આ કારણે રણબીર-આલિયા એ લગ્નમાં કેટરીના કેફ અને દીપિકાને આપ્યું ન હતું આમંત્રણ, જાણો તે કારણ વિશે

બોલિવુડ

લગ્નના લગભગ એક અઠવાડિયા પહેલાથી જ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના સંબંધોને લઈને ખૂબ ચર્ચા થઈ હતી. લગ્નના થોડા દિવસો પહેલા જ બંનેને લઈને મીડિયામાં ખૂબ ચર્ચા થઈ હતી. છેવટે કપલે પાંચ વર્ષ સુધી ડેટિંગ કર્યા પછી ગુરુવાર, 14 એપ્રિલ ના રોજ લગ્ન કરી લીધા છે.

રણબીર અને આલિયા એકબીજાને લાંબા સમયથી ડેટ કરી રહ્યા હતા અને હવે લગભગ પાંચ વર્ષ પછી તે પ્રેમી-પ્રેમિકામાંથી પતિ-પત્ની બની ગયા છે. બંનેના લગ્ન રણબીરના મુંબઈ વાળા ઘર વાસ્તુમાં થયા. ખૂબ ઓછા મહેમાનો, પરિવારના સભ્યો અને મિત્રો વચ્ચે, બંને પંજાબી રિવાજો મુજબ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે.

રણબીર અને આલિયાએ ન તો પોતાના લગ્નમાં વધુ મહેમાનોને આમંત્રિત કર્યા અને ન તો કપલે લગ્નના રિસેપ્શનમાં વધુ મહેમાનોને આમંત્રિત કર્યા. લગ્નમાં પરિવાર ઉપરાંત બોલીવુડથી માત્ર મોટા ચેહરા તરીકે ડિરેક્ટર કરણ જોહર જોવા મળ્યા. જ્યારે નીતા અંબાણી પોતાના પુત્ર સાથે લગ્નમાં શામેલ થઈ હતી.

સાથે જ રણબીર અને આલિયાના લગ્નના રિસેપ્શનમાં શાહરૂખ ખાન, આમિર ખાન, અર્જુન કપૂર, મલાઈકા અરોરા જેવા કેટલાક સ્ટાર્સ જ શામેલ થયા હતા. રિસેપ્શન પાર્ટીનું રણબીરે પોતાના ઘર પર જ આયોજન કર્યું હતું. જો કે હવે ચર્ચા એ પણ થઈ રહી છે કે બોલિવૂડની બે મોટી અને પ્રખ્યાત અભિનેત્રીઓ કેટરિના કૈફ અને દીપિકા પાદુકોણ રણબીર અને આલિયાના લગ્નમાં શા માટે જોવા ન મળી.

નોંધપાત્ર છે કે દીપિકા અને કેટરિના બંને રણબીર કપૂરની એક્સગર્લફ્રેન્ડ રહી ચૂકી છે. જોકે હવે રણબીર બંને સાથે સારો સંબંધ શેર કરે છે. જ્યારે દીપિકા અને કેટરીનાનો આલિયા સાથે પણ ખૂબ સારો સંબંધ છે. જો કે ચર્ચા ચાલી રહી છે કે દીપિકા અને કેટરીના બેંને રણબીર અને આલિયાના લગ્નમાં શા માટે ન આવી.

દીપિકા અને કેટરીનાનું રણબીર અને આલિયાના લગ્નમાં ન આવવાના કારણનો પણ ખુલાસો થયો છે. જણાવી દઈએ કે રણબીર અને આલિયાએ પોતાના લગ્નને ખૂબ જ પ્રાઈવેટ રાખ્યા હતા અને આ કારણે કપલે કેટરિના અને દીપિકાને પોતાના લગ્નમાં આમંત્રણ આપ્યું ન હતું.

રણબીર અને આલિયાએ પોતાના લગ્ન સાથે સંબંધિત મોટા નિર્ણયો જાતે જ લીધા હતા. લગ્નમાં કોને બોલાવવા છે તે નિર્ણય પણ રણબીર અને આલિયાનો જ હતો. બંનેએ લગ્નમાં 40 મહેમાનોને આમંત્રણ આપ્યું હતું. જેમાંથી માત્ર 38 મહેમાનો લગ્નમાં શામેલ થયા હતા. બંનેએ લગ્ન અને રિસેપ્શન પાર્ટીનું ગેસ્ટ લિસ્ટ ખૂબ નાનું રાખ્યું હતું.

દીપિકાએ આલિયા માટે મોકલી લાખોની ઘડિયાળ: ભલે દીપિકા અને કેટરિનાને રણબીર અને આલિયાએ પોતાના લગ્નમાં આમંત્રણ આપ્યું ન હતું, પરંતુ કપલને બંનેએ લગ્નના શુભ પ્રસંગ પર કિંમતી ગિફ્ટ આપી છે. દીપિકાએ આલિયા માટે ચોપાર્ડ બ્રાન્ડની ઘડિયાળો મોકલી છે. જણાવી દઈએ કે આ ઘડિયાળોની કિંમત લગભગ 15 લાખ રૂપિયા છે. નોંધપાત્ર છે કે, દીપિકા ચોપાર્ડની બ્રાન્ડ એમ્બેસેડર છે.

કેટરિના કૈફે પણ આપી લાખોની કિંમતની ગિફ્ટ: સાથે જ અભિનેત્રી કેટરીના કૈફે પણ આલિયાને લાખોની કિંમતની ગિફ્ટ આપી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ કેટરિનાએ આલિયાને ગિફ્ટમાં પ્લેટિનમ બ્રેસલેટ આપ્યું છે. માહિતી મુજબ આ પ્લેટિનમ બ્રેસલેટની કિંમત 14.5 લાખ રૂપિયા છે.

સાથે જ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાએ આલિયા ભટ્ટને ગિફ્ટમાં એક હેન્ડબેગ આપી છે. તેની કિંમત ત્રણ લાખ રૂપિયા હોવાનું જણાવવામાં આવે છે. નોંધપાત્ર છે કે સિદ્ધાર્થ અને આલિયાનું એક સમયે અફેર હતું.

જ્યારે વરુણ ધવને આલિયાને 4 લાખ રૂપિયાની કિંમતના ગુચી સેન્ડલ આપ્યા છે. સાથે જ રણબીરને પોતાની સાસુ સોની રાઝદાન પાસેથી 2.5 કરોડ રૂપિયાની ઘડિયાળ મળી છે.