જાણો દ્રૌપદી સિવાય બિજા કોની સાથે પાંડવોએ કર્યા હતા લગ્ન

ધાર્મિક

દ્રૌપદી સિવાય બીજા કોની સાથે પાંડવોએ કર્યા હતા લગ્ન: મહાભારત વિશે આપણે બધાં કંઇને કંઈ જાણીએ છીએ, પરંતુ આ કથા માત્ર કૌરવો અને પાંડવોના યુદ્ધ સુધી જ મર્યાદિત નથી. મહાભારતની કથા જેટલી મોટી તેટલી જ રસપ્રદ પણ છે. કૌરવો અને પાંડવો સિવાય મહાભારતમાં ઘણા રાજાઓની રસપ્રદ અને પ્રેરણાદાયી કથાઓ જાણવા મળે છે.

શાસ્ત્રોમાં મહાભારતને પાંચમો વેદ પણ કહેવામાં આવે છે. તેના રચયિતા મહર્ષિ કૃષ્ણદ્વાપયન એટલે વેદ વ્યાસ. આ ગ્રંથમાં કુલ એક લાખ શ્લોકો છે, તેથી તેને શતસાહસ્ત્રી સંહિતા પણ કહેવામાં આવે છે. આજે અમે તમને આ જ ગ્રંથની કેટલીક રસપ્રદ વાતો જણાવી રહ્યા છીએ, જે નીચે મુજબ છે.

પાંડવોએ દ્રૌપદી માટે એક નિયમ બનાવ્યો હતો: દ્રૌપદી સાથે લગ્ન કર્યા પછી, એક દિવસ નારદ મુનિ પાંડવોને મળવા આવ્યા હતા. તેમણે પાંડવોને કહ્યું – પ્રાચીન સમયમાં સુન્દ-ઉપસુંદ નામના બે રાક્ષસ ભાઈઓ હતા. તેમણે પોતાની શક્તિથી દેવતાઓ પર પણ વિજય મેળવ્યો હતો, પરંતુ એક સ્ત્રીને કારણે બંને છૂટા પડ્યા અને બંનેએ એકબીજાનો વધ કર્યો હતો. તેથી આવી સ્થિતિ તમારી સાથે ન બને તેવો નિયમ બનાવો. ત્યારે પાંડવોએ દ્રૌપદી માટે નિયમ બનાવ્યો કે એક નિયમિત સમય સુધી દરેક ભાઇ સાથે દ્રૌપદી રહેશે. જ્યારે એક ભાઈ દ્રૌપદી સાથે એકાંતમાં હોય ત્યારે ત્યાં બીજો ભાઈ નહીં જાય. જો કોઈ ભાઈ આ નિયમનું ઉલ્લંઘન કરે છે, તો તેણે બ્રહ્મચારી થઈને 12 વર્ષ જંગલમાં રહેવું પડશે.

દ્રૌપદી સિવાય પાંડવોને બીજી પત્નીઓ પણ હતી. યુધિષ્ઠિરની પત્નીનું નામ દેવિકા હતું, તેના પુત્રનું નામ યૌધેય હતું. નકુલની પત્ની કરેણુમતી થી નિરમિત્ર અને સહદેવની પત્ની વિજયા ગર્ભથી સુહોત્ર નામના પુત્રનો જન્મ થયો હતો. ભીમસેનને બે પત્નીઓ હતી. પહેલી હિડિમ્બા અને બીજી કાશીરાજની પુત્રી બલંધરા. હિડિમ્બાના પુત્ર ઘટોત્કચ અને બલંધરાના પુત્રનું નામ સર્વગ હતું. અર્જુને શ્રી કૃષ્ણની બહેન સુભદ્રા, નાગકન્યા ઉલૂપી અને મણિપુરની રાજકુમારી ચિત્રાંગદા સાથે લગ્ન કર્યા હતા. અર્જુનને સુભદ્રાથી અભિમન્યુ, ઉલૂપી થી ઇડાવાન અને ચિત્રાંગદા થી બભૂવાહન નામના પુત્રો હતા. દ્રૌપદીને પાંચેય પાંડવોથી એક-એક પુત્ર હતો. યુધિષ્ઠિરના પુત્રનું નામ પ્રતિવિન્ધ્ય, ભીમના પુત્રનું નામ સુતસોમ, અર્જુનના પુત્રનું નામ શ્રુતકર્મા, નકુલના પુત્રનું નામ શતાનીક અને સહદેવના પુત્રનું નામ શ્રુતસેન હતું.

Leave a Reply

Your email address will not be published.