ગુરૂવારના દિવસે કરો આ નાનો ઉપાય, હંમેશા ભાગ્યશાળી રહેશે જિંદગી અને વરશસે માતા લક્ષ્મીના આશીર્વાદ

ધાર્મિક

બૃહસ્પતિ એટલે કે ગુરુવારનો દિવસ ખૂબ જ શુભ દિવસ માનવામાં આવે છે. આ દિવસ લક્ષ્મી અને નારાયણ સાથે જોડાયેલો છે અને આ દિવસે તેમની પૂજા કરવાથી દરેક ઈચ્છા પૂર્ણ થાય છે. હિન્દુ ધર્મમાં દરેક દિવસ સાથે કોઈને કોઈ મહત્વ જોડાયેલું હોય છે અને શાસ્ત્રો અનુસાર ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. તેથી તમારે આ દિવસે લક્ષ્મી-નારાયણની પૂજા કરવી જોઈએ. તેમની પૂજા કરવા ઉપરાંત આ દિવસે નીચે જણાવેલ ઉપાય કરવા પણ ફાયદાકારક હોય છે.

બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરો: બ્રહ્મ મુહૂર્ત શ્રેષ્ઠ મુહૂર્ત માનવામાં આવે છે. આ મુહૂર્ત દરમિયાન દેવી-દેવતાઓનો પ્રભાવ પૃથ્વી પર વધુ માનવામાં આવે છે. તેથી ગુરુવારે બ્રહ્મા મુહૂર્તામાં ઉઠીને સ્નાન કરવાથી શુભ ફળ મળે છે. સ્નાન કરતી વખતે પાણીમાં ગંગા જળ જરૂર મિક્સ કરો અને ‘ૐ બૃ બૃહસ્પતે નમઃ’ મંત્રના જાપ પણ કરો. બ્રહ્મ મુહૂર્ત સવારે 4 વાગ્યે શરૂ થાય છે અને સૂર્યોદય સુધી ચાલે છે. સ્નાન કરવા ઉપરાંત મુહૂર્ત દરમિયાન પૂજા કરવાથી પૂજા સફળ માનવામાં આવે છે અને પૂજા કરવાનું ફળ મળી જાય છે.

પહેરો પીળા રંગના વસ્ત્રો: ગુરુવારે સ્નાન કર્યા પછી પીળા રંગના કપડા પહેરો. ખરેખર ગુરુવારે પીળા રંગનાં કપડાં પહેરવા શુભ છે કારણ કે આ રંગ વિષ્ણુજીનો પ્રિય રંગ છે. આ રંગના વસ્ત્રો ધારણ કર્યા પછી તમે હળદરનું તિલક પણ તમારા માથા પર જરૂર લગાવો.

વિષ્ણુ અને લક્ષ્મીની પૂજા કરો: ગુરુવારે વિષ્ણુ અને લક્ષ્મીની પૂજા કરવાથી પુણ્ય મળે છે. આ દિવસે પૂજા કરતી વખતે વિષ્ણુ અને લક્ષ્મીને પીળા રંગના ફૂલો અને તુલસીના પાન જરૂર ચળાવો. પૂજા શરૂ કરતી વખતે ઘીનો દીવો પ્રગટાવો અને વિષ્ણુ સાથે જોડાયેલા પાઠ વાંચો. પાઠ પૂર્ણ થયા પછી વિષ્ણુજીની આરતી કરો.

કરો પીળા રંગની ચીજોનું દાન: આ દિવસે તમે ગરીબ લોકોને પીળા રંગની ચીજોનું દાન પણ જરૂર કરો. પીળા રંગની ચીજો જેવી કે કેળા, દાળ, કપડા વગેરેનું દાન કરવાથી પાપનો નાશ થાય છે. દાન કરવા ઉપરાંત આ દિવસે તમે માત્ર પીળા રંગનું ભોજન જ કરો.

કરો તુલસીની પૂજા: તુલસી વિષ્ણુજીને ખૂબ પ્રિય છે. તેથી તમારે સાંજે તુલસીના છોડની પૂજા કરવી જોઈએ અને છોડની નજીક દીવો પણ પ્રગટાવવો જોઈએ. આ દિવસે ભૂલથી પણ તુલસીનું પાન ન તોડો.

પીપળા પર ચળાવો જળ: પીપળાના ઝાડની પૂજા કરવાથી દરેક ઈચ્છા પૂર્ણ થાય છે. ગુરુવારે સવારે આ ઝાડ પર પાણી ચળાવો. ત્યાર પછી આ ઝાડની પરિક્રમા કરો અને ઝાડ પર દોરો બાંધો. દોરો બાંધતી વખતે તમારી ઈચ્છા બોલો. આ કરવાથી તમારી ઈચ્છા પૂર્ણ થશે.