લગ્ન પહેલા ગર્લ ગેંગ સાથે મસ્તી કરતા જોવા મળી અંકિતા લોખંડે, જુવો તસવીરો

બોલિવુડ

ટીવી ઈન્ડસ્ટ્રીની પ્રખ્યાત અભિનેત્રી અંકિતા લોખંડે માત્ર સુંદર જ નથી પરંતુ તેની એક્ટિંગ પણ જબરદસ્ત છે. ટીવી સીરિયલ પ્રિવિત્ર રિશ્તા માં અર્ચના ના નામથી ઘર-ઘરમાં પ્રખ્યાત બનેલી અંકિતા ભલે આજે એક્ટિંગની દુનિયાથી ગાયબ છે પરંતુ તે સોશિયલ મીડિયા પર આજે પણ ખૂબ એક્ટિવ રહે છે.

અંકિતા અવારનવાર પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર ચાહકો સાથે શેર કરતી રહે છે. આ દરમિયાન તેણે તેની ગર્લ ગેંગ સાથેના કેટલાક વીડિયો શેર કર્યા છે, જેમાં અંકિતા તેની ગર્લ ગેંગ સાથે જોવા મળી રહી છે. ચાલો જોઈએ અંકિતાની તસવીરો અને વીડિયો.

લગ્ન પહેલા અંકિતા લોખંડેએ કરી પાર્ટી: ખરેખર અંકિતા લોખંડેએ ગઈકાલે રાત્રે તેના મિત્રો સાથે પાર્ટી કરી હતી, જેની એક ઝલક તેણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી. અંકિતા એ ગર્લ ગેંગ સાથે તેની તસવીરો ઇન્સ્ટા એકાઉન્ટ પર શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે કે થેંક્સ અમને રાત્રે ઈન્વાઈટ કરવા માટે.

આગળ અંકિતા એ લખ્યું છે કે, ‘પાર્ટિમાં અમે ખૂબ મજા કરી’, તે પણ ઘણા દિવસો પછી. અને હા @અગમ_દિક્ષિત ને કેવી રીતે ભૂલી શકીએ, જેમણે આટલી સારી પાર્ટી હોસ્ટ કરી. ભગવાનના આશીર્વાદ તમારા બંને પર રહે. તમારા બંને માટે ખૂબ સારો પ્રેમ.

જોકે અંકિતા તેની કારકિર્દીને લઇને ખૂબ જ ગંભીર રહે છે, પરંતુ વાત જ્યારે મસ્તી કરવાની આવે છે ત્યારે અંકિતાનું એક અલગ રૂપ જોવા મળે છે. અંકિતાને તેના મિત્રો સાથે સમય પસાર કરવો ખૂબ પસંદ છે. આ જ કારણ છે કે તે અવારનવાર તેના મિત્રો સાથે પાર્ટી કરતી જોવા મળે છે. તમને જણાવી દઇએ કે અંકિતાએ ગઈરાત્રે અપર્ણા દિક્ષિત અને મિષ્ટિ ત્યાગી સાથે પાર્ટી કરી હતી, તે બંને ટીવીની જાણીતી હસ્તીઓ છે.

અંકિતા લોખંડે શૂટિંગમાં ખૂબ વ્યસ્ત છે પરંતુ જ્યારે મિત્રો સાથે પાર્ટી કરવાની વાત આવે છે ત્યારે તે સમય કાઢી લે છે. આ પહેલીવાર નથી જ્યારે ઈન્સ્ટાગ્રામ પર અંકિતાએ મિત્રો સાથેની તસવીરો શેર કરી છે. આ પહેલા પણ અંકિતાએ આવી ઘણી ક્ષણો શેર કરી છે જ્યાં તે તેના મિત્રો સાથે મજાક કરતી જોવા મળે છે.

આજકાલ અંકિતા લોખંડેની લવ લાઈફની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે. અંકિતા આ દિવસોમાં વિકી જૈનને ડેટ કરી રહી છે. રિપોર્ટ્સ અનુસાર, અંકિતાએ વિકી સાથે સગાઈ પણ કરી લીધી છે અને ટૂંક સમયમાં જ તે બંને લગ્ન કરશે. અંકિતા અને વિકીની સગાઈને લગતી ઘણી તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઈ છે. આવી સ્થિતિમાં હવે વિકી અને અંકિતાની સગાઈના અહેવાલો ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. જોકે હજી અંકિતા અથવા વિક્કી તરફથી આ વાતનું કોઈ ઓફિશિયલ સ્ટેટમેંટ આવ્યું નથી.

7 thoughts on “લગ્ન પહેલા ગર્લ ગેંગ સાથે મસ્તી કરતા જોવા મળી અંકિતા લોખંડે, જુવો તસવીરો

  1. I have been surfing online more than 2 hours today, yet I never found any interesting article like yours.
    It is pretty worth enough for me. In my view, if all website owners and bloggers made good
    content as you did, the internet will be a lot more useful than ever before.

Leave a Reply

Your email address will not be published.