અનુષ્કા શર્મા અને ટીમ મેમ્બર્સ સાથે તલવારથી કેક કાપીને વિરાટે કંઈક આ રીતે સેલિબ્રેટ કર્યો પોતાનો જન્મદિવસ, જુવો તસવીર

બોલિવુડ

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ 5 નવેમ્બરના રોજ પોતાનો જન્મદિવસ ખૂબ ધામધુમથી ઉજવ્યો હતો અને તેમના જન્મદિવસના આ સેલિબ્રેશનમાં પત્ની અનુષ્કા શર્મા સાથે ટીમના અન્ય ખેલાડીઓ સાથે વિરાટ કોહલીનો જન્મદિવસ ખૂબ જ શાનદાર રીતે સેલિબ્રેટ કરવામાં આવ્યો. અને આ જન્મદિવસ પર વિરાટ કોહલી 32 વર્ષનો થઈ ગયો અને આ પ્રસંગે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી ખૂબ જ શાનદાર સ્ટાઈલમાં જોવા મળ્યા.

તો વિરાટ કોહલીએ તેના જન્મદિવસ પર કેક કાપી અને તેમાં સૌથી ખાસ વાત એ છે કે આ વખતે વિરાટ કોહલીએ કેક છરી વડે નહિં પરંતુ તલવારથી કાપી છે અને વિરાટની કેક કાપવાની આ અનોખી સ્ટાઈલ દરેકને પસંદ આવી રહી છે અને તેમના જન્મદિવસનો વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જણાવી દઈએ કે પોતાના જન્મદિવસના સેલિબ્રેશન દરમિયાન વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા શર્મા સાથે અને ટીમ મેમ્બર સાથે પણ ખૂબ મજા માણી.

જણાવી દઈએ કે વિરાટ કોહલીના જન્મદિવસનો આ વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે વિરાટે પહેલા તલવારથી કેક કાપી અને ત્યાર પછી કેકનો પહેલો ટુકડો ઉઠાવીને પતિ અનુષ્કા શર્માને ખવડાવવા માટે હાથ આગળ વધારે છે અને ત્યાર પછી અનુષ્કા તેના પતિના હાથમાંથી કેકનો ટુકડો લે છે અને વિરાટને ખૂબ પ્રેમથી ખવડાવે છે. અને વિરાટના ટીમ મેમ્બર્સ આખી કેક ઉપાડીને વિરાટ કોહલીના ચહેરા પર લગાવે છે અને આ જ રીતે કેક વાળા ચહેરામાં વિરાટ ફોટો ક્લિક કરાવે છે. વિરાટ પોતાના આ જન્મદિવસને ખૂબ એન્જોય કરતા જોવા મળે છે

વિરાટ કોહલીના જન્મદિવસ પર ભારતીય ટીમના ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને તેની મંગેતર ધનાશ્રી વર્મા પણ જોવા મળી હતી અને તે બંનેની તસવીર પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે આ દિવસોમાં વિરાટ કોહલી તેની પત્ની અનુષ્કા શર્મા સાથે આઈપીએલના કારણે દુબઇમાં છે, અને ત્યાં જ તેનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો છે અને તેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. અને સાથે જ વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા જલ્દી માતા-પિતા બનવા જઈ રહ્યા છે અને અનુષ્કા શર્મા પણ આજકાલ તેની પ્રેગ્નેંસીને લઈને હેડલાઇન્સમાં રહે છે.

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી તેમના ઘરે આવનારા નાના મહેમાનને લઈને ખૂબ જ ખુશ છે અને તાજેતરમાં અનુષ્કા શર્માએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પતિ વિરાટ કોહલી સાથે ખૂબ જ સુંદર તસવીર શેર કરી છે અને આ તસવીરમાં અનુષ્કા શર્મા વિરાટ કોહલીને ગાલ પર કિસ કરતી જોવા મળી રહી છે અને બંનેએ એકબીજાને હગ કર્યું છે.

આ તસવીર જોયા પછી ક્રિકેટ જગત અને ફિલ્મી દુનિયાના તમામ સેલેબ્સ આ કપલ પર પ્રેમ લૂટાવતા જોવા મળી રહ્યા છે. અને ચાહકો પણ વિરુષ્કાની જોડીને ખૂબ પસંદ કરી રહ્યા છે. અને અનુષ્કાની આ તસવીર પર બોલૂવુડના ઘણા સેલેબ્સ રિએક્શન પણ આપી રહ્યા છે જેમાં મોની રોય, પ્રિયંકા ચોપરા, તાહિરા કશ્યપનું નામ શામેલ છે. જણાવી દઈએ કે વિરુષ્કા જાન્યુઆરી 2021માં માતા-પિતા બની જશે.

1 thought on “અનુષ્કા શર્મા અને ટીમ મેમ્બર્સ સાથે તલવારથી કેક કાપીને વિરાટે કંઈક આ રીતે સેલિબ્રેટ કર્યો પોતાનો જન્મદિવસ, જુવો તસવીર

Leave a Reply

Your email address will not be published.