રિતિકના વાળ છે ખૂબ જ સુંદર, પરંતુ આ કસમના કારણે હંમેશા ગંજા રહે છે રાકેશ રોશન, જાણો કઈ છે તે કસમ

બોલિવુડ

રાકેશ રોશન પોતાના સમયના પ્રખ્યાત અભિનેતા રહ્યા છે. તે હાલના સમયમાં એક્ટિંગ છોડીને ડાયરેક્શન અને પ્રોડક્શનનું કામ સંભાળે છે. તેમનો પુત્ર રિતિક રોશન બોલિવૂડનો દિગ્ગઝ અભિનેતા છે. તમે નોટિસ કર્યું હશે કે રિતિકના વાળ હંમેશા મોટા અને કર્લી રહે છે. પરંતુ તેના પિતા બાલ્ડ લુક રાખે છે. તેઓ ક્યારેય પોતાના માથા પર એક વાળ પણ ઉગવા દેતા નથી. રાકેશ રોશનનું ગંજા રહેવાનું એક ખાસ કારણ છે. તે આવું એક કસમના કારણે કરે છે.

73 વર્ષના થયા રાકેશ રોશન: 6 સપ્ટેમ્બર, 1949ના રોજ મુંબઈમાં જન્મેલા રાકેશ રોશન આજે પોતાનો 73મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમણે 1970માં ‘ઘર ઘર કી કહાની’ ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. તેમણે મુખ્ય અભિનેતા તરીકે થોડી જ ફિલ્મો કરી છે. તે મોટાભાગે મોટા બજેટની ફિલ્મોમાં સપોર્ટિંગ અભિનેતા તરીકે જોવા મળ્યા. તેમણે વર્ષ 2000માં ‘કહો ના… પ્યાર હૈ’ દ્વારા તેમના પુત્ર રિતિક રોશનને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લોન્ચ કર્યો હતો. ત્યાર પછી તેમણે પુત્રને લઈને કોઈ… મિલ ગયા (2003) અને ક્રિશ (2006) જેવી ફિલ્મો ડાયરેક્ટ કરી.

રાકેશ રોશન “ક્રેઝી 4” (2008), “કાઈટ્સ” (2010) અને “કાબિલ” (2017) જેવી ફિલ્મોના નિર્માતા પણ રહ્યા. જોકે આ ફિલ્મોનું નિર્દેશન જયદીપ સેન, અનુરાગ બાસુ અને સંજય ગુપ્તા જેવા ડાયરેક્ટર એ કર્યું હતું. જો તમે નોંધ્યું હોય તો, રાકેશ રોશન પોતાની મોટાભાગની ફિલ્મોના નામ ‘K’ અક્ષર પરથી જ રાખે છે. તે પણ એકતા કપૂરની જેમ આ અક્ષરને પોતાના માટે લકી માને છે.

આ કારણે હંમેશા રહે છે ગંજા: રાકેશ રોશન જ્યારે પણ પુત્ર રિતિક સાથે ફરે છે ત્યારે બંનેની હેરસ્ટાઈલ જોઈને લોકો કન્ફ્યુઝ થઈ જાય છે. પુત્રના વાળ ખૂબ જ સુંદર છે તો તેમના પિતા ગંજા છે. હવે આવી સ્થિતિમાં લોકોના મનમાં આ સવાલ જરૂર ઉઠે છે કે રાકેશ રોશન હંમેશા ગંજા રહેવાનું શા માટે પસંદ કરે છે? ખરેખર તેની પાછળની સ્ટોરી પણ ખૂબ જ રસપ્રદ છે.

1987માં રાકેશ રોશનની ડાયરેક્ટર તરીકે એક ફિલ્મ આવી હતી ‘ખુદગર્ઝ’. ત્યારે રાકેશે તિરુપતિ બાલાજીમાં મન્નત માંગી હતી કે જો તેમની ફિલ્મ હિટ થશે તો તે અહીં આવીને પોતાના વાળ દાન કરશે. પછી તેમની ફિલ્મ જબરદસ્ત હિટ સાબિત થઈ હતી. પરંતુ રાકેશ રોશન ભગવાનને આપેલું વચન ભૂલી ગયા.

પછી એક દિવસ તેમની પત્ની પિંકીએ તેમને આ મન્નતની યાદ અપાવી. ત્યારે રાકેશ રોશને તિરુપતિ જઈને પોતાના વાળ દાનમાં આપ્યા. આ દરમિયાન તેમણે કસમ ખાધી કે તે ક્યારેય પોતાના માથા પર વાળ નહિં રાખે. ત્યારથી રાકેશ રોશનનું માથું ચંદ્રની જેમ ચમકતા જોવા મળી રહ્યું છે.

જો કે, કેટલાક લોકોનું એવું પણ માનવું છે કે તે યુવાનીમાં જ ગંજા થઈ ગયા હતા. તેઓ વિગ પહેરતા હતા. જો કે પાછળના વાળ તો આવ્યા જ હશે, પરંતુ તે પોતાની કસમના કારણે તેને પણ સાફ કરી દે છે.