શા માટે આવે છે પસીનો, શું તેને રોગ સાથે કંઈ લેવાદેવા છે, જાણો અહીં

હેલ્થ

પસીનો આવવો એ ખૂબ સામાન્ય બાબત છે. ઘણાં લોકોને પસીનો ક્યારેક ગરમીને કારણે આવે છે, તો ક્યારેક ગભરાટ અથવા મહેનતને કારણે પણ આવે છે. ઘણા લોકોને મુશ્કેલીના સંજોગોમાં પણ પસીનો આવે છે. તમે ઘણા લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે કોઈ કામ કરવામાં કોઈ વ્યક્તિને પસીનો આવે છે.

જો આપણને પૂછવામાં આવે કે પસીનો શા માટે આવે છે, તો કદાચ આપણામાંથી બહુ ઓછા લોકો આ પ્રશ્નનો જવાબ આપી શકશે. તો ચાલો, અહિં તમને જણાવીએ કે પસીના પાછળનું કારણ શું છે. સાથે પસીના સાથે જોડાયેલા કેટલાક વધુ પ્રશ્નોના જવાબ પણ આપીશું.

પસીનો આવવાનું કારણ: ઘણી વખત એવું બને છે કે કોઈ કારણોસર આપણા શરીરનું તાપમાન સામાન્ય તાપમાન કરતા વધી જાય છે. આ સ્થિતિમાં, આપણું મગજ તેને સામાન્ય તાપમાનમાં પાછું લાવવાનું કામ કરવાનું શરૂ કરે છે. આ જ કારણે આપણને પસીનો આવે છે. આપણી અંદર જે ગરમી આવે છે તે વધારે કામને કારણે આવી શકે છે. અથવા વધારે કસરત કરવાને કરણે આવી શકે છે અથવા બહારની ગરમીને કારણે પણ આવી શકે છે. આપણું મગજ આ સ્થિતિમાં પ્રતિક્રિયા આપવાનું શરૂ કરે છે. આપણા શરીરમાં હાજર લાખો ઇક્ર્રિન ગ્રંથીઓ દ્વારા આખા શરીરમાંથી પાણી છૂટવા લાગે છે, જેથી આપણા શરીરનું તાપમાન સામાન્ય તાપમાન સુધી પહોંચી શકે.

સૌથી વધુ પસીનો ક્યાં આવે છે: જો ગરમીની અસર શરીરમાં સતત રહે છે, તો આવી સ્થિતિમાં શરીર ગરમ થવાથી પસીનો પણ ગરમ થાય છે. જો કે આપણા શરીરમાં કેટલાક ખાસ અવયવો હાજર છે, જ્યાં પસીનો સૌથી વધુ આવે છે. ઉદાહરણ તરીકે, એપોક્રીન ગ્રંથીઓ બગલમાં હાજર છે, જે વધારે માત્રામાં પસીનો ઉત્પન્ન કરે છે. અહીં બેક્ટેરિયા બની જાય છે, જ્યારે તે પસીના સાથે સંપર્ક કરે છે, તો તેના કારણે પસીનો ગંધનું કારણ બને છે.

જેવી રીતે એક્રિન ગ્રંથીઓ શરીરમાં સક્રિય થાય છે, તેવી જ રીતે વ્યાયામ કરતી વખતે એપોક્રીન ગ્રંથીઓ પણ સક્રિય રહે છે. જો કે, જ્યારે આપણે બેચેન થઈએ છીએ અથવા ઉત્સાહિત માનસિક સ્થિતિમાં પહોંચીએ ત્યારે પણ એપોક્રીન ગ્રંથીઓ શરીરમાં સક્રિય રહે છે. આનો અર્થ એ છે કે શારીરિક શ્રમને લીધે, જે પસીનો આવે છે, તેમાં એટલી ગંધ નથી હોતી જેટલી માનસિક ઉત્તેજના, બેચેનીથી આવતા પસીનામાં આવે છે.

રોગો સાથે પસીનાનો સંબંધ: પસીનો ક્યારેક રોગો સાથે પણ સંકળાયેલ હોય છે. જેમ કે હૃદય રોગ વિશે કહેવામાં આવે છે કે તેમાં ખૂબ પસીનો આવે છે. તેના ઘણા અન્ય કારણો પણ હોઈ શકે છે. જો અસામાન્ય રીતે વધુ પડતો પસીનો આવે છે, તો તે સૂચવે છે કે ડોક્ટરની સલાહ લેવાની જરૂર છે. સાથે અન્ય ઘણા લક્ષણોથી પણ ડોકટરોને તમારી સમસ્યાને સમજવામાં મદદ મળી શકે છે.

આવી સ્થિતિમાં, એક સવાલ એ પણ ઉભો થાય છે કે શું જુદા જુદા લોકોને જુદા જુદા પ્રકારનો પસીનો આવે છે, તો પછી જણાવી દઈએ કે તે ઘણા પરિબળો પર આધારિત છે. જો કે તે સાચું છે કે જુદા જુદા લોકોને જુદા-જુદા પ્રકારનો પસીનો આવે છે. જે લોકોનું વજન વધારે છે તેમને પસીનો વધુ આવે છે. પસીનો ઉંમર, આરોગ્યના કારણો, શરીરમાં સ્નાયુઓની માત્રા અને તંદુરસ્તીનું સ્તર વગેરે પર પણ આધારિત છે. આ અનુસાર લોકોમાં પસીનાના પ્રમાણમાં વધ-ઘટ થતી રહે છે. જો એક રીતે જોવામાં આવે તો પસીનો આવવો ખૂબ સારી વસ્તુ કહી શકાય. ખરેખર, પસીનાથી જે ગંધ આવે છે, તેનું કારણ પસીનો નથી, પરંતુ તેમાં હાજર બેક્ટેરિયાની પ્રતિક્રિયા તેના માટે જવાબદાર છે. ખાસ કરીને, બગલમાં પરસેવો આવે ત્યારે ગંધ ખૂબ વધુ આવે છે.

 

 

14 thoughts on “શા માટે આવે છે પસીનો, શું તેને રોગ સાથે કંઈ લેવાદેવા છે, જાણો અહીં

  1. Pingback: dapoxetine drug
  2. Pingback: durvet ivermectin

Leave a Reply

Your email address will not be published.