શા માટે એબી ડી વિલિયર્સ નંબર 6 પર આવ્યો બેટિંગ કરવા, વિરાટ કોહલીએ જણાવ્યું તેનું કારણ

રમત-ગમત

કોરોના મહામારીમાં આઇપીએલ 2020 ની 13 મી સીઝન શરૂ થઈ ગઈ છે અને બધી ટીમો પોતાનો શ્રેષ્ઠ દેખાવ કરવાનો પ્રયાસ કરી રહી છે. આ સીઝનની આઈપીએલ ચાહકોમાં અત્યંત લોકપ્રિય બની છે. અત્યાર સુધીમાં ઘણી રોમાંચક મેચ જોવા મળી ચુકી છે. આ દરમિયાન, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમને આઈપીએલની આ સીઝનમાં કિંગ્સ ઇલેવન પંજાબ સામે બીજી હારનો સામનો કરવો પડ્યો છે. ગુરુવારે શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં કિંગ્સ ઇલેવન પંજાબે રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે 8 વિકેટથી વિજય મેળવ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એ ક્રિસ મોરિસની બેટિંગના શાનદાર પ્રદર્શનને કારણે 172 રનનો ટારગેટ આપ્યો. જણાવી દઈએ કે આ મેચમાં એબી ડી વિલિયર્સ છઠ્ઠા ક્રમે બેટિંગ કરવા આવ્યો હતો. આ મેચમાં ડી વિલિયર્સ કુછ ખાસ પ્રદર્શન કરી શક્યો નહીં, તેણે 5 બોલમાં માત્ર 2 રન જ બનાવ્યા હતા. આ મેચમાં એબી ડી વિલિયર્સ બેટિંગ કરવા માટે છઠ્ઠા ક્રમે આવ્યો હતો, આ નિર્ણય માટે ટીમ મેનેજમેન્ટની ટીકા પણ થઈ રહી છે. એબી ડી વિલિયર્સ નંબર 6 પર શા માટે બેટિંગ કરવા આવ્યો? કેપ્ટન વિરાટ કોહલીએ આનું કારણ જણાવ્યું છે.

એબી ડી વિલિયર્સને નંબર 6 પર મોકલવા માટે વિરાટ કોહલીએ આ કારણ આપ્યું: જો કે, કિંગ્સ ઇલેવન પંજાબ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની આ મેચમાં ડી વિલિયર્સનો નંબર 6 પર આવવાનો નિર્ણય એક આશ્ચર્યજનક સાબિત થયો છે. તે ફક્ત 5 દડામાં 2 રન જ બનાવીને ચાલ્યો ગયો, આ વિશે કેપ્ટન વિરાટ કોહલી કહે છે કે “અમે એબીડીને નંબર 6 પર મોકલવાની વાત કરી, અમારો સંદેશ હતો કે લેફ્ટ હેન્ડ રાઈટ હેન્ડનું કોમ્બિનેશન જાળવી રાખવું.” ઘણીવાર તમે આ કારણે જે નિર્ણય લો છો, તે સાચો સાબિત થતો નથી, પરંતુ મને લાગે છે કે 170 સારો સ્કોર હતો.” એબીડી પહેલા આરસીબીએ બેટિંગ માટે વોશિંગ્ટન સુંદર અને શિવમ દુબેને મોકલ્યો હતો, સુંદર 14 બોલમાં 13 રન અને શિવમ 19 બોલમાં 23 રન બનાવીને આઉટ થયા. એબીડી જ્યારે બેટિંગ કરવા આવ્યો ત્યારે 4 ઓવર બાકી હતી.

કેપ્ટન વિરાટ કોહલીએ કરી કિંગ્સ ઇલેવન પંજાબની પ્રશંસા: જણાવી દઈએ કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 20 ઓવરમાં 171 રન બનાવ્યા હતા, જેમાં ક્રિસ મોરિસ દ્વારા 8 બોલમાં 25 રનનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું. આરસીબીએ કિંગ્સ ઇલેવન પંજાબને 172 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જેના જવાબમાં પંજાબે 20 ઓવરમાં બે વિકેટના નુક્સાન પર લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. મેચ પૂરી થયા પછી કેપ્ટન વિરાટ કોહલીએ કિંગ્સ ઇલેવન પંજાબની પ્રશંસા કરતા કહ્યું કે “થોડું દબાણ તમને મૂંઝવણમાં મૂકે છે, કિંગ્સ ઈલેવન દ્વારા અંતે સારો દેખાવ હતો”.

જણાવી દઇએ કે કેએલ રાહુલ અને ક્રિસ ગેલે 16 મી ઓવરમાં 20 રન બનાવ્યા હતા, ત્યાર પછી લાગ્યું હતું બેંગલોરની બધી આશાઓ પૂરી થઈ ગઈ છે, પરંતુ તે પછી ટીમે શાનદાર કમબેક કર્યું, પરંતુ અંતે તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે પંજાબને એક ઓવરમાં 2 રનની જરૂર હતી, ત્યારે છેલ્લી ઓવરમાં યુઝવેન્દ્ર ચહલે શાનદાર બોલિંગ કરી મેચને રોમાંચક બનાવ્યો. છેલ્લા બોલ પર 1 રન બનાવવાનો હતો અને નિક્લો પુરાને સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી.

Leave a Reply

Your email address will not be published.