જાણો શા માટે આટલું સોનું પહેરતા હતા બપ્પી લહિરી, સોનાના કપમાં પીતા હતા ચા, માઈકલ જેક્સન પણ હતા ફેન

બોલિવુડ

હિન્દી સિનેમા અને સંગીતની દુનિયાએ પોતાનું અન્ય એક રત્ન ગુમાવ્યું છે. દિગ્ગ્ઝ સિંગર બપ્પી લહિરીનું બુધવારે રાત્રે નિધન થઈ ગયું. તેમને મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મંગળવારે તેમની તબિયત બગડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ તેમને બચાવી શકાયા નહિં.

બુધવારે બપ્પી દાએ 69 વર્ષની ઉંમરમાં મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા. 80 અને 90ના દાયકામાં બપ્પી દાએ ઘણા હિટ ગીત ગાયા અને આ દરમિયાન તેમણે ઘણી ફિલ્મોમાં સંગીત પણ આપ્યું. બપ્પી દાના નિધનથી તેના તમામ ચાહકો દુઃખી છે. આજે બપ્પી દા આપણી વચ્ચે નથી તેથી ચાહકો તેમને ભીની આંખો સાથે યાદ કરી રહ્યા છે. ચાલો આજે તમને તેમની સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો વિશે જણાવીએ.

બપ્પી દાના માતા-પિતા પણ હતા સિંગર: સંગીત બપ્પી દાને વારસામાં મળ્યું હતું. તેમના પિતાનું નામ અપરેશ લહિરી હતું. અપરેશ લહિરી બંગાળી સિંગર હતા. બપ્પીની માતાનું નામ બંસરી લહિરી હતું. બપ્પીની માતા એક સિંગર અને સંગીતકાર હતી. તે શાસ્ત્રીય સંગીત અને શ્યામા સંગીત સાથે જોડાયેલી હતી.

જલપાઈગુડીમાં થયો જન્મ, કહેવાયા ‘ડિસ્કો કિંગ’: 69 વર્ષની ઉંમરમાં દુનિયાને અલવિદા કહેનાર બપ્પી દાનો જન્મ 27 નવેમ્બર 1952ના રોજ પશ્ચિમ બંગાળના જલપાઈગુડી શહેરમાં થયો હતો. ફિલ્મોમાં બપ્પી દાએ વિવિધ પ્રકારના ગીત ગાયા અને વિવિધ પ્રકારનું સંગીત આપ્યું. જેના કારણે તે ‘ડિસ્કો કિંગ’ના નામથી પણ પ્રખ્યાત થયા.

ત્રણ વર્ષની ઉંમરમાં શીખ્યું તબલા વગાડવાનું: જે ઉંમરમાં બાળકો યોગ્ય રીતે બોલી શકતા નથી ચાલવાનું શીખી શકતા નથી તે નાની ઉંમરમાં બપ્પી દઆ એ તબલા વગાડવાનું શીખી લીધું હતું. તે સમયે બપ્પી લહિરી માત્ર ત્રણ વર્ષન હતા.

19 વર્ષની ઉંમરમાં આવ્યા મુંબઈ, 20 વર્ષની ઉંમરમાં આપ્યું ફિલ્મમાં સંગીત: શરૂઆતથી જ બપ્પી દાને સંગીત પ્રત્યે ઊંડો લગાવ હતો. તે માત્ર 19 વર્ષની ઉંમરમાં બંગાળથી મુંબઈ ફિલ્મોમાં કારકિર્દી બનાવવા માટે આવ્યા હતા. માત્ર 20 વર્ષની ઉંમરેમાં બપ્પી દાએ ફિલ્મ ‘નિન્હા શિકારી’ માટે સંગીત આપ્યું હતું. આ ફિલ્મ વર્ષ 1973માં રિલીઝ થઈ હતી.

આ ફિલ્મથી મળી ઓળખ, કિશોર કુમાર અને રફી જેવા દિગ્ગજ કલાકારો સાથે ગાયું ગીત: બપ્પી દાને હિન્દી સિનેમામાં સૌથી પહેલી મોટી અને ખાસ ઓળખ ફિલ્મ ‘જખ્મી’થી મળી હતી. વર્ષ 1975 માં આવેલી આ ફિલ્મમાં તેમણે કિશોર કુમાર અને મોહમ્મદ રફી જેવા દિગ્ગજ કલાકારો સાથે ગીત ગાયું હતું.

પૉપનું મિક્ચર કરવાનું ક્રેડિટ બપ્પી દા ને: બપ્પી દા પોતાના વિવિધ પ્રકારના સંગીત માટે પ્રખ્યાત છે. હિન્દી સિનેમામાં પૉપ મિક્ચર કરવાનું ક્રેડિટ બપ્પી દાને આપવામાં આવે છે.

માઈકલ જેક્સન એ પોતે બપ્પી દાને પોતાના શોમાં બોલાવ્યા હતા: બપ્પી દાની લોકપ્રિયતા વિદેશમાં પણ હતી. તેમના ફેન તો દિગ્ગ્ઝ પોપ સિંગર અને ડાન્સર માઈકલ જેક્સન પોતે પણ હતા. વર્ષ 1996માં મુંબઈમાં પોતાના એક લાઈવ શોમાં માઈકલે પોતે બપ્પી દાને આમંત્રણ આપ્યું હતું. કહેવાય છે કે માઈકલ જેક્સન દ્વારા પોતાના શો માં બોલાવેલા બપ્પી લહિરી પહેલા સિંગર હતા.

ભાજપની ટિકિટ પર લડી ચૂંટણી, પરંતુ ન મળી જીત: બપ્પી દાએ રાજકારણમાં પણ હાથ અજમાવ્યો હતો, જોકે તેમને મોટી નિરાશા મળી હતી. તે વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તરફથી ચુંટણી લડ્યા હતા. પરંતુ તેમને જીત મળી ન હતી.

શા માટે હંમેશા સોનું પહેરતા હતા બપ્પી દા: બપ્પી દા ને હંમેશાથી એક ચીજ ખૂબ જ ખાસ બનાવતી હતી તે હતી તેમનું હંમેશા સોનાથી ભરેલા રહેવું. તે જણાવી ચુક્યા હતા કે એલિવિસ પ્રેસ્લીથી પ્રભાવિત થઈને તેમણે આ કરવાનું શરૂ કર્યું હતું. સોનું તેમના માટે લકી છે. માહિતી મુજબ બપ્પી દા 754 ગ્રામ સોનું અને 4.62 ગ્રામ ચાંદીના માલિક છે.