ ઘણીવાર એવું જોવા મળે છે કે ઘણા લોકો પોતાની ઓળખ અન્ય કરતા અલગ બનાવવા માટે નામ બદલતા હોય છે. આવું ફક્ત આપણી વચ્ચે જ નહીં પરંતુ બોલીવુડના જાણીતા સ્ટાર્સ સાથે પણ થાય છે. આવી સ્થિતિમાં આજે અમે તમને બોલીવુડની કેટલીક એવી અભિનેત્રી સાથે પરિચય કરવા જઈ રહ્યા છીએ જેમણે ઇન્ડસ્ટ્રીમાં ઓળખ બનાવતા પહેલા જ પોતાનું નામ બદલીને કારકિર્દીની શરૂઆત કરી.

કિયારા અડવાણી: બોલિવૂડમાં ખૂબ જ નાની ઉંમરે પોતાનું નામ મજબૂત કરનારી કેટલીક અભિનેત્રીઓમાં શામેલ છે ખૂબ જ સુંદર અને ટેલેંટેડ અભિનેત્રી કિયારા અડવાણી. જણાવી દઇએ કે જ્યારે તે બોલીવુડમાં પ્રવેશ કરી રહી હતી ત્યારે આલિયા ભટ્ટ એક સફળ અભિનેત્રી હતી, જેના કારણે તેણે સલમાન ખાનની સલાહ પર પોતાનું અસલી નામ આલિયા અડવાણી બદલીને કિયારા અડવાણી રાખ્યું.

મધુબાલા: અભિનેત્રી મધુબાલાની વાત કરીએ તો, તેના દાયકામાં ખૂબ ઓછી એવી અભિનેત્રીઓ હતી જે તેને ટક્કર આપતી હતી. જોકે વર્ષ 1942 માં ફિલ્મ ‘બસંત’ રિલીઝ થઈ ત્યારે તેને દેવિકા રાણીએ સલાહ આપી કે તે તેનું નામ બદલી નાખે. ત્યાર પછી અભિનેત્રી મુમતાઝ જહાં દેહલવી થી મધુબાલા બની ગઈ.

કેટરિના કૈફ: ભારતની નહિં પણ અન્ય દેશ સાથે સંબંધ ધરાવતી અબ્જ્નેત્રી કેટરિના ટરકોટે જ્યારે ભારતીય ફિલ્મી દુનિયામાં પ્રવેશ કરવાનું વિચાર્યું તો તેણે પોતાનું નામ કેટરિના કેફ રાખ્યું.

શિલ્પા શેટ્ટી: બોલિવૂડમાં એક સફળ અભિનેત્રી સાથે એક સફળ માઁ તરીકે પણ જોવા મળતી ખૂબ જ સુંદર અભિનેત્રી છે શિલ્પા શેટ્ટી. જો કે, ઘણા ઓછા લોકો જાણે છે કે તેમના સ્કૂલના દિવસો દરમિયાન, તેનું અસલી નામ અશ્વિની શેટ્ટી હતું.

તબ્બુ: બોલિવૂડની જાણીતી અભિનેત્રી રહી છે તબ્બુ જેણે પોતાના લુકની સાથે સાથે તેની એક્ટિંગથી બોલીવુડ પર રાજ કર્યું છે. જોકે વાત કરીએ તેના અસલી નામની તો તે તબ્બુ ફાતિમા હાશ્મી હતું.

સની લિયોન: કરનજીત કૌરના નામથી કેનેડામાં જન્મેલી એડલ્ટ ફિલ્મ અભિનેત્રી સની આજે બોલિવૂડની સફળ અભિનેત્રી છે. જોકે તેણે કેમેરા સામે આવતાં પહેલાં પોતાનું નામ સની લિયોન રાખ્યું હતું.

પ્રીતિ ઝિન્ટા: ગ્લેમર ઈન્ડસ્ટ્રીમાં ડિમ્પલ ગર્લ તરીકે જાણીતી અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા તેના સમયની જાણીતી અભિનેત્રી રહી છે અને તેની સુંદરતાથી તેણે લાંબા સમય સુધી ઈન્ડસ્ટ્રી પર રાજ કર્યુ છે. જણાવી દઈએ કે તેમનું અસલી નામ પ્રીતમ સિંહ હતું.

રેખા: બોલિવૂડમાં લિજેન્ડરી એક્ટ્રેસનું બિરુદ ધરાવનારી અભિનેત્રી રેખાનું અસલી નામ ભાનુરેખા ગણેશન હતું. પરંતુ જ્યારે તેણે એક્ટિંગની દુનિયામાં પગ મૂક્યો ત્યારે તેણે પોતાનું નામ રેખા રાખ્યું.

મહિમા ચૌધરી: ફિલ્મ ‘પરદેસ’ સાઇન કરતી વખતે અભિનેત્રી મહિમા ચૌધરીનું નામ રિતુ ચૌધરી હતું. જોકે, શોમાં શુભાષ ઘઇએ તેમનું નામ બદલીને રિતુથી મહિમા રાખ્યું હતું અને આજે તે ઈન્ડસ્ટ્રીમાં મહિમા ચૌધરીના નામથી પ્રખ્યાત છે.

શ્રીદેવી: ભલે આજે શ્રીદેવી આપણી વચ્ચે નથી, પરંતુ આજે પણ તેના લુક અને એક્ટિંગના લાખો દીવાના છે. પરંતુ જો આપણે વાત કરીએ તેના શરૂઆતના દિવસોની, તો તેનું નામ અમ્મા યંગર અય્યપન હતું, જેને તેની માતાએ જ બદલ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.