આ 5 હસીનાઓને જોઈને એશ્વર્યાને પણ ભૂલી જશો તમે, લાગે છે હૂબહૂ બચ્ચન પરિવારની પુત્રવધૂ જેવી

બોલિવુડ

હિન્દી સિનેમાની સૌથી સફળ અને સુંદર અભિનેત્રીઓના લિસ્ટમાં એશ્વર્યા રાય બચ્ચન પણ શામેલ છે. એશ્વર્યા રાયની એક્ટિંગની સાથે તેની સુંદરતાની પણ આખી દુનિયા દિવાની છે. બોલીવુડની સાથે હોલીવુડની દુનિયામાં પણ એશ્વર્યાની સુંદરતાની ચર્ચા થાય છે.

એવી ઘણી છોકરીઓ છે જે એશ્વર્યાની સ્ટાઈલને અપનાવે છે અને તેને પોતાની રોલ મોડેલ માને છે, પરંતુ શું થશે જ્યારે કોઈ એશ્વર્યા રાય જેવી જ દેખાવા લાગે. માત્ર ભારતમાં જ નહિં પરંતુ વિદેશમાં પણ એશ્વર્યા રાયની હમશકલ છે. ચાલો આજે તમને એશ્વર્યા રાય બચ્ચનની હમશકલ વિશે જણાવીએ. તેના જેવી ઘણી છોકરીઓ છે જેને જોઈને તમારી આંખો ચક્કર ખાઈ જશે.

આમના ઇમરાન: આમના ઇમરાન પાકિસ્તાન સાથે સંબંધ ધરાવે છે. થોડા દિવસો પહેલા એશ્વર્યા રાય જેવી દેખાવાના કારણે આમના ઇમરાને ઘણી હેડલાઇન્સ બનાવી હતી. જ્યારે તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ત્યારે તેણીની તુલના એશ્વર્યા રાય સાથે થવા લાગી અને તે ખૂબ જ જલ્દીથી પ્રખ્યાત થઈ ગઈ. ટૂંક સમયમાં જ, તેમના સોશિયલ મીડિયા ફોલોઅર્સની સંખ્યા પણ ખૂબ વધી ગઈ હતી. ઘણીવાર જોવા મળે છે કે, આમના એશ્વર્યા જેવા જ કપડા પહેરે છે અને તેના જેવા પોઝ આપે છે. તે અવારનવાર પોતાને એશ્વર્યાની કાર્બ કોપી ના નામ પર પ્રમોટ કરે છે.

મહલાઘા જબેરી: મહલઘા જબેરી ઈરાન સાથે સંબંધ ધરાવે છે. 31 વર્ષની મહલાઘા બિલકુલ એશ્વર્યા જેવી લાગે છે. એશ્વર્યાની જેમ, મહલાઘા જબેરીની આંખો પણ વાદળી છે. મહલાઘા જબરી વ્યવસાયે એક મોડલ છે અને ઘણી વાર તે એશ્વર્યા સાથે તુલના કરવાને કારણે હેડલાઇન્સમાં આવે છે. સુંદરતામાં પણ મહલાખાનો કોઈ જવાબ નથી.

અમૃતા સાજૂ: એશ્વર્યા રાય બચ્ચનની અન્ય્બ હમશકલ છે અમૃતા સાજૂ. અમૃતા એક સોશિયલ મીડિયા સ્ટાર છે. તેનો ચહેરો એશ્વર્યા રાય સાથે એટલી હદે મળતો આવે છે કે તેને કેરળની એશ્વર્યા રાય પણ કહેવામાં આવે છે. તેણે ટિકટૉક પર એશ્વર્યાની ફિલ્મોના ડાયલોગ્સ પર લિપ-સિંક કરતા ઘણા વીડિયો અપલોડ કર્યા હતા અને તે દરમિયાન તે ખૂબ ચર્ચામાં રહી હતી. અમૃતા ઘણીવાર એશ્વર્યાની સ્ટાઇલમાં ફોટોશૂટ કરાવે છે.

માનસી નાઈક: માનસી નાઈકને પહેલી નજરમાં જોતા દરેક આશ્ચર્યચકિત થઈ જાય છે. તે બિલકુલ એશ્વર્યા રાય જેવી જ લાગે છે. જો બંનેને સાથે ઉભી રાખવામાં આવે તો એક ક્ષણ માટે દરેક ચક્કર ખાઈ જશે. બંનેના ચહેરા પર એટલી હદે સમાનતા છે કે સોશિયલ મીડિયા પર ચાહકો માનસીને એશ્વર્યાની નાની બહેન પણ કહે છે. ઘણીવાર માનસીને એશ્વર્યાની કોપી કરતા જોવા મળે છે. જણાવી દઈએ કે, માનસી મરાઠી ટીવી અભિનેત્રી છે.

સ્નેહા ઉલ્લાલ: સ્નેહા ઉલ્લાલ આ નામ તમે સાંભળ્યું હશે અને સાંભળ્યું ન હોય તો ચાલો આજે અમે તમને આ નામનો પરિચય કરાવીએ. સ્નેહા ઉલ્લાલ એક બોલીવુડ અભિનેત્રી છે. એશ્વર્યાની આ હમશકલને અભિનેતા સલમાન ખાને તેની ફિલ્મ ‘લક નો ટાઇમ ફોર લવ’ થી બોલીવુડમાં લોન્ચ કરી હતી. જોકે સ્નેહાની કારકિર્દી ફ્લોપ રહી હતી. પરંતુ એશ્વર્યા સાથે મળતા ચેહરાને કારણે તેણે ઘણી બધી હેડલાઇન્સ બનાવી હતી.

આશિતાસિંહ રાઠોર: અશિતા સિંહ રાઠોર ટિકટૉકને કારણે ચર્ચામાં આવી હતી. આશિતા સિંહને જોયા પછી પણ તે કહેવું ખોટું નહીં હોય કે તે પણ બોલિવૂડની અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન જેવી લાગે છે. આ તસવીરમાં તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, તેનો ચહેરો ઘણી હદ સુધી એશ્વર્યા રાય સાથે મળી રહ્યો છે. ટિક ટોક પર એશ્વર્યા સાથે ચેહરો મળતો હોવાને કારણે આશિતા ખૂબ ચર્ચાઓમાં રહી હતી.