અચ્છા તો આટલા માટે અર્પિતાની ઈદ પાર્ટીમાં દોડી ચાલી આવી હતી કંગના, અભિનેત્રીએ પોતે જણાવ્યું આ સત્ય

બોલિવુડ

બોલિવૂડમાં દબંગના નામથી પ્રખ્યાત સલમાન ખાન સુપરસ્ટાર છે. તેઓ પોતાની ઉદારતા અને મહેમાન નવાજી માટે પણ પ્રખ્યાત છે. સાથે જ તેમની ઈદ પાર્ટી આખી ફિલ્મી દુનિયામાં પ્રખ્યાત છે. દર વર્ષે ઈદના તહેવાર પર તે બોલિવૂડમાં સુંદર પાર્ટીનું આયોજન કરે છે. તેમના ગેસ્ટ લિસ્ટમાં ખાસ કલાકારો પણ હોય છે.

બોલીવુડના ક્યા કલાકાર એવા હશે, જે સલમાનની પાર્ટીમાં જોવા નહિં મળતા હોય. બોલિવૂડ સ્ટાર્સ પોતે ઇચ્છે છે કે સલ્લુ મિયાં તેમને ફોન કરે અને પાર્ટીમાં બોલાવે. આ વખતે ઈદ પાર્ટીમાં ઘણા મહેમાનો જોવા મળ્યા હતા પરંતુ કંગના રનૌતને જોઈને દરેક ચોંકી ગયા હતા. છેવટે પહેલી વખત કંગના એ ઈદ પાર્ટીમાં જવાનું કારણ જણાવ્યું છે.

આ વખતે બહેને આપી હતી ઈદની પાર્ટી: ઈદ પાર્ટીનું આયોજન દરેક વખતે સલમાન ખાન કરતા આવ્યા છે. આ વખતે તેણે આ તક પોતાની પ્રિય બહેન અર્પિતા ખાનને આપી હતી. તેણે તેના પતિ સાથે મળીને બોલીવુડ સ્ટાર્સને ઈદ પાર્ટીમાં આમંત્રણ આપ્યું હતું. જોકે નામ ભલે અર્પિતાનું હતું, પાર્ટી તો સલમાન ખાનની હતી. અભિનેતા એ જ મહેમાનોનું લિસ્ટ ફાઈનલ કર્યું હતું.

પાર્ટીમાં કોને બોલાવવા છે, કોને નથી બોલાવવા, તેનો નિર્ણય અભિનેતા એ જ કર્યો હતો. અર્પિતા ખાનના ઘરે યોજાયેલી પાર્ટીમાં દરેક દિગ્ગજ કલાકારોનો જમાવડો લાગ્યો હતો. મીડિયાવાળા તો ત્યાં પહેલાથી જ નજર લગાવીને બેઠા હતા. જેવા સેલિબ્રિટી ત્યાં પહોંચતા, તે લોકો તરત જ તેમને કેમેરામાં કેદ કરી રહ્યા હતા.

કંગના રનૌતને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા લોકો: પાર્ટીમાં ઘણા ખાસ મહેમાનો જોવા મળ્યા હતા. શહનાઝ ગિલ એ તો ત્યાં આવીને મહેફિલ લૂંટી લીધી હતી. આ ઉપરાંત કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ સાથે આવીને બ્રેકઅપના સમાચારને અફવા જણાવ્યા હતા. ઘણા મહેમાનોની વચ્ચે જ્યારે અભિનેત્રી કંગના રનૌત પણ પાર્ટીમાં જોવા મળી તો લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

કંગના રનૌત અને સલમાન ખાન વચ્ચે કોઈ ખાસ કનેક્શન નથી. તે પોતાના બેબાક નિવેદનને લઈને પણ ખૂબ ચર્ચામાં રહે છે. સાથે જ બોલિવૂડની પાર્ટીઓને લઈને પણ તે ઘણું બધું બોલી ચુકી છે. આવી સ્થિતિમાં સલમાન ખાનની ઈદ પાર્ટીમાં કંગનાનું દેખાવું લોકોને સમજમાં આવી રહ્યું ન હતું. છેવટે તે ક્યા કારણે ત્યાં પહોંચી.

કંગનાએ પોતે ખોલ્યું પાર્ટીમાં જવાનું રાજ: કંગના પાર્ટીમાં શા માટે ગઈ તેનું રાજ અભિનેત્રીએ પોતે જ ખોલ્યું છે. તાજેતરમાં જ તેણે એક ઈન્ટરવ્યુ આપ્યું હતું જેમાં તેણે દરેક સવાલના જવાબ બેબાકી સાથે આપ્યા હતા. સલમાનની પાર્ટીમાં જવાના સવાલ પર તેણે કહ્યું કે તેને જ્યાં પણ જવાનું મન થાય છે, તે ચાલી જાય છે. અભિનેત્રીએ કહ્યું કે એવું પણ નથી કે તેને પાર્ટીઓમાં જવાનું પસંદ નથી.

ઈદ પાર્ટીમાં જવાના કારણ પર કંગનાએ કહ્યું કે તેને સલમાન ખાને પોતે ફોન કર્યો હતો. અભિનેતાએ ખૂબ જ પ્રેમથી તેની સાથે વાત કરી હતી અને તેને પોતાની બહેનની પાર્ટીમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું. અભિનેત્રીનું કહેવું છે કે સલમાન તેના ખૂબ જ સારા મિત્ર છે. તેમણે આટલા પ્રેમથી બોલાવી તો ભલા કેવી રીતે મનાઈ કરી શકતી હતી. આ કારણે તે પાર્ટીમાં ગઈ હતી.