લતા મંગેશકરને મુખાગ્નિ આપનાર હૃદયનાથ કોણ છે? મળો લતા દીદીના પૂરા પરિવારને

બોલિવુડ

સ્વર કોકિલા લતા મંગેશકરના નિધનથી આખો દેશ શોકમાં ડૂબેલો છે. રવિવારે 6 ફેબ્રુઆરીએ તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધું. રવિવારે સાંજે મુંબઈના શિવાજી પાર્કમાં તે પંચતત્વમાં ભળી ગયા. તેમના અંતિમ સંસ્કાર સમયે નાના ભાઈ હૃદયનાથ મંગેશકરે મુખાગ્નિ આપી.

ખૂબ જ નાની ઉંમરમાં લતાજીના ખભા પર પોતાના પરિવારની જવાબદારી આવી ગઈ હતી. તેમણે 13 વર્ષની ઉંમરમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. પરિવાર માટે તેમણે ક્યારેય લગ્ન પણ નથી કર્યા. જોકે તે જીવનમાં ક્યારેય એકલા નથી રહ્યા. તેમની સાથે દેશના 130 કરોડ લોકો અને તેમનો આખો પરિવાર ઉભો રહ્યો.

પોતાના પિતાને પોતાના ગુરુ માનતા હતા લતા મંગેશકર: 1929માં ઈન્દોરના મધ્ય પ્રદેશમાં જન્મેલા લતા મંગેશકરના પિતા દીનાનાથ મંગેશકર સંગીતકાર હતા. લતાજીના પિતા શાસ્ત્રીય સિંગર અને થિયેટર અભિનેતા પણ હતા. લતા તેમને પોતાના ગુરુ માનતી હતી. તેમની માતાનું નામ શિવંતિ મંગેશકર હતું. દીનાનાથ મંગેશકરના પહેલા લગ્ન શિવંતિની મોટી બહેન નર્મદા સાથે થયા હતા, જો કે તેમના નિધન પછી તેમણે શિવંતિ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી તેનું નામ બદલીને સુધામતી રાખવામાં આવ્યું હતું.

બધા ભાઈ-બહેનોમાં સૌથી મોટા હતા: લતા મંગેશકર પાંચ ભાઈ-બહેનોમાં સૌથી મોટા હતા. પિતાના નિધન પછી તેણે આખા પરિવારને સંભાળ્યો હતો. તેની ત્રણ બહેનોના નામ મીના, આશા, ઉષા છે. સાથે જ ભાઈનું નામ હૃદયનાથ છે. લતાજીના દરેક ભાઈ-બહેન સિંગર અને સંગીતકાર છે. આજે અમે તમને તેના પરિવારનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ.

મીના ખડીકર: મીના, લતાજી પછી તમામ ભાઈ-બહેનોમાં સૌથી મોટી હતી. તે એક સિંગર અને સંગીતકાર રહી ચુકી છે. તેમણે હિન્દી અને મરાઠી ફિલ્મોમાં ઘણા ગીત ગાયા છે. તે 90 વર્ષની છે.

આશા ભોંસલે: આશા ભોસલે બોલિવૂડનું એક મોટું નામ છે. લતાજી પછી તેમણે પણ ખૂબ ખ્યાતિ મેળવી. આશાએ 16 વર્ષની ઉંમરમાં લતાજીના સેક્રેટરી ગણપતરાવ ભોંસલે સાથે પોતાની બહેનની ઈચ્છા વિરુદ્ધ લગ્ન કર્યા. જેના કારણે બંને બહેનો વચ્ચે અંતર આવી ગયું હતું. આશા ભોસલે 88 વર્ષની છે. તેમના ગણપતરાવ ભોંસલે સાથે 1960માં છૂટાછેડા થઈ ગયા હતા. ત્યાર પછી તે આરડી બર્મન સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગઈ હતી.

ઉષા મંગેશકર: ઉષા મંગેશકર ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું પ્રખ્યાત નામ છે. તે પણ પોતાની બહેનોની જેમ સિંગર છે. તેમણે હિન્દી, મરાઠી, બંગાળી સહિત ઘણી ભાષાઓમાં ગીત ગાયા છે. લતા દીદીની જેમ તેમણે પણ આજ સુધી લગ્ન નથી કર્યા. તેમની ઉંમર 86 વર્ષ છે.

હૃદયનાથ મંગેશકર: હૃદયનાથ મંગેશકર દરેક બહેનોમાં સૌથી નાના છે. તેમણે લતાજીના અંતિમ સંસ્કારમાં મુખાગ્નિ આપી છે. તે સંગીતની દુનિયામાં પ્રખ્યાત નામ છે. ભારત સરકારે તેમને પદ્મશ્રીથી સમ્માનિત કર્યા છે. તેમની ઉંમર 84 વર્ષ છે.

શ્રદ્ધા કપૂર સાથે પણ છે સંબંધ: શ્રદ્ધા કપૂર, લતા મંગેશકરની પૌત્રી લાગે છે. ખરેખર શ્રદ્ધાના નાના પંધારીનાથ કોલ્હાપુરે, લતાજીના પિતા દીનાનાથના ભાણેજ હતા. સાથે જશ્રદ્ધાની માતા શિવાંગી કપૂર અને માસી પદ્મિની કોલ્હાપુરે સંબંધોમાં લતા મંગેશકરની ભત્રીજી છે.