મિસ વર્લ્ડનો એવોર્ડ જીતી ચુકેલી અભિનેત્રી એશ્વર્યા ઘરમાં રહે છે સામાન્ય વહૂની જેમ, દરરોજ કરે છે આ કામ

બોલિવુડ

અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય ના લગ્નને 14 વર્ષ થઈ ગયા છે. બંનેએ 20 એપ્રિલ વર્ષ 2007 માં લગ્ન કર્યાં હતાં. આજે 14 વર્ષ પછી પણ બંનેનો પ્રેમ અકબંધ રહ્યો છે. બંનેની ગણતરી બોલીવુડની સૌથી સુંદર કપલમાં થાય છે. જો તે બંને એક સાથે ગમે ત્યાં જાય છે તો આકર્ષણનું કેન્દ્ર બને છે. બંને એકબીજાને પરફેક્ટલી કોમ્પલિમેંટ કરે છે.

ઘણા ઇન્ટરવ્યુ દરમિયાન અભિષેક તેની પત્નીની પ્રશંસા કરતા જોવા મળ્યા છે. આ સાથે અભિષેક ગર્વ સાથે કહે છે કે એશ્વર્યા તેની ‘બેટર હાફ’ નહીં પણ ‘બેસ્ટ હાફ’ છે. આ સાથે જ એશ્વર્યા પણ દરેક પ્રસંગે અભિષેકની પ્રશંસા કરતા જોવા મળી છે. આ બંને કપલે પણ દરેક સામાન્ય માણસની જેમ તેમના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે.

બંનેને હંમેશા સાથે જોવા અને લગ્નના આટલા વર્ષો પછી પણ મનમાં કોઈ મતભેદ ન હોવાને કારણે આ બંનેને બોલીવુડની આઈડલ કપલ પણ માનવામાં આવે છે. એશે ભલે મિસ વર્લ્ડનો એવોર્ડ મેળવ્યો છે, બચ્ચન પરિવારની પુત્રવધૂ છે. પરંતુ ઘરમાં તે એક સામાન્ય પુત્રવધૂની જેમ જ રહે છે. તે પોતાના ઘરમાં પોતાની પુત્રી આરાધ્યાનું ધ્યાન રાખે છે, તેના ખાવા-પીવાનું ધ્યાન રાખે છે.

આ સાથે એશ્વર્યા પોતાના હાથથી બનાવેલું ભોજન અભિષેક બચ્ચનને ખવડાવે છે. એશ્વર્યા તેના હાથથી બનેલા પરાઠા તેના પતિને ખવડાવે છે. આ વાતનો ખુલાસો એશ્વર્યાએ પોતે જ કપિલ શર્મા શોમાં કર્યો હતો. એશ્વર્યા વર્ષ 2015 માં તેની ફિલ્મ જાઝબાના પ્રમોશન દરમિયાન કપિલ શર્માના શોમાં ઇરફાન ખાન સાથે પહોંચી હતી. આ સમય દરમિયાન કપિલે એશને આવો સવાલ કર્યો હતો. તેનો જવાબ સાંભળીને ત્યાં હાજર બધા લોકો હસવા લાગ્યા હતા.

આ સાથે જ એશ્વર્યા પોતાના હાજિર જવાબને લઈને પણ જાણીતી છે. આંતરરાષ્ટ્રીય ચેટ શો હોસ્ટ ડેવિડ લેટરમેનની પણ બોલતી બંધ કરી ચુકી છે. મિસ વર્લ્ડનો એવોર્ડ જીત્યા પછી એશ્વર્યાને ડેવિડ લેટરમેનના શોમાં બોલાવવામાં આવી હતી. આ શોમાં ડેવિડ લેટરમેને પોતાના સવાલોથી એશ્વર્યાને રોસ્ટ કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેને એશ્વર્યાએ જોરદાર જવાબ આપ્યો હતો.

ડેવિડે એશ્વર્યાને પૂછ્યું હતું કે, ભારતમાં બાળકો મોટા થયા પછી પણ તેને તેના માતાપિતા સાથે રહેવું પડે છે? એશ તેના આ સવાલથી સમજી ગઈ હતી કે તે ભારતની સંસ્કૃતિની મજાક ઉડાવી રહ્યો છે. એશે તેમને સમજી વિચારીને જવાબ આપ્યો અને કહ્યું કે હા ભારતમાં બાળકો મોટા થયા પછી પણ તેમના માતાપિતા સાથે એક જ ઘરમાં રહેવું ખૂબ સામાન્ય બાબત છે કારણ કે અમારે ડિનર પર પોતાના માતા-પિતાને મળવા માટે અપોઈન્મેંટ લેવાની જરૂર રહેતી નથી.