લગ્નના 15 દિવસ પછી ફરી દુલ્હન બની યુઝવેંદ્ર ચહલની પત્ની ધનાશ્રી, ધમાકેદાર ડાંસ કરતા જોવા મળી, જુવો વીડિયો

Uncategorized

ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે ગયા મહિનામાં એટલે કે ડિસેમ્બર 2020માં ધનાશ્રી વર્મા સાથે લગ્ન કર્યા હતા. ધનાશ્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે એક કોરિયોગ્રાફર અને યુ ટ્યુબર છે. તેને ડાન્સ કરવાનો ખૂબ શોખ છે. તેના ઘણા ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. આજકાલ તેનો દુલ્હનનો ડ્રેસ પહેરીને કરેલો ડાંસ ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

આ ડાન્સ વીડિયોમાં ધનાશ્રી લાલ રંગના દુલ્હનનો ડ્રેસ પહેરીને ફિલ્મ ‘દિલ તો પાગલ હૈ’ નું ગીત ‘અરે રે અરે …’ ગીત પર ઠુમકા લગાવતી જોવા મળી રહી છે. તેમાં તેના ચેહરાના હાવભાવ જોવા લાયક છે. દુલ્હનના લુકમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. ચાહકોને ધનાશ્રીનો આ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે. તેને અત્યાર સુધીમાં લગભગ ચાર લાખ લોકો જોઇ ચૂક્યા છે.

જ્યારે પણ ડાંસની વાત આવે છે ત્યારે ધનાશ્રી વર્માનો કોઈ જવાબ નથી. તે જ્યારે પણ ડાંસ કરે છે ત્યારે દિલથી ડાંસ કરે છે. આ જ કારણ છે કે ચાહકો તેમનો ડાંસ ખૂબ જ પસંદ કરે છે. તે જ્યારે પણ ડાંસનો વીડિયો પોસ્ટ કરે છે તો તેને ખૂબ જ શોખથી જોવામાં આવે છે.

ધનાશ્રીની ઈન્સ્ટાગ્રામ પર પણ સારી ફેન ફોલોઇંગ છે. અહીં તેને 27 લાખથી વધુ લોકો ફોલો કરે છે. યુઝવેન્દ્ર ચહલ સાથેના લગ્ન સમયે પણ તેણે ઇન્સ્ટા પર તેની સગાઈ, હલ્દી, ફેરા, રીસેપ્શન સહિતની અનેક રસમોની તસવીરો અને વીડિયોજ અપલોડ કર્યા હતા. ચાહકોને તે બધું પણ ખૂબ પસંદ આવ્યુ હતું.

એક તરફ યુઝવેન્દ્ર ચહલે પોતાની ક્રિકેટ કુશળતાથી લોકોનું દિલ જીત્યું, તો બીજી તરફ તેની પત્ની તેના ડાન્સ અને સ્ટાઇલથી ચાહકોના દિલમાં જગ્યા બનાવવામાં સફળ રહી છે. તે માત્ર કોરિયોગ્રાફર જ નહીં પણ ડેન્ટિસ્ટ પણ છે. યુટ્યુબ પર તેને વીસ લાખથી વધુ લોકો ફોલો કરે છે. ધનાશ્રી સ્વભાવમાં ખૂબ જ ચંચળ અને મસ્તી મજાક વાળા સ્વભાવ વાળી છોકરી છે. તેના દરેક વિડિઓમાં એક મોટી સ્માઈલ જરૂર જોવા મળે છે. કદાચ આ જ કારણ છે કે લોકો તેમને વારંવાર જોવાનું પસંદ કરે છે.

Leave a Reply

Your email address will not be published.