સુશાંત સિંહ રાજપૂત સાથે સારા અલી ખાને શા માટે કર્યું બ્રેકઅપ, એનસીબીની સામે કર્યો ખુલાસો

બોલિવુડ

બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં આત્મહત્યા કેસમાં જે ડ્રગ્સ એંગલ સામે આવ્યો છે, તેમાં એનસીબી સતત તપાસ કરી રહી છે. આ કેસમાં બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાનની પણ એનસીબી દ્વારા પૂછપરછ કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લગભગ 5 કલાક સુધી એનએસીબીની પૂછપરછ ચાલી છે.

સારા અલી ખાન ઉપરાંત બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ અને શ્રદ્ધા કપૂરની પણ ખૂબ ઉંડાણપૂર્વક એનસીબી દ્વારા પૂછપરછ કરવામાં આવી છે. આ પૂછપરછ વિશે કહેવામાં આવી રહ્યું છે કે સારા અલી ખાને આ દરમિયાન એનસીબી સમક્ષ એ વાતનો ખુલાસો કર્યો છે જે અંગે લાંબા સમયથી વાત કરવામાં આવી રહી હતી..

સારા અલી ખાન કે જેમણે ફિલ્મ ‘કેદારનાથ’ માં સુશાંત સિંહ રાજપૂત સાથે કામ કર્યું હતું તેમણે એનસીબીને કહ્યું છે કે તે સુશાંત સાથે રિલેશનશિપમાં હતી. તેઓએ સ્વીકાર્યું છે કે તે બંનેનું અફેર ચાલી રહ્યું હતું. સારાએ એનસીબીને કહ્યું છે કે વર્ષ 2018 માં ફિલ્મ કેદારનાથના શૂટિંગ દરમિયાન તે બંને એકબીજાની નજીક આવ્યા હતા અને બંને એક બીજાને પ્રેમ કરવા લાગ્યા હતા.

ગયા હતા થાઇલેન્ડ: એવું કહેવામાં આવી રહ્યું છે કે સારા અલી ખાને એનસીબીને કહ્યું છે કે ફિલ્મના શૂટિંગ દરમિયાન જ્યારે બંને એકબીજાના સારા મિત્રો બન્યા, તો આ પછી બંનેએ એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું. આટલું જ નહીં ફિલ્મની ટીમની સાથે સુશાંત સિંહ રાજપૂત સાથે રજાઓ પર થાઇલેન્ડ જવાની વાત પણ સારા અલી ખાને એનસીબીની સામે કહી છે. આ વિશે માહિતી આપતા સારા અલી ખાને એનસીબીને કહ્યું છે કે સુશાંત સિંહ રાજપૂત સાથે એવું શું થયું હતું કે તેને બ્રેકઅપ કરવું પડ્યું. તેણે તેના બ્રેકઅપ કરવાના કારણ વિશેની બધી વાત એનસીબીની સામે રાખી દીધી છે.

કોઈ દબાણ ન હતું: એવું કહેવામાં આવી રહ્યું છે કે સારા અલી ખાને એનસીબીને સ્પષ્ટ કહ્યું છે કે સુશાંત સિંહ રાજપૂતને ડ્રગ્સનું વ્યસન હોવું તેના બ્રેકઅપનું કારણ બિલકુલ નથી. તેમણે એમ પણ કહ્યું છે કે સમાજ તરફથી પણ સુશાંત સિંહ રાજપૂત સાથેના સંબંધો અંગે તેના પર કોઈ પણ પ્રકારનું દબાણ ન હતું.

જણાવ્યું આ કારણ: સારાએ કહ્યું છે કે તે તેની ફિલ્મ કારકીર્દિને આગળ વધારવા માંગતી હતી. આ જ કારણે તેણે સુશાંત સાથે બ્રેકાપ કર્યું. તેમણે કહ્યું કે તે સમયે તેની ફિલ્મી કારકિર્દીની શરૂઆત થઈ રહી હતી. તેની કારકિર્દીની શરૂઆતમાં તે આવા સંબંધોને આગળ વધારવાના પક્ષમાં ન હતી. તે સંપૂર્ણ ધ્યાન તેની કારકિર્દી પર આપવા માંગતી હતી. આ કારણે જ તેણે સુશાંત સાથે બ્રેકઅપ લેવાનું નક્કી કર્યું. સારા અલી ખાને જણાવ્યું કે તે સુશાંતસિંહ રાજપૂત સાથે પાવના ફાર્મ હાઉસ જતી હતી. જોકે સારા અલી ખાને આ વાતનો ઇનકાર કર્યો છે કે તે પણ ડ્રગ્સ લેતી હતી. તેણે કહ્યું છે કે સુશાંત સાથે તે તેના ફાર્મ હાઉસ જરૂર જતી હતી, પરંતુ તેણીએ ક્યારેય ડ્રગ્સનું સેવન કર્યું નથી.

સારા અલી ખાને સુશાંતસિંહ રાજપૂતના ડ્રગ્સના વ્યસન વિશે એનસીબીને શું કહ્યું છે તે અંગે કોઈ માહિતી મળી નથી. સુશાંત સિંહ રાજપૂતના મિત્ર સેમ્યુઅલ હોઓક્પીએ પણ પુછપરછમાં સારા અલી ખાન અને સુશાંતના અફેર વિશે જણાવ્યું હતું. જો કે, સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ સોનચિરૈયા જ્યરે ફ્લોપ થઈ હતી, તે પછી સારા અલી ખાને તેની સાથે બ્રેકઅપ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published.