સારા અલી ખાન શા માટે વારંવાર રજાઓ પર જાય છે ગોવા, સામે આવ્યું આ મોટું રાજ

બોલિવુડ

બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાન આ દિવસોમાં ચર્ચામાં છે. તેનું કારણ તેની કોઈ આગામી ફિલ્મ નથી પરંતુ તેની જૂની મિત્ર રિયા ચક્રવર્તી છે. છેલ્લા દિવસોમાં  સુશાંત સિંહ રાજપૂતની કથિત આત્મહત્યા કેસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યા પછી રિયાની ધરપકડ કરવામાં આવી હતી અને પૂછપરછ દરમિયાન તેણે 25 બોલીવુડ હસ્તીઓના નામ આપ્યા હતા જે ક્યાંકને ક્યાંક ડ્રગની બાબતમાં શામેલ છે.આ 25 નામોમાં સૌથી ચોંકાવનારું નામ સારા અલી ખાનનું હતું. ત્યાર પછીથી સારા સતત હેડલાઇન્સમાં છે. આ સ્થિતિમાં, છેલ્લા દિવસોમાં રિયા અને સારાની તસવીરો પણ ખૂબ વાયરલ થઈ હતી, આ તસવીરના આધારે એવું કહેવામાં આવી રહ્યું છે કે બંનેની ખૂબ ગાઢ મિત્રતા હતી.

ખરેખર રિયા ચક્રવર્તીએ એનસીબી સમક્ષ કબૂલ કર્યું છે કે ઘણીવાર સારા અને તે સાથે ડ્રગ્સ લેતા હતા. આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે સારા અલી ખાન આ દિવસોમાં તેના મિત્રો સાથે ગોવામાં છે અને રજાઓ માણી રહી છે. બીજી તરફ, સમાચાર આવી રહ્યા છે કે વહેલી તકે એનસીબી સારા અલી ખાનને પૂછપરછ માટે બોલાવી શકે છે. જો કે આ દિવસોમાં સારા પાસે કોઈ કામ નથી, તેથી તે તેના મિત્રો સાથે ગોવામાં મસ્તી કરી રહી છે. જણાવી દઈએ કે ઓક્ટોબર મહિનાથી સારા તેની આગામી ફિલ્મ અતરંગી રે નું શૂટિંગ શરૂ કરશે.

સારા શા માટે જાય છે વારંવાર ગોવા?:તમને જણાવી દઈએ કે આ પહેલી વાર નથી જ્યારે સારા અલી ખાન ગોવામાં ફ્રી ટાઇમ એન્જોય કરી રહી છે. તેથી પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે કે છેવટે સારા વારંવાર ગોવા જવું શા માટે પસંદ કરે છે? શું તેની પાછળ નું કારણ ડ્રગ્સ તો નથી ને? જો કે તેમનું કહેવું છે કે ગોવા તેનું પ્રિય સ્થળ છે, અહીંનું વાતાવરણ, હવામાન અને સુંદર દૃશ્યો તેને ખૂબ પસંદ છે. બીજી તરફ, રિયા ચક્રવર્તીએ આપેલી માહિતી પ્રમાણે સારા ગયા વર્ષે ઘણી વાર ગોવા ગઈ હતી. પરંતુ સત્ય તો ત્યારે જ બહાર આવશે જ્યારે એનસીબી સારાની પૂછપરછ કરશે . જોકે સારા છેલ્લા 1 અઠવાડિયાથી ગોવામાં છે. તેણે સોશિયલ મીડિયા પર પોતાની ઘણી તસવીર ફેન્સ સાથે શેર કરી છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે છેલ્લા કેટલાક મહિનામાં સારાના જેટલા પણ ફોટોશૂટ થયા છે, તે બધા ગોવામાં થયા છે. આવી સ્થિતિમાં, સવાલ થવો વ્યાજબી છે કે સારાને ગોવા આટલું બધું શા માટે પસંદ છે? માત્ર મિત્રો સાથે જ નહીં પરંતુ પરિવાર સાથે પણ સારા ઘણીવાર ગોવા જાય છે. તેણે ઘણી ફેમિલી તસવીર પણ પોતાના ઈંસ્ટા એકાઉન્ટથી શેર કરી છે.

જાણો ક્યારે રીલિઝ થશે કૂલી નંબર 1:જણાવી દઈએ કે પોતાની આગામી ફિલ્મ કુલી નંબર 1 ના શૂટિંગ માટે પણ સારા ગોવા ગઈ હતી, આ ફિલ્મનું એક ખાસ સીન અહીં શૂટ થવાનું હતું. આ સંદર્ભમાં કુલી નંબર 1 ની ટીમ ગોવા પહોંચી હતી. વર્કફ્રન્ટની વાત કરીએ તો તેની આગામી ફિલ્મ કૂલી નંબર 1 તૈયાર છે, પરંતુ લોકડાઉનને કારણે હજી રિલીઝ થઈ નથી.આ ફિલ્મમાં સારાની સાથે વરૂણ ધવન પણ જોવા મળશે. કહેવામાં આવી રહ્યું છે કે હવે આ ફિલ્મ નવા વર્ષમાં રિલીઝ થશે. તે જ સમયે આગામી દિવસોમાં સારા અલી ખાન અક્ષર કુમાર અને ધનુષ સાથે ફિલ્મ અતરંગી રે નું શૂટિંગ કરશે.

Leave a Reply

Your email address will not be published.